Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeલાઇફ સ્ટાઇલશું તમને પણ ખીલની સમસ્યા છે??? તો આટલુ કરો…

શું તમને પણ ખીલની સમસ્યા છે??? તો આટલુ કરો…

Skin care Tips
Share Now

હોર્મોન્સમાં અસંતુલન એક સામન્ય સમસ્યા છે, ખાસ કરીને મહિલાઓ માટે. ઘણા બધા કારણો છે જેવા કે, તણાવ, માનસિક સમસ્યા, અસંતુલિત આહાર અને કસરતની ઉણપ. આપણે જે આહાર લઈએ છીએ તેની સીધી અસર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. હોર્મોન્સમાં અસંતુલન ત્વચાને પ્રભાવિત કરે છે, જે ખીલના સ્વરૂપે ચહેરા પર જોવા મળે છે. કેટલીક Skin Care Tips થી તમે ખીલની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

માસિક ધર્મ કે ગર્ભાવસ્થા સમયે ત્વચા પર ખીલનું પ્રભાવ વધારે જોવા મળે છે, કેમકે તે સમય દરમિયાન તમારા શરીરમાં હોર્મોન્સ વધારે તથા ઓછા થતા હોય છે. શું હોર્મોનલ ખીલનું કોઈ સ્થાયી ઉપાય છે કે કેમ? તો આવો જાણીએ કેટલાક સ્કિન એક્સપર્ટ, ડર્મેટોલોજીસ્ટ શું કહે છે… હોર્મોનલ એક્નનો કોઈ કાયમી ઉપાય કદાચ ના પણ હોય તો એક ડેલી સ્કિન કેરથી તમે ખીલની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. થોડી Skin Care Tips અપનાવો અને આ સમસ્યામાંથી છુટકારો મેળવો.

Skin Care Tips

IMAGE CREDIT: GLOBAL BAZAAR

      Skin Care Tips: ખીલની સમસ્યામાંથી છુટકારો મેળવવા આટલુ કરો….

  • દિવસ દરમિયાન ચહેરાને વારંવાર પાણીથી ધોવો. ચહેરા પર જ્યારે માટી જામી જાય છે ત્યારે હોર્મોનલ એક્ન થવાની સંભવાના વધી જાય છે. જ્યારે તમારી ત્વચા બહારથી સાફ રહેશે તો ખીલ થવાની સંભાવના ઓછી થઈ જશે. ચહેરો સાફ કરવા માટે ઓછામાં ઓછા 2થી 3 વાર માઈલ્ડ ફેસવોશથી ચહેરો ધોવો જોઈએ. ચહેરો સાફ ના હોય ત્યારે છિદ્રો દ્વારા માટીના કણ તેમા સમાઈ જાય છે જે ખીલ સ્વરૂપે બહાર દેખાય છે.
  • ખૂબ જ પાણી પીઓ અને તમારા શરીરને હાઈડ્રેટ રાખો, જેનાથી તમારી ત્વચામાં ભીનાશ રહેશે. તમારા પ્રવાહી પદાર્થોમાં ગ્રીન ટી સામેલ કરો. કારણ કે, ગ્રીન ટી તમારા શરીરને ડિક્સિફાય કરશે જેના લીધે હોર્મોન્સ ઈન બેલેન્સથી થયેલા ખીલ ઓછા થશે.

