Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 24.
Homeન્યૂઝSocial Media ની મદદથી માતા-પિતાને તેમનું વિખૂટું બાળક મળી આવ્યુ.

Social Media ની મદદથી માતા-પિતાને તેમનું વિખૂટું બાળક મળી આવ્યુ.

Social Media
Share Now

સોશિયલ મીડિયા (Social Media)ના દૂરઉપયોગના અનેક કિસ્સાઓ સાંભળવામાં આવ્યા છે. પણ સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગથી એક માતા-પિતાને તેમનું અપહૃત બાળક મળી આવ્યું છે. પોલીસ તંત્રે પણ તેમાં મહત્વની જવાબદારી ભજવી હતી. આ ઘટના છે ભાવનગરના એક ગામની…

ભાવનગરમાં આવેલા સિહોર ગામમાં ગુરુકુળ વિસ્તારમાં રહેતા દાદા સત્યપ્રકાશ વિશ્વકર્મા તેમના પૌત્ર તનવેશ વિશ્વકર્મા બહાર આંટો મારવા નીકળ્યા હતા. તે સમયે અચાનક જ આ બાળક તેના દાદા પાસેથી વિખૂટુ પડી ગયુ હતુ. ત્યારબાદ બાળક તેની ધૂનમાં જ ચાલતા ચાલતા નેસડા રોડ પાસે પહોંચી ગયુ હતુ.

અપહૃત બાળકને જોતા સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ તેને તેના પરિવાર અને રહેઠાણની પૂછપરછ કરી તેથી બાળક ગભરાઈ ગયુ હતુ.

બાળકના પરિવારની માહિતી 

દાદા સાથે આંટો મારવા નીકળેલા ત્રણ વર્ષના આ  બાળકનું નામ તનવેશ છે. તેના પિતાનું નામ યોગેશભાઈ છે તથા દાદાનું નામ સત્યપ્રકાશ વિશ્વકર્મા છે. તાજેતરમાં રહેઠાણ બાલાજી નગર સિહોર છે. જ્યારે તેઓનું  મૂળ વતન ઉતરપ્રદેશ છે. મૂળ ઉત્તરપ્રદેશમાં રહેતો આ પરિવાર હાલ સિહોર વ્યવસાય માટે આવ્યા છે. તનવેશના ગુમ થવાના લીધે આખો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. ત્યારબાદ પોલીસે બાળકની શોધખોળ હાથે ધરી હતી.

Social Media દ્વારા મળી જાણકારી

નેસડા રોડ પર અજાણ્યા બાળકને રડતા જોઈને લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ત્યારબાદ સિહોર પોલીસ સ્ટેશનમાં PSO ની કામગીરી ભજવી રહેલા હરિસિંહ ગોહિલ અને પોલિસ કોન્સ્ટેબલ મનોહરસિંહ ગોહિલે ચાર્જ સંભાળ્યું હતુ. તે દરમિયાન બાળકના ગુમ થવાના સમાચાર મળતાજ તાત્કાલિક સિહોર પોલિસ અધિકારી કે.ડી ગોહિલને જાણ કરતા જ બાળકને શોધવા માટેની ટીમ ગોઠવી દીધી હતી. 

ચારેયતરફ શોધવાની પોલિસ તંત્રની મહેનતનું સારુ પરિણામ મળ્યુ. આ ટીમ દ્વારા બાળકની તસવીરને પ્રત્યેકના મોબાઈલ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. ખૂબ જ ઓછા સમયમાં બાળકની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ.

સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી અંતે બાળક તનવેશ સિહોર નેસડા રોડના, રેલ્વે ફાટક પાસે મળી આવ્યો. ત્યારબાદ  સિહોર હેડ કોન્સ્ટેબલ રણજીત દાન લાંગાવદરા, પોલિસ કોન્સ્ટેબલ કિરીટભાઈ સોરઠીયા, પોલિસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ગોહિલ આ તમામ પોલિસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાંથી બાળકનો પોતાના કબજે કર્યો હતો. 

આ પણ વાંચોઃ- અમદાવાદના SG હાઈવે પર પ્લોટની કિંમત અધધ… કરોડ, ભાવ થયા બમણા

માતા-પિતા અને બાળકનું મિલન

ત્યારબાદ પોલિસ તંત્રએ બાળકના પરિવારની તપાસ હાથ ધરી હતી. પોતાના પરિવારને મળવા અને તેમનાથી વિખૂટા પડી જવાના લીધે રડતા બાળકને શાંત કરવા પોલિસ અધિકારીઓએ તેને ચોકલેટ, રમકડા અને બિસ્કિટ આપ્યા.

સોશિયલ મીડિયા(Social Media) ની મદદથી બાળકના વાલીને શોધવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકને તેના શ્રમીક માતા-પિતા અને દાદાને સોંપવામાં આવ્યું.

બાળક પોલિસ સ્ટેશન સુરક્ષિત છે તેવી જાણ થતા જ બાળકના વાલી પોલિસ સ્ટેશને પહોંચ્યા હતા. પોતાના બાળકને સુરક્ષિત જોઈને પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસૂ આવ્યા હતા. પરિવારે પોલિસ તંત્ર અને તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment