Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeડિફેન્સસૈનિક શાળાનો યોગ દિવસ અને આર્મીની ભરતી

સૈનિક શાળાનો યોગ દિવસ અને આર્મીની ભરતી

Army and balachadi school
Share Now

સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

  • વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન યોગાભ્યાસ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

21મી જૂન 2021ના રોજ સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઓનલાઇન મોડ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. કેડેટ્સે તેમના ઘરથી ઓનલાઇન મોડ દ્વારા યોગ સત્રમાં ભાગ લીધો હતો જ્યારે અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારજનોએ યોગ્ય સામાજિક અંતર જાળવીને સ્કૂલમાં યોગા કર્યા હતા.

Sainik School

આ તકે સ્કૂલના યોગ પ્રશિક્ષક ડૉ.ભાવેશ ચાંદેગરાના માર્ગદર્શન હેઠળ કેડેટ્સ અને સ્ટાફે યોગા કર્યા હતા.સાથે સાથે આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી જેમાં‘યોગનો ઇતિહાસ અને લાભ’ વિષય પર ઓનલાઇન ધોરણ 7 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ‘ઇન્ટર હાઉસ હિન્દી અને અંગ્રેજી ભાષણ સ્પર્ધા’ યોજવામાં આવી હતી. અંગ્રેજી વિષયના શિક્ષિકા શ્રીમતી અંજુ યાદવના માર્ગદર્શન હેઠળ કેડેટ નીલ પટેલ અને કેડેટ અનુરાગ પાંડેએ આ સ્પર્ધાનું સંચાલન કર્યું હતું. આ ઉપરાંત અંગ્રેજી વિભાગના અધ્યક્ષ શ્રીમતી સુનિતા કડેમાનીના માર્ગદર્શન નીચે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આર્ટ વિભાગ દ્વારા ધોરણ-7ના વિદ્યાર્થીઓ માટે ‘પોસ્ટર મેકિંગ સ્પર્ધા’નું આયોજન આર્ટ માસ્ટર આર.એસ.મિશ્રાના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દરસિંઘે મનુષ્યના દૈનિક જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે યોગ આપણને શીખવે છે કે આપણે કેવી રીતે પ્રકૃતિ,મન અને આત્મા સાથે જોડાઈ શકીએ છીએ.તેમજ તેમણે ભાગ લેનાર તમામને અભિનંદન આપ્યા હતા.અંતમાં યોગને દૈનિક જીવનમાં સમાવેશ કરવાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

આ પણ જુઓ : LAC पर हलचल, चीन का युद्ध अभ्यास

આર્મી ભરતીની લેખિત પરીક્ષા તા. ૨૫ જુલાઈ ના રોજ જામનગર ખાતે યોજાશે

  • મેડીકલમાં પાસ થયેલા ઉમેદવારોએ નવું એડમીટ કાર્ડ મેળવવું ફરજીયાત

આર્મી ભરતી રેલી જે દેવભૂમિ દ્વારકા ખાતે ગત તા. ૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી યોજાયેલ હતી, તેમાં મેડીકલમાં પાસ થયેલા રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ-ભુજ અને દીવના ઉમેદવારો માટે આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા તા. ૨૫-૭-૨૦૨૧ના રોજ શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગર ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે. આ લેખિત પરીક્ષામાં મેડીકલ પાસ કર્યા બાદ આપવામાં આવેલા એડમિટ કાર્ડ માન્ય ગણવામાં આવશે નહિ. મેડિકલમાં પાસ થયેલા ઉમેદવારોએ નવું એડમિટ કાર્ડ મેળવવા માટે તા. ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ રાજકોટ, અમરેલી, મોરબી અને પોરબંદર તથા તા. ૧૨ જુલાઈ ૨૦૨૧ ના જામનગર, સુરેન્દ્રનગર અને દીવ તથા તા. ૧૩ જુલાઈ ૨૦૨૧ ના રોજ કચ્છ-ભુજ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા તથા તા. ૧૪ જુલાઈ ૨૦૨૧ ના રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ તેમજ તા. ૧૫ જુલાઈ થી ૧૭ જુલાઈ ૨૦૨૧ દરમ્યાન ભાવનગર જીલ્લાના ઉમેદવારોએ રૂબરૂ આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ, જામનગર ખાતે એક પાસપોર્ટ ફોટોગ્રાફ્સ તેમજ જુનું એડમિટ કાર્ડ સાથે લઇને આવીને નવું એડમિટ કાર્ડ મેળવવાનું રેહશે.

Army
ઉમેદવારે ઉપર જણાવેલ આધાર પુરાવા સાથે આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ, જામનગર ખાતે આવીને નવું એડમિટ કાર્ડ મેળવવાનું રહેશે તો જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. વધુ માહિતી મેળવવા રોજગાર કચેરી રાજકોટના ફેસબુક પેજ Employment Office Rajkot પર થી મેળવી શકાશે. વધુ વિગત માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, ૧/૩, બહુમાળી ભવન, રાજકોટ નો રૂબરુ અથવા ફોન નંબર ૦૨૮૧-૨૪૪૦૪૧૯ ઉપર સંપર્ક કરવો તેમ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment