Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝSocial Media: Gmail નું સર્વર ડાઉન થતા ઈમેલ સેન્ડ કરવામાં પડી અગવડ

Social Media: Gmail નું સર્વર ડાઉન થતા ઈમેલ સેન્ડ કરવામાં પડી અગવડ

Social Media
Share Now

તાજેતરમાં જ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની (Social Media) સર્વિસ ડાઉન થઈ ગઈ હતી. હવે Gmail ની સર્વિસ કામ કરી રહી નથી. ભારતના ઘણા ભાગોમાં લોકો ગૂગલની આ ફ્રી ઈમેલ સર્વિસન એક્સેસ કરી નહોતા શકતા. Gmail યૂઝર્સ ઈમેલ રિસિવ કે સેન્ડ નહોતા કરી શકતા.

Social Media

ઈન્ટરનેટ સર્વિસ આઉટેઝ પર નજર રાખનારી સાઈટ Down detector અનુસાર 68% લોકોએ રિપોર્ટ કર્યો છે કે, તેમને વેબસાઈટ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. 18% યૂઝર્સે સર્વર કનેક્શનને રિપોર્ટ કર્યો જ્યારે 14 % યૂઝર્સને લોગ ઈનમાં સમસ્ય આવી રહી છે.

તે વિશે લોકોએ ટ્વિટર પર પણ રિપોર્ટ કરી રહ્યાં છે. લોકો #gmaildown ની સાથે ટ્વિટ કરી રહ્યાં છે. કંપનીએ હજુ સુધી આઉટેઝનું કારણ જણાવ્યું નથી. ભારતના ઘણા ભાગોમાં યૂઝર્સ જીમેઈલના ડાઉનની ફરિયાદ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ- દિલ્હીમાં છઠ પૂજાના આયોજન પર રાજકીય બબાલ, સીએમ હાઉસની બહાર પ્રદર્શનમાં ઘાયલ થયા મનોજ તિવારી

તાજેતરમાં જ સોશિયલ મીડિયા (Social Media) જોઈન્ટ ફેસબુક પણ આઉટેજનો શિકાર બન્યા હતા. ફેસબુકની સાથે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પણ 6 કલાકથી વધારે ડાઉન રહ્યું હતુ. ગત અઠવાડિયામાં બે વાર ડાઉન થઈ ગયુ હતુ. ત્યારબાદ કંપનીએ જણાવ્યું કે, રાઉટર કોન્ફ્રિગ્રેશનમાં ગડબડના લીધે આ આઉટેજ આવ્યુ હતુ. તેનાથી ફેસબુકને ઘણું નુકસાન થયુ હતુ. હવે Gmailના ડાઉન પર ગૂગલના સ્ટેટમેન્ટની રાહ જોવાઈ રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment