Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝનોકરીની ચિંતા છોડી માત્ર 70,000થી શરૂ કરો આ બિઝનેસ, 25 વર્ષ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે?

નોકરીની ચિંતા છોડી માત્ર 70,000થી શરૂ કરો આ બિઝનેસ, 25 વર્ષ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે?

Invest 70,000 in Govt Solar Rooftop Policy: Install Solar Panel and Earn Money for 25 Years, Here Know How
Share Now

નવી દિલ્હી : બેરોજગારીનો પ્રશ્ન હોય કે પછી નોકરીના પગારની અનિયમિતતા, આજે મોટા ભાગના લોકો કહેતા હોય છે કે આના કરતા ઘરનો બિઝનેસ હોય તો સારું. પરંતુ કોઈપણ પોતાનો બિઝનેસ શરુ કરવા માટે સૌપ્રથમ માર્કેટમાં તેની ડિમાન્ડ, તેનો ઉપલબ્ધતા સોર્સ, સ્થળ અને રોકાણ સહિતના વિવિધ મુદ્દા ધ્યાને લેવામાં આવતા હોય છે. જો તમે પણ નોકરી છોડી પોતાનો બિઝનેસ શરુ કરવા માંગતા હોય તો તમારી પાસે પણ ઓછા રોકાણમાં પોતાનો બિઝનેસ શરુ કરવાની તક છે. જીહા ! જો તમે એવો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો જેમાં તમારે કોઈ અલગ જગ્યા ન લેવી હોય, તો પછી તમે તમારા ઘરની ખાલી છતનો ઉપયોગ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો અને આ કામ છે- સોલર રૂફટોપ(Solar Rooftop)

પોતાના જ ઘરે અને ઓછા રોકાણમાં બિઝનેસ શરુ કરવા માટે તમારે છત પર કે તમારા ખુલ્લા પડેલા પ્લોટમાં પણ સોલર પેનલ્સ સ્થાપિત કરી શકો છો. જો તમે ઇચ્છો, છત પર સોલર પેનલ્સ(Solar Rooftop) સ્થાપિત કરીને વીજળી ઉત્પન્ન કરી ગ્રીડ પર પહોંચાડી શકો છો.કેન્દ્ર સરકારનું ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલાર પેનલ સ્થાપિત કરનારાઓને 30 ટકા સબસિડી આપે છે. સબસિડી વિના રૂફટોપ સોલર પેનલ્સ(Solar Rooftop) લગાવવા માટે આશરે 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.

આ પણ વાંચો : હવે દુધના ભાવ પણ વધ્યા !

Solar Rooftop

 

ચાલો આ યોજના(Solar Rooftop)ની સંપૂર્ણ પ્રક્રિયા અને ફાયદા વિશે જાણો લો

Solar Rooftopની કિંમત

સોલર પેનલની કિંમત આશરે એક લાખ રૂપિયા છે. પરંતુ સરકારની સબસિડી પછી, એક કિલોવોટનો સોલાર પ્લાન્ટ ફક્ત 60 થી 70 હજાર રૂપિયામાં સ્થાપિત કરી શકાય છે. આ ખર્ચ દરેક રાજ્ય પ્રમાણે અલગ હોય છે. નોંધનીય છે કે, કેટલાક રાજ્યો આ માટે વધારાની સબસિડી પણ અલગથી આપે છે. સૌથી મહત્વની વાત એ કહી શકાય કે, જો તમારી પાસે સોલર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 60 હજાર રૂપિયાની રકમ એકસાથે નથી, તો પછી તમે કોઈપણ બેંકમાંથી હોમ લોન પણ લઈ શકો છો. નાણાં મંત્રાલયે તમામ બેંકોને હોમ લોન આપવા જણાવ્યું છે. આ રીતે તમારે લોન મેળવીને પછી આ રકમ હપ્તેથી પણ ચૂકવી શકો છો.

Solar Panel Cleaning Kit

સોલર પેનલ્સના ફાયદા

સોલર પેનલ્સ 25 વર્ષનું આયુષ્ય ધરાવે છે. તમે આ પેનલને સરળતાથી તમારી છત પર સ્થાપિત કરી શકો છો. અને પેનલ દ્વારા પ્રાપ્ત વીજળી વિના મૂલ્યે મળશે. ઉપરાંત, બાકીની વીજળી તમે ગ્રીડ દ્વારા સરકાર અથવા કંપનીને વેચી શકો છો. મફત કમાણી થાય છે. જો તમે તમારા ઘરની છત પર બે કિલોવોટની સોલર પેનલ સ્થાપિત કરો છો, તો પછી દિવસમાં 10 કલાક તડકાનો કિસ્સામાં, તે લગભગ 10 યુનિટ વીજળી ઉત્પન્ન કરશે. જો આપણે મહિનાની ગણતરી કરીએ, તો 2 કિલોવોટની સોલર પેનલ્સ લગભગ 300 યુનિટ વીજળી ઉત્પન્ન કરશે.

આ પણ વાંચો : PMOમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે અને કેટલું છે બજેટ ? RTIમાં મળ્યો આ જવાબ

આ રીતે ખરીદો સોલર પેનલ્સ

>> સોલાર પેનલ્સ ખરીદવા માટે રાજ્ય સરકારની રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.

>> જેના માટે રાજ્યોના મોટા શહેરોમાં કચેરીઓ બનાવવામાં આવી છે.

>> દરેક શહેરમાં ખાનગી વેપારીઓ પાસે પણ સોલર પેનલ્સ ઉપલબ્ધ છે.

>> સબસિડી માટેનું ફોર્મ ઓથોરિટી ઓફિસમાંથી જ મળશે.

>> ઓથોરિટી પાસેથી લોન લેવા માટે, તમારે પ્રથમ સંપર્ક કરવો પડશે.

Solar Rooftop Business and Investment and Earning

જાળવણી માટેનો કોઈ ખર્ચ નહીં

કોઈપણ બિઝનેસ શરુ કરતા પહેલા તેના જાળવણી ખર્ચ વિષે પણ સૌકોઈ વિચારે છે. પરંતુ આ એક એવો બિઝનેસ છે કે તેમાં કોઈ જાળવણી ખર્ચ આવતો નથી. સોલાર પેનલ્સમાં જાળવણી ખર્ચ અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તેની બેટરી દર 10 વર્ષે એકવાર બદલવી પડશે. તેની કિંમત આશરે 20 હજાર રૂપિયા છે. એટલે કે 25 વર્ચમાં અંદાજે તમારે 2 વખત બેટરી બદલવાની ફરજ પડશે, તેનો ટોટલ ખર્ચ 40 હાજર રૂપિયા થશે. સોલાર પેનલ્સ એક જગ્યાએ લગાવ્યા બાદ એ જગ્યા રોકાઈ રહેશે એવું નથી તમે તેને અન્ય સ્થળે પણ લગાવી શકો છો.

આ પણ વાંચો : મેકઅપ આર્ટીસ્ટનો કમાલ: ઇન્દિરા ગાંધીના લુકમાં તમે શું ઓળખી શક્યા આ મિસ યુનિવર્સને ?

પાંચસો વોટ સુધીની સોલર પેનલ્સ ઉપલબ્ધ

પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ પહેલ શરૂ કરી હતી. જરૂરિયાત મુજબ, પાંચસો વોટ સુધીના સોલર પાવર પેનલ્સ લગાવી શકાય છે. આ અંતર્ગત પાંચસો વોટની દરેક પેનલ્સની કિંમત 50 હજાર રૂપિયા સુધીની હશે. આ પ્લાન્ટ્સ એક કિલોવોટથી પાંચ કિલોવોટની ક્ષમતામાં સ્થાપિત કરી શકાય છે. આમ, તમે આ એક વખતનું રોકાણ, એક વખતનો સ્થાપિત કરવાનો ખર્ચ અને એક વખતની કાગળિયાની ઝંઝટ કરીને સળંગ 25 વર્ષ સુધી કમાણી કરી શકો છો. આ બાબતને ધ્યાનમાં લઈને જ હાલના સમયમાં સોલાર પેનલ્સ લગાવવાનો ક્રેઝ વધતો જોવા મળે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment