લગ્નના તાંતણે બંધાઇ અને દંપતિ પોતાનુ આખુ જીવન પસાર કરે છે. દંપતિ જ માત્ર નહીં પણ પરિવાર પણ તેની પાછળ બંધાયેલુ હોય છે. ત્યારે આજના સમયમાં લગ્ન (marriage)કરતા પહેલા તમારે તમારા પાર્ટનર વિશેની અજાણી વાતો જાણવી આવશ્યક છે. દંપતિએ એકબીજા સાથે અનુકૂળ રહેવા માટે લગ્ન પહેલાની મહત્વની બાબતો જાણવી જરૂરી છે. જો તમે તમારા પાર્ટનર વિશે આ બાબતો પહેલાથી જાણો છો તો તમે એકબીજાની વાત યોગ્ય રીતે સમજી શકશો. હવે તમારૂ આગામી જીવન કેવુ હશે તેના પર તમારો સવાલ હશે.
ઇચ્છા અનુસાