Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeઑટો & ગેજેટ્સ“લાઈક” અને “શેર”ની અભિવ્યક્તિ લોકોમાં ગુસ્સો વધારે છે…

“લાઈક” અને “શેર”ની અભિવ્યક્તિ લોકોમાં ગુસ્સો વધારે છે…

Social Media
Share Now

આજકાલના યુવાનો,વૃદ્ધો, બાળકો સોશિયલ લાઈફ કરતા સોશિયલ મીડિયા(Social Media) પર લાઈક, કોમેન્ટ, શેર કરીની સમય પસાર કરવા માંગે છે. અને તેમાં તેમને આનંદ પણ મળે છે. પણ શું તમે જાણો છો કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના વધુ પડતા ઉપયોગથી માનસિકતા પર શું અસર થાય છે?   

ટેક્નોલોજી પોકેટ ફ્રેન્ડલી થઈ ગઈ છે ત્યારથી આપણે દિવસમાં ઘણીવાર સોશિયલ મિડિયાના અલગ-અલગ પોર્ટલ પર લોકોની પોસ્ટને લાઈક અને શેર કરતા રહીએ છીએ. તાજેતરમાં થયેલા એક રિસર્ચ અનુસાર, “લાઈક” અને “શેર”ની આ અભિવ્યક્તિ  લોકોમાં ગુસ્સો વધારી શકે છે. 

સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોઈની પણ પોસ્ટની લાઈક કે શેરની સંખ્યા, ફક્ત પોસ્ટ કરનારા જ નહીં પણ તે પોસ્ટની પ્રસિદ્ધિને પણ ખાસ માનવામાં આવે છે. હાલ સોશિયલ સાઈટ્સ પર અભદ્ર ભાષાનો પ્રયોગ વધારે પડતો થઈ રહ્યો છે, લોકો તેમની ભાવનાને પ્રસ્તુત કરવા માટે ગુસ્સામાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા છે. તેનું કારણ એ પણ છે કે આવી ભાષાનો પ્રયોગ કરનારાઓને “લાઈક” અને “શેર” વધારે મળે છે. 

 

 

 

Social Media

IMAGE CREDIT: YALE UNIVERSITY

યેલ યુનિવર્સિટી દ્વારા સોશિયલ મીડિયા(Social Media) પર રિસર્ચ કરવામાં આવ્યું….

યેલ યુનિવર્સિટીના એક રિસર્ચથી જાણવા મળે છે કે, ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ, લોકોમાં ગુસ્સાની અભિવ્યકિતને વધારે છે, કેમકે એવું કરવાથી સોશિયલ સાઈટ્સનો ઉપયોગ કરનારને “લાઈક” અને “શેર” વધારે મળે છે. 

આ રિસર્ચમાં યેલ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક, શોધકર્તા અને લેખક વિલિયમ બ્રૈડી જણાવે છે કે, “સોશિયલ મીડિયામાં થતી ઉત્તેજના રાજનૈતિક વાતચીતના અવાજને ઓનલાઈન પરિવર્તિત કરવા સક્ષમ હોય છે. ” નોંધનિય છે કે, આ શોધ વિલિયમ બ્રૈડી અને તેમના સહકર્મી પ્રોફેસર મૌલી ક્રોકેટના નેતૃત્વમાં કરવામાં આવી હતી. 

આ શોધ દરમિયાન શોધકર્તાએ વાસ્તવિક જીવનમાં વિવાદાસ્પદ ઘટનાઓ દરમિયાન ટ્વિટર પર થતી ગુસ્સાની અભિવ્યક્તિનું માપ કાઢ્યુ છે. સોશિયલ મીડિયા તંત્રનું પરિક્ષણ કરવા માટે, નિયંત્રણ ડિઝાઈન કરવામાં આવ્યુ જેનો પ્રયોગ વિષયોને તેના વ્યવહારની તપાસ કરવા તથા યૂઝરને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોસ્ટ કરવા માટે ઈનામ આપે છે.

શું, સોશિયલ મીડિયા પર ગુસ્સો જાહેર કરવા માટે ઈનામ મળે છે!

રિસર્ચના પરિણામ વખતે બ્રેડી જણાવે છે કે, “આ એ વાતની સાબિતી છે કે કેટલાક લોકો સમયની સાથે વધારે ગુસ્સો કરવાનું શીખે છે કેમકે તેમને સોશિયલ મીડિયા પર આ પ્રકારનો વ્યવહાર દેખાડવા માટે ઈનામ મળે છે.”

રિસર્ચર જણાવે છે કે, આ પ્રકારનો નૈતિક ગુસ્સો સામાજ માટે એક શક્તિશાળી શક્તિ પણ બની શકે છે જે નૈતિક ગુનાઓ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.  આ ચલણમાં એક અન્ય પક્ષ પણ છે, જે અલ્પસંખ્યક સમૂહોની સતામણી, અફવા અને રાજનૈતિક ધ્રુવિકરણમાં યોગદાન આપે છે.

