Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝરાજકોટ: ડૉક્ટરને પહેલા ધમકી આપી અને પછી કર્યો હુમલો…

રાજકોટ: ડૉક્ટરને પહેલા ધમકી આપી અને પછી કર્યો હુમલો…

Share Now

રાજકોટના (Rajkot) ગોંડલ (Gondal) શહેરમાં એક તબીબ પર હુમલાની ઘટના બની હતી. ગોંડલ શહેરના ગુંદાળા ચોકડી પર આવેલ ક્લિનિકના તબીબને ઘણા શખ્સો દ્વારા ફોન પર ધમકીઓ આપવામાં આવી હતી અને ત્યાર બાદ પાંચ શખ્સોએ ક્લિનિક પર આવીને હુમલો કર્યો હતો. જેની તબીબ દ્વારા પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. 

  • ગોંડલના (Gondal) તબીબ પર ભગવતપરાના પાંચ શખ્સોએ હુમલો કર્યો
  • શખ્સોએ મોબાઇલ ફોન પર ધમકીઓ આપી
  • ક્લીનીક પર આવી તોડફોડ કરી અને હુમલો કર્યો
  • તબીબ દ્વારા નોંધવામાં આવી પોલીસ ફરીયાદ
  • હુમલો કરનારાની પોલીસે કરી ધરપકડ

some suspicious people attacked to doctor in Gondal

ગોંડલમાં તબીબ પર હુમલો 

ગોંડલ શહેરના ગુંદાળા ચોકડી સંજીવની ક્લિનિક નામે હોસ્પિટલ આવેલી છે જે ડોક્ટર સમીર દુધાત્રાની છે. આ તબીબ ઉપર ભગવતપરામાં રહેતા અને દૂધની ડેરી તેમજ રેતી કપચીનું કામ કરતા પ્રવીણ ઢોલરીયા, વિવેક ઢોલરીયા, રોનક ઢોલરીયા, ભાર્ગવ ઢોલરીયા, નિકુંજ ઢોલરીયા સહિતના શખ્સોએ હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેના કારણે ડૉક્ટરને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમણે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

સિટી પી.આઈ સંગાડા, રાઇટર પુનિતભાઈ અગ્રાવતે ipc કલમ 323, 504, 506 2, 507, 114, 452 તથા ગુજરાતમાં તબીબી સેવા આપતી વ્યક્તિઓ અને તબીબી સેવા આપતી સંસ્થાઓ પર થતા હિંસક હુમલાઓ અને મિલ્કતને નુકશાન કે નાશ થતાં અટકાવવાનો કાયદો 2012 ની કલમ 4 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જુઓ આ વિડીયો: માં તસ્કરો એ તરખાટ મચાવ્યો

સમગ્ર બનાવ અંગે ડો. સમીર દુધાત્રા એ જણાવ્યું હતું કે શનિવારની રાત્રિના દસ વાગ્યે તેઓના ક્લિનિક પર ઉપરોક્ત શખ્સમાના વિવેક અને બે મહિલાઓ દોઢ વર્ષના બાળકને હોઠની ઇજા સાથે લાવ્યા હતા બાળકને હોઠ પર ટાંકા લેવાની જરૂરત હોય તેઓને સૂચિત કરાયા હતા જે અંગે બાળક સાથે આવેલા વ્યક્તિઓએ ઘર-પરિવારમાં વાતચીત કરી બાળકના ઇજાની જગ્યાએ ટાંકા લેવા કે નહીં તેવું જણાવીશું એમ કહ્યું હતું બાદમાં તબીબ દ્વારા 15 મિનિટ રાહ જોવા છતાં પણ દર્દી કે તેના પરિવારજનો જવાબ ન આવતા ડોક્ટર ને પોતાના ઘરે ઇમરજન્સી કામ હોય નીકળી ગયા હતા અને મોડેથી પ્રવીણભાઈ નો મોબાઈલ ફોન આવ્યો હતો જેમાં ઉશ્કેરાઇ જઇ ધાક ધમકીઓ આપી હતી અને બીજા દિવસે ક્લીનીક પર આવી હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: Cyber ​​Safe Mission: સાયબર ફ્રોડને ડામવા ગુજરાતનાં સીએમની નવી પહેલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment