Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝ‘સોલર સ્ટૉર્મ’ અર્થ ઓર્બિટ પર અસર કરશે

‘સોલર સ્ટૉર્મ’ અર્થ ઓર્બિટ પર અસર કરશે

Solar
Share Now
  • ‘સોલર સ્ટૉર્મ’ અર્થ ઓર્બિટ પર અસર કરશે
  • 16 લાખ કિમી પ્રતિકલાકની ઝડપે ‘સ્ટૉર્મ’ આગળ વધી રહ્યું છે
  • આનાથી GPS-મોબાઇલ સિગ્નલ પર માઠી અસર પહોંચવાની સંભાવના

એક શક્તિશાળી ‘સોલર સ્ટૉર્મ’ પૂરઝડપે ધરતી તરફ આગળ વધી રહ્યું છે. આની ગતિ 1.6 મિલિયન (16 લાખ) કિલોમીટર પ્રતિકલાક છે. US સ્પેસ એજન્સી NASAએ કહ્યું હતું કે આની ગતિમાં વધારો થઈ શકે છે. આ સ્ટૉર્મ રવિવાર અથવા સોમવારે કોઈપણ સમયે ધરતી પર ત્રાટકી શકે છે.

Solar Strome

Spaceweather.com વેબસાઇટ દ્વારા જણાવ્યા મુજબ, ધરતીની મેગ્નેટિક ફીલ્ડ પર આ સ્ટૉર્મની માઠી અસર પહોંચી શકે છે. આનાથી રાત્રે આકાશમાં ભિન્ન-ભિન્ન પ્રકારની લાઇટિંગ જોવા મળી શકે છે. આ દ્રશ્ય ઉત્તર અથવા દક્ષિણ પોલમાં જોવા મળશે.

ધરતીનું બાહ્ય વાતાવરણ ગરમ થશે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ‘સોલર સ્ટૉર્મ’ના કારણે ધરતીનું બાહ્ય વાતાવરણ ગરમ થઈ શકે છે. આનાથી સેટેલાઇટ પર સીધી અસર જોવા મળશે. આની સાથે જ GPS નેવિગેશન, મોબાઇલ ફોન અને સેટેલાઇટ ટીવીના સિગ્નલ પણ નબળા પડી શકે છે. વીજળીની લાઇનોમાં કરંટનો પ્રવાહ ઝડપી થઈ શકે છે, જેનાથી ટ્રાન્સમીટર પણ ઠપ થશે. વિમાનોનાં ઉડાન પર પણ આની સીધી અસર પહોંચશે.

જોકે, આવી પરિસ્થિતિનું નિર્માણ થવું અસંભવ જેવું જ છે, કારણ કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર આની વિરૂદ્ધ સુરક્ષા કવચ જેવું કામ કરે છે.

આ પણ જુઓ : મેઘરાજા વરસ્યા, ખેડૂતો હરખાયા

આની પહેલા પણ ‘સોલર સ્ટૉર્મ’ આવી ચૂક્યું છે
આની પહેલા 1989માં સોલર સ્ટૉર્મ આવ્યું હતું. જેના કારણે કેનેડાના ક્યૂબેક શહેરમાં લગભગ 12 કલાક સુધી વીજપુરવઠો ઠપ થઈ ગયો હતો. તે સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
1859માં જિયોમેગ્નેટિક તોફાન આવ્યું હતું, જેનાથી યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્ક નષ્ટ થઈ ગયું હતું.

કેટલાક ઓપરેટર્સે કહ્યું હતું કે તેમને ઇલેક્ટ્રિક શૉક પણ લાગ્યો હતો તો કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે સ્ટૉર્મના કારણે બેટરી વગર જ કેટલાક ઉપકરણો કામ કરી રહ્યા હતા. આનો પ્રકાશ એટલો બધો હતો કે અમેરિકાના કેટલાક પ્રદેશમાં લોકો રાત્રે સમાચારપત્ર પણ વાંચી શકતા હતા.

solar strome

સોલર સ્ટૉર્મ અંગે કેટલાક સવાલ-જવાબ….
સવાલઃ સોલર સ્ટૉર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
જવાબઃ મૂળભૂત રીતે જોવા જઇએ તો સૂરજ વિવિધ ગેસોનો ગોળો છે. જેમાં 92.1% હાઇડ્રોજન અને 7.8% હીલિયમ ગેસ છે. સૂરજમાં મેગ્નેટિક અથવા ચુંબકીય પ્રક્રિયાઓ ચાલતી રહેતી હોય છે, જેને સોલર સાઇકલ કહેવાય છે.

સોલર સાઇકલ દરમિયાન અરબો ટન ગરમ ગેસની જ્વાળાઓ ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે. આની સાથે જ સૂરજથી આવેલા ચાર્જ્ડ પાર્ટિકલ ધરતીના વાયુમંડળમાં ચુંબકીય તોફાનનું નિર્માણ કરે છે. જેને ‘સોલર સ્ટૉર્મ’ કહે છે.

સવાલઃ કેટલા સમયનાં અંતરાળમાં સોલર સ્ટૉર્મ આવે છે?
જવાબઃ વૈજ્ઞાનિકોના કહ્યાં પ્રમાણે સોલર સ્ટૉર્મ દર 11 વર્ષે આવે છે. પીક ટાઇમમાં એક દિવસની અંદર ઘણા સ્ટૉર્મ આવી શકે છે. આમ જોવા જઇએ તો સપ્તાહમાં એક સોલર સ્ટૉર્મ પણ આવી શકે છે. સૂરજની અત્યારની ગતિવિધિઓ પ્રમાણે 2024માં સોલર સ્ટૉર્મ પીક પર આવી જશે.

સવાલઃ સોલર સ્ટૉર્મ કેટલી હદ સુધી વિનાશ સર્જી શકે છે?
જવાબઃ ધરતી સાથે અવાર-નવાર સોલર સ્ટૉર્મની ટક્કર થતી રહેતી હોય છે. કેટલીક વાર તો આપણને જાણ પણ હોતી નથી અને સ્ટૉર્મ આવી જાય છે. તેવા સમયે આકાશ સાફ રહે છે, કોઇપણ પ્રકારનું લાઇટિંગ જોવા નથી મળતું અને અવાજો પણ આવતા નથી. ઘણીવાર સોલર સ્ટૉર્મના કારણે ધરતીના બાહ્ય વાતાવરણ પર અસર પડે છે, જેના કારણે સેટેલાઇટ્સ પર અસર પહોંચે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક શક્તિશાળી સોલર સ્ટૉર્મ ઘણી મુશ્કેલીઓનું સર્જન કરી શકે છે. આ સૌથી શક્તિશાળી સ્ટૉર્મ કરતા પણ 20 ગણું વધારે આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment