Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝ39 વર્ષની ઉંમરમાં આર્મી જોઇન : સોફ્ટવેર એન્જિનિયરની પ્રેરણાદાયક કહાની

39 વર્ષની ઉંમરમાં આર્મી જોઇન : સોફ્ટવેર એન્જિનિયરની પ્રેરણાદાયક કહાની

Share Now

વ્યક્તિના જીવન (Life)માં ક્યારેક વધતી જતી ઉંમર અને ઘરની જવાબદારીના પગલે સપના અધુરા રહી જતા હોય છે. 30 વર્ષ (Year)ની ઉંમર પસાર થયા બાદ પરિવાર (Family)અને ઘરની જવાબદારી બંને સંભાળવામાં સમય નથી રહેતો કે તે પોતાના સપના પુરા કરી શકે. દરેક વ્યક્તિનો એક જ વિચાર હોય છે કે તે કોઇ પણ વિભાગમાં સેટલ થાય, પરંતુ સતીશ કુમારે એવુ નથી કર્યુ. તે 39 વર્ષની ઉંમરમાં ઇન્ડિયન ટેરિટરી આર્મી (Indian Army)માં જોડાયા છે.

સોફ્ટવેર ઇન્જિનિયર સતીશ કુમારે લિંકડિન પર પોતાના સિલેક્શન (Selection)ની પ્રક્રિયા શેર કરી છે. આ તમામ માટે એક પ્રેરક કહાનીથી ઓછી નથી. સતીષ કુમારે લખ્યુ છે કે, મારા સપનાને તુટવા નથી દીધા, પરંતુ સપનાને પાંખો આપી અને એક ઉડાન ભરી. આ ઉડાનનું સમાપન સુખદ થશે. મારા ખભા પર આર્મી (Army)ના સ્ટાર એક અલગ જ અહેસાસ અપાવે છે.

વય મર્યાદા વધારવા અપીલ

સતીષ કુમારે સિલેક્શનની પ્રોસેસ શેર કરતા લખ્યુ છે કે, સેના માટે ઉંમરની મર્યાદા 18 થી 42 વર્ષ હોવી જોઇએ. તેઓએ જણાવ્યું કે જુલાઇ-2019 માં 1.5 લાખ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. પરીક્ષા બે-બે કલાકના બે પેપર (Paper)માં પુર્ણ થઇ. આ પરીક્ષા (Exam)માં ગણિત, સામાન્ય જ્ઞાન, લોજિકલ અને અંગ્રેજી સાથે જોડાયેલા પ્રશ્નો પુછાયા હતા.

ઇન્ટરવ્યુ માટે 2079 ઉમેદવાર શોર્ટલિસ્ટ

તેઓએ કહ્યુ કે મારા માટે પરીક્ષા એક પડકારરૂપ નહતી, પરંતુ એટલા લોકોની સંખ્યા વચ્ચે કટ ઓફ બનાવવુ મુશ્કેલ લાગી રહ્યુ હતુ. બે મહિના બાદ પરિણામ આવ્યા તો 2079 ઉમેદવાર (Candidate)ને પર્સનલ ઇન્ટરવ્યુ (Interview)માટે શોર્ટલિસ્ટ કર્યા હતા. દક્ષિણ રાજ્યોના ઉમેદવારોને પુના ખાતે ટીએ દક્ષિણી કમાન્ડમાં ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા માટે જાણ કરવામાં આવી હતી.

વધારે ઉંમર હોવાની શંકા

સતીષ કુમાર પણ તેમાંથી એક હતા. ઇન્ટરવ્યુ (Interview)માં પહોંચ્યા તો અન્ય ઉમેદવારો પણ જોવા મળ્યા હતા. જેમાં સૌથી વધારે લોકોની ઉંમર 30 વર્ષથી ઓછી હતી. તે સમયે સતીશ 37 વર્ષના હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે, હું સૌથી વધારે ઉંમર ધરાવનાર લાગતો હતો. તે સમયે શંકા થઇ કે મને મારી ઉંમરના કારણે રિજેક્ટ (Reject)કરી નાખશે.

ક્વોલિફાઇ કરવુ મુશ્કેલ

સતીષ કુમારે જણાવ્યું કે તેનુ પર્સનલ ઇન્ટરવ્યુ એક મેજર જનરલ, બે લેફ્ટનેન્ટ કર્નલ ઓફિસર અને મનોવૈક્ષાનિકે લીધુ હતુ. ત્યારબાદ તે આગામી રાઉન્ડ માટે પસંદગી પામ્યા હતા. હવે સર્વિસ સિલેક્શન બોર્ડની 5 દિવસની પ્રોસેસ હતી. જેને તમામે ક્વોલિફાઇ કરવાનું હતુ. જે મુશ્કેલ ભર્યુ હતુ. 816 ઉમેદવારોને બે ગૃપમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. પ્રથમ બેંચ એપ્રિલ 2020 માં શરૂ થવાની હતી, પરંતુ કોવિડ (Covid)ના પગલે જુલાઇ 2020 માં શરૂ થઇ હતી.

રિજેક્ટ થયા

પ્રથમ દિવસે 172 ઉમેદવાર હાજર થયા હતા, જેમાંથી 16 ઉમેદવાર 6 કલાકની સ્ક્રીનિંગ ટેસ્ટ બાદ આગામી રાઉન્ડ માટે પાસ થયા હતા. સતીષને ખબર હતી કે આગામી 4 દિવસ મુશ્કેલ ભર્યા છે. તે એ ચાર ઉમેદવારમાંથી હતા જે મુશ્કેલ સમયને પાર કરી મેડિકલ પરીક્ષા (Exam)સુધી પહોંચ્યા હતા, પરંતુ મેડિકલ પરીક્ષામાં તમામ 4 ઉમેદવાર રિજેક્ટ થયા.

મેડિકલમાં પાસ

જોકે રિજેક્ટ (Reject)થયા બાદ પણ એક વખત અપીલ કરવાનો મોકો મળે છે. તેઓએ કમાન્ડ હોસ્પિટલ બેંગ્લુરૂ પસંદ કરી અને સપ્ટેમ્બર 2020 માં તે મેડિકલમાં પાસ થઇ ગયા. ત્યારબાદ તેનુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયુ.

તેઓએ જણાવ્યું કે, લગભગ 6 મહિનાની રાહ જોયા બાદ એપ્રિલ 2021 માં તેને ઓફર લેટર મળ્યો. તે કહે છે કે, મને ગ્રેડિયર રેજિમેન્ટમાં 118 ઇન્ફેન્ટરી બટાલિયન ફાળવ્યુ હતુ. એક સમ્માનિત રેજિમેન્ટનો ભાગ બનવાનો ગર્વની વાત છે. સતીષ કુમારે જણાવ્યું કે એક મહિના બાદ હું યૂનીટમાં સામેલ થયો, બાદમાં 4 અઠવાડીયા સુધી ફિજિકલ ટ્રેનિંગ (Training)ચાલી હતી. બે વર્ષ બાદ લેફ્ટિનેન્ટ બન્યો.

આ પણ વાંચો: રેલવેને થયું અધધ… કરોડનું નુકસાન, જાણો તે પાછળનું કારણ

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment