Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝદેશના સૌથી મોટા ડાયમન્ડ ટ્રેડિંગ સેન્ટર ડાયમન્ડ બુર્સની સાથે જોડાઈ એક અજીબ કહાની

દેશના સૌથી મોટા ડાયમન્ડ ટ્રેડિંગ સેન્ટર ડાયમન્ડ બુર્સની સાથે જોડાઈ એક અજીબ કહાની

surat diamond bourse,surat news, news in gujarati
Share Now

દેશનું હીરા ઉદ્યોગ ટ્રેનીંગનું સૌથી મોટું હબ સેન્ટર સુરતમાં બનવા જઈ રહ્યું છે.દેશનું સૌથી મોટું ડાયમન્ડ ટ્રેન્ડિંગ સેન્ટર ડાયમંડ બુર્સ સુરતમાં બની રહ્યું છે. ત્યારે આ ડાયમંડ બુર્સ ખાતે એક અજીબ કહાની પણ સામે આવી છે.14 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે.14 માળના ટાવરમાંથી 13મો માળ રાખવામાં આવ્યો નથી.13 નંબર એક પણ ટાવરમાં ન આપી 12 પછી સીધો 14 નંબર આપવામાં આવ્યો છે.

હીરા વેપારીઓમાં અપશુકનિયાળ છે નંબર 13

વેપાર-ધંધા અને શુભ કાર્યોમાં આજે પણ ભારત દેશમાં 13 નંબર ને અપશુકનિયાળ માનવામાં આવે છે. મોટી વાત તો એ છે કે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા મોટાભાગના વેપારીઓ આજે પણ 13 નંબર ને અપશુકન માની રહ્યા છે. સુરતના મોટા ભાગના હીરા વેપારીઓ 13 નંબર સાથેના કોઈપણ વ્યવહાર કે વેપાર કરતા નથી. ત્યારે ડાયમંડ બુર્સ તો હીરા વેપાર માટે જ શરૂ થયું છે. જેથી વેપારીઓની 13 નંબર પાછળની માન્યતા ને ધ્યાને રાખી ડાયમંડ બુર્સના પ્રોજેક્ટમાંથી 13 નંબર નો માળ જ વેપાર માટે ગાયબ કરી નાખ્યો છે. ડાયમંડ બુર્સના સત્તાધીશોએ 1 થી 9 બનેલા 14 માળના તમામ ટાવરો માંથી 13 નંબર ન આપવાનો નિર્ણય કર્યો છે. ટાવરમાં 12 નંબર બાદ વેપાર માટે સીધો જ 14 નંબર આપવામાં આવ્યો છે.

surat diamond bourse,surat news, news in gujarati

આ પણ વાંચો:ઓબીસી અનામત વગર નહીં થવા દઈએ ચૂંટણી – મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ

લિફ્ટ માં પણ 13 નંબર ના માળનું બટન જોવા મળશે નહીં

સુરત ડાયમંડ બુર્સ 66 લાખ સ્ક્વેર ફીટમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની અંદર 4500 થી વધુ ઓફિસો બનાવવામાં આવી છે. ત્યારે ડાયમંડ બુર્સના ૧૩માં માળે બનાવવામાં આવેલી ઓફિસો ખરેખર 13 નંબર ના મળે નહીં હશે પરંતુ 14 નંબરનો માળ આપવામાં આવ્યો છે.13 નંબરના માળમાં ડાયમન્ડ બુર્સના વહીવટી વિભાગની ઓફિસ બનાવામાં આવશે.ડાયમન્ડ બુર્સમાં વેપાર માટેની 127 જેટલી લિફ્ટઓ બનાવામાં આવી છે.આ તમામ લિફ્ટોમાં પણ 13 નંબરનું બટન આપવામાં આવ્યું નથી.લિફ્ટમાં 12 નંબર પછી સીધું 14 નંબર નું બટન આપવામાં આવ્યું છે.આમ 13 નંબર ને હીરા વેપારીઓ અપશુકન માનતા હોવાથી દેશના સૌથી મોટા ડાયમંડ બુર્સમાં આ નંબર ને પ્રવેશ આપવામાં આવ્યો નથી.

હીરા વેપારીની માન્યતાને ધ્યાને રાખી ડાયમન્ડ બુર્સ સંચાલકોએ નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હીરા વેપારીઓ અને ડાયમન્ડ બુર્સના સંચાલન સાથે જોડાયેલા મથુર સવાણી પાસેથી પાસેથી મળતી માહિતી મુજબ ,દેશનું સૌથી મોટું ડાયમંડ બજાર સુરતમાં નિર્માણ પામતુ હોય અને તેમાં જોડાનારા હીરા વેપારીઓ 13 નંબરને ડાયમંડના વેપારમાં અપશુકન માનતા હોય, તેવા સંજોગોમાં આટલા મોટા પ્રોજેક્ટમાં જોડવામાં 13 નંબર કોઈપણ વેપારીને પરેશાની ઉભી ન કરે માટે 13 નંબર વેપારની ઓફિસ માટે દૂર કરવાનો નિર્ણય કરાયો છે.13 નંબરના માળને કોમન ફેસિલિટી માટે આપવામાં આવ્યો છે.આ નિર્ણય પાછળ ડાયમંડ બુર્સનું પણ હીત જોવામાં આવ્યું છે.13 નંબર ના માળનું લખાણ આવતું હોવાથી કોઈપણ હીરાવેપારી તે લેવા તૈયાર ન થાય જેથી 13 નંબર દૂર કરી સીધો 14 નંબર રાખવાનો નિર્ણય કર્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment