Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝકોણ છે સુરતના હિરા વ્યાપારી જેણે, મુંબઇમાં ખરીધ્યુ 185 કરોડનું ઘર

કોણ છે સુરતના હિરા વ્યાપારી જેણે, મુંબઇમાં ખરીધ્યુ 185 કરોડનું ઘર

Savji Dhanji Dholakia Final
Share Now

કહેવાય છે ને કે એક પાક્કો ગુજરાતી તો એજ જે પોતાનું બિઝનેસ કરે, બિઝનેસ અને ધંધા માટે જાણીતા ગુજરાતીઓ ગુજરાત સિવાય પણ બીજા શહેરમાં જ્યાં જઇને વસે ત્યાં પોતાનો બિજનેસ શરુ કરી દેતા હોય છે. પછી તે દિલ્હી હોય હૈદરાબાદ હોય કે પછી મુંબઇ…

હીરાવ્યાપારી ઘનશ્યામભાઇ ધનજીભાઇ ઢોલકીયા

ગુજરાત, સુરતના હીરાવ્યાપારી ઘનશ્યામભાઇ ધનજીભાઇ ઢોલકીયા (Ghanshyam bhai dhanji bhai dholakia) ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2018 માં તેમના પુત્ર સાવજી ઢોલકીયાએ પોતાના કર્મચારીઓને મર્સિડીઝ ગિફ્ટમાં આપી હતી. જે પહેલાં તેમણે 2014 માં દિવાળી બોનસ મા પોતાના કર્મચારીઓને 500 ફ્લેટ અને 525 હિરાની જ્વેલરી આપી હતી. ગુજરાતનું નામ પણ રોશન કરી રહેલા આ ગુજરાતીની દાનવીરતા જોઇને તો  કરોડપતિઓ પણ શરમાઇ જાય.

Savji Dhanji Dholakia

ત્યારે આ પરિવાર ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપરમાં છવાઇ ગયો હતો. એક દિલદાર ગુજરાતી અને દાનવીર તરીકે તેમની અલગ ઇમેજ ઉભી થઇ હતી, દરેક લોકોના શબ્દો એક જ હતા કે.. ‘બોસ હો તો ઐસા’

 

મુંબઇમાં ખરીધ્યો 185 કરોડનો બંગલો

સુરતના હીરા વ્યાપારી ઘનશ્યામ ભાઇ ધનજી ભાઇ ઢોલકીયાની કંપનીએ મુંબઇમાં 185 કરોડનો બંગલો ખરીધ્યો છે, જે મુંબઇના વર્લી સી ફેસમાં છે.

બંગલાનું નામ છે પનહર બંગલો ( Panhar Bungalow )

Diamond Merchant Dholakia

Image Credit: UNSPLASH

મુંબઇમાં (Mumbai’s Worli Seaface )185 કરોડનો બંગલો ખરીદનાર સુરતના વ્યાપારી ઘનશ્યામ ધનજીભાઈ ધોળકિયા એ ખરીદ્યું, તે બંગલાનું નામ પનહર બંગલો છે, સ્થાનિય બ્રોકરના કહેવા પ્રમાણે, આ બંગલાની કિંમત 93 હજાર પ્રતિ વર્ગ ફુટ છે. આ કંપની એસ્સાર ગૃપના સ્વામિત્વવાળી ફર્મ Arkay Holdings Limited એ વેચી છે. ખરીદ માટે જે લેણદેણ થયુ તેમાં 185 કરોડ રુપિયાના 2 લેણદેણ થયા હતા, જમીન પર દેવુ હતુ, જેના માટે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનેંસને 36.5 કરોડ રુપિયા આપવામાં આવ્યા હતા.

કોણ છે સાવજી ઢોલકીયા?

સુરતના હરિ કૃષ્ણા નિર્યાત પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંસ્થાપક અને અધ્યક્ષ છે. જે કંપની ભારતામાં ડાયમંડ નું કાર્ય કરે છે. મુંબઇ અને મહારાષ્ટ્રમાં સેલ્સ કાર્યાલય છે.

સાવજી સર્કલમાં સાવજી કાકાના રુપમાં પણ ઓળખાય છે, તેમની કંપની 50 થી વધુ દેશોમાં કાર્ય કરે છે. આ સિવાય કંપની પાસે અમેરિકા, બેલ્જીયમ, સંયુક્ત અરબ અને અમીરાત તેમજ હાંગકાંગ અને ચીનમાં પણ સહયોગી છે.

Dholakia’s rewards

સાવજી ઢોલકીયાની કંપની આ ઉધોગમાં ભારતની પાંચ કંપનીઓમાંથી એક છે, કંપનીને 2003 થી 2014 જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્શીલ એવોર્ડ મળ્યો છે, આ સિવાય 2010-11 માં કંપનીને જીજેઇપીસી નું વાર્ષિત નિર્યાત એવોર્ડ PM મોદીના હસ્તે આપવામાં આવ્યો હતો.

 

આ પણ વાચો: શ્રધ્ધાજંલી મોહમ્મદ રફી: ગુંજતી હૈ આવાજ તેરી અમીરો કે મહેલમેં…

 

No comments

leave a comment