આ પણ વાંચોઃ- OLA 2023માં લાવશે પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર?

SOCIAL MEDIA

 IMAGE CREDIT: SEARCH ENGINE JOURNAL

નોંધનિય છે કે ફેસબુક અને ટ્વટિર જેવી સોશિયલ મીડિયા(Social Media) સાઈટ્સનું  તર્ક એ છે કે તે કોઈ પણ પ્રકારની વાતચીત માટે એક તટસ્થ મંચ પ્રદાન કરે છે. ઘણા લોકો આ વિચારધારાને માને છે કે સોશિયલ મીડિયા પર આ આચરણ લોકોમાં ગુસ્સો કરવા પ્રેરિત કરે છે. પણ શોધકર્તા માને છે કે, ગુસ્સા જેવી જટિલ સામાજીક અભિવ્યક્તિઓને સચોટ રીતે માપવી તે એક ટેક્નિકલ પડકાર છે.

મશીન લર્નિંગ સોફ્ટવેર બનાવવામાં આવ્યુ…

આ રિસર્ચમાં ડેટા ભેગા કરવા માટે બ્રેડી અને ક્રોકેટની ટીમે એક મશીન લર્નિંગ સોફ્ટવેર બનાવ્યુ હતુ, જે ટ્ટિવટરની પોસ્ટ પર નૈતિક આક્રોશ કરનારા પર નજર રાખે છે. જેના આધારે 7,331 ટ્વિટર ઉપયોગકર્તાઓ 12.7 મિલિયન ટ્વિટ્સની ચકાસણી કરવામાં આવી અને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે શું યૂઝર્સે વધારે ગુસ્સો વ્યક્ત કર્યો, જો હા, તો કેમ?

આ શોધમાં ટીમે જાણ્યુ કે, ટ્ટવિટર જેવી સોશિયલ મીડિયા સાઈટના પ્રોત્સાહનમાં હકીકતમાં લોકોની પોસ્ટ કરવાની રીતની બદલી રહી છે. જો યૂઝર્સ વધારે “લાઈક” અને “રીટ્વિટ” પ્રાપ્ત કરે છે, તેમની ટ્વિટમાં અને પછીની પોસ્ટમાં ક્રોધ વ્યક્ત કરવાની વધારે સંભાવના હોય છે. આ નિષ્કર્ષનું સમર્થન કરવા માટે, શોધકર્તાઓના નિયંત્રિત વ્યવહારને લઈને પણ પરીક્ષણ કરવામાં આવ્યું અને તે પરિણામના આધારે પ્રદર્શિત કરવામાં આવ્યું કે ગુસ્સો વ્યક્ત કરવા માટે ઈનામ મેળવનાર યૂઝર્સે સમયની સાથે ગુસ્સાની અભિવ્યક્તિમાં પણ વધારો કર્યો છે.

SOCIAL MEDIA

 IMAGE CREDIT: HOBOKEN411

આ પરિણામ રાજનૈતિક ધ્રુવિકરણમાં સોશિયલ મીડિયા(Social Media)ની ભૂમિકા વિશે સવાલ ઉભા કરે છે. રિસર્ચના પરિણામના આધાર પર શોધકર્તા જણાવે છે કે રાજનૈતિક રીતથી સક્રિય નેટવર્કના સભ્યોની તુલનામાં સોશિયલ મીડિયા સાઈટ્સ પર રાજનૈતિક પ્રકારનું ઉદાર નેટવર્કના સભ્યો દ્વારા વધારે ગુસ્સો વ્યક્ત કર્યો. 

ક્રોકેટ જણાવે છે કે, “અમારા રિસર્ચથી ખબર પડે છે કે, રાજનૈતિક રીતથી ઉદારવાદી મિત્ર અને અનુયાયી લોકો સામાજીક ટિપ્પણીઓ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે, જે ગુસ્સાવાળા ભાવને પ્રદર્શિત કરે છે.”

જોકે ક્રોકેટ એ પણ કહે છે કે આ રિસર્ચ એ વાત તરફ ઈશારો નથી કરતુ કે, નૈતિક ગુસ્સામાં વૃદ્ધિ સમાજ માટે સારું છે કે ખરાબ. પણ આ નિષ્કર્ષ પર નેતાઓ અને નીતિ નિર્માતાઓ દ્વારા વિચાર કરવામાં આવી રહ્યું છે કે જે તેમને પ્રતિબંધિત કરવા માટે સાઈટ્સનો ઉપયોગ કરે છે. “નૈતિક ગુસ્સો સામાજીક અને રાજનૈતિક પરિવર્તનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આપણે એ વાતથી અવગત થવાની જરૂર છે કે, ટેક્નોલોજી કંપનિઓ, તેમની સાઈટના ડિઝાઈના માધ્યમથી, સામૂહિક આંદોલનોની સફળતા કે નિષ્ફળતાને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે.” 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

  

 

No comments

leave a comment