          આ પણ વાંચોઃ રક્ષાબંધનમાં આપો આર્ટિસ્ટિક અને યૂનિક ગિફ્ટ 

  • મુલતાની માટીનું ફેસપેક પણ તમારા ખીલને ઓછા કરી શકે છે, કેમકે એ તમારી ત્વચાને ઠંડક પહોંચાડે છે. ગુલાબ જળમાં મુલતાની માટીને મિક્સ કરીને પેક બનાવીને ચહેરા પર લગાવો, આ પેક અઠવાડિયામાં 2થી 3 વાર લગાવી શકાય છે.
  • હંમેશા એક સારી કંપનીના મોઈસ્ચ્યૂરાઈઝરનો ઉપયોગ કરો પણ ઓછી માત્રામાં. કારણ કે તમારી ત્વચામાં પહેલાથી જ ઘણુ તેલ સમાયેલુ હોય છે, જે ખીલનું કારણ બની શકે છે. હંમેશા જેલ બેસ્ડ મોઈસ્ચ્યૂરાઈઝરનો જ ઉપયોગ કરો.
  • વિટામિન એમાંથી નીકળેલા રેનિનલ કે રેટિનોઈડનો ઉપયોગ કરો, જે ત્વચા માટે ઘણુ સારુ છે. આ ત્વચામાંથી મૃત કોશિકાઓને બહાર કાઢી દે છે જે ખીલનું કારણ બને છે. તે સાથે જ ત્વચામાં નવી કોશિકાઓને પ્રોત્સાહન આપે છે. રેટિનોલ કે રેટિનાઈડ ચહેરાના છિદ્રોને સાફ કરે છે, જો તમે ત્વચા માટે કોઈ ક્રિમનો ઉપયોગ કરો છો તો, તે દવાને અંદર પ્રસરવામાં મદદ કરે છે.
Skin care tips

            IMAGE CREDIT: FEMINA.IN

  • ટી ટ્રી ઓઈલ ત્વચા માટે એક ઉપયોગી વિકલ્પ છે, જે બધા પ્રકારના ખીલને દૂર કરવામાં મદદ કરે છે. ત્વચામાં થતી બળતરાને દૂર કરે છે જેના લીધે ખીલ થાય છે. ટી ટ્રી ઓઈલ લો અને ખીલ પર લગાવો , જે આંગળીથી તમે ખીલ પર તેલ લગાવ્યુ છે તે જ આંગળીનો ઉપયોગ બીજા ખીલ પર કરવો નહીં. એક ટીપાથી વધારે તેલનો ઉપયોગ કરવો નહીં. કારણ કે તેના લીધે તમારી ત્વચા શુષ્ક બની જશે. એટલુ પ્રમાણસર લગાવો અને દરરોજ લગાવો.
  • ગર્ભાવસ્થામાં તમારા સ્ત્રીરોગ વિશેષ્જ્ઞ સાથે ચર્ચા કરો અને હોર્મોનલ અસંતુલનની સારવાર વિશે જાણો અને તેમના દ્વારા જણાવવામાં આવેલી ક્રિમનો ઉપયોગ કરો. જ્યારે તમને તમારા હોર્મોનલ અસંતુલનના જે કારણો વિશે ખબર પડે છે તે અનુસાર તેની સારવાર કરી શકાય છે.
Skin Care Tips

                IMAGE CREDIT: 1MG

  • જ્યારે પણ તમે તડકામાં ઘરેથી બહાર નીકળો ત્યારે સનસ્ક્રિનનો ઉપયોગ કરો. ખીલથી તમારી ત્વચાને દૂર રાખવા માટે એક સારા સનસ્ક્રિન લોશનનો ઉપયોગ કરો.
  • તમારા ત્વચાના છિદ્રોને બંધ કરવાવાળા મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો, જેટલુ બને તેટલુ તેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાંથી બચો, કેમકે એ જ ખીલનું મુખ્ય કારણ બને છે.
  • હોર્મનલ ખીલથી બધી રીતે તો છુટકારો મેળવી શકતા નથી પણ યોગ્ય પ્રોડક્ટ્સ અને ઘરેલુ ઉપચારથી ઓછા કરી શકાય છે.    

તો આવી જ બધી ઘરઘથ્થુ ટીપ્સ અપનાવીને તમે ખીલની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આ તમામ વસ્તુઓ ઘણી સરળ, અસરકારક તથા સસ્તી છે. તથા આ દરેક વસ્તુઓ તમને માર્કેટમાં સરળતાથી મળી શકશે. વધારે ગંભીર સમસ્યા હોય તો એકવાર તમારા ડર્મેટોલોજીસ્ટ કે સ્ત્રીરોગ નિષ્ણાતને જરૂરથી સંપર્ક કરો અને સારવાર મેળવો.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment