દેશ અને દુનિયાભરના લોકો આજે સોશિયલ મીડિયા પાછળ ઘેલા બન્યા છે. સોશિયલ મીડિયા થકી આજે લોકો વચ્ચે ગેપ પણ વધતો જઇ રહ્યો છે. પતિ-પત્નીના સંબંધ વચ્ચે પણ સોશિયલ મીડિયાની અસર છવાઇ રહેલી આજકાલ નજરે ચઢી રહી છે. તેનુ કારણ છે નજીક હોવા છતાં પણ દૂર રહેલા મિત્રો સાથે થઇ રહેલી વાતચીત. જે ઝઘડા (quarrels )નું મુખ્ય કારણ બને છે.
સોશિયલ મીડિયા દ્વારા કપલ વચ્ચે કેવી રીતે quarrels થાય છે?
અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થયા હોવાનું સાંભળ્યુ જ હશે, પરંતુ સોશિયલ મીડિયાના પગલે ઝઘડો થયો હોવાનું છેલ્લા કેટલાક સમયથી સામે આવ્યુ છે. આ ઝઘડાનું કારણ શું હોય છે? એકબીજા વચ્ચે સરખામણી, ડ્રેસને લઇને ઝઘડા, સાડીના કલરને લઇને ઝઘડા, સોશિયલ મીડિયા પરની અનેક પોસ્ટ જોઇને ઘણી પત્નીઓ તેમના પતિને આવી અનેક ફરિયાદ કરે છે. જે આગળ જતા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે છે.
ફોનનો વધુ પડતો ઉપયોગ
કેટલાક કિસ્સાઓમાં ફોન પણ ઝઘડાનું કારણ બને છે. જેમાં પતિની ફરિયાદ હોય છે કે, પત્ની આખો દિવસ વ્હોટ્સએપ પર ચેટ અને ફોન કોલમાં જ વ્યસ્ત રહે છે. તો આ બાજુ પત્નીની ફરિયાદ હોય છે કે, ફેમિલી માટે સમય જ નથી હોતો. આખો દિવસ ઓફિસ અને ફોનમાં જ સમય પસાર કરે છે. મોડી રાત સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જ હોય છે. આ તમામ સવાલો પરથી જાણવા મળે છે કે એકબીજાની સાથે રહેવા છતાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાના કારણે આજના સમયમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થઇ રહ્યા છે.
આ પણ વાંચો: મહિલાએ સગાઇના 13 વર્ષ બાદ 61 વર્ષની વયે લગ્ન કર્યા, કારણ જાણી ચોંકી જશો
દેખાદેખીમાં quarrels
આજકાલની પેઢીમાં સરખામણીને લઇને પણ ઝઘડાઓ થતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઇએ લીધેલી વસ્તુ આપણે ત્યાં કેમ નહીં તેવા સવાલો કરી અને પણ ઝઘડા શરૂ થઇ જાય છે. તો ક્યારેક કેટલાક કિસ્સામાં કોઇ એક પરિવાર દ્વારા સોશિયલ મીડિયા કરેલી પોસ્ટ પણ પરિવાર (Family)માં ઝઘડાનું કારણ બની જાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેલા પતિ અને પત્ની વચ્ચે એવી વાતને લઇને પણ ઝઘડો શરૂ થઇ જતો હોય છે કે, પેલાના ઘરમાં આ વસ્તુ છે, આપણા ઘરમાં કેમ નથી?
સોશિયલ મીડિયા (Social media)ના આ પાગલપનને લીધે આજકાલની પેઢી એકબીજાથી દુર થતી જઇ રહી છે. પછી તે સંબંધ કોઇ પણ હોય પતિ-પત્નીનો હોય કે માતા-પુત્રનો હોય. આ તમામ વચ્ચે ઝઘડાનું કારણ બનતુ હોય તો તે છે સોશિયલ મીડિયા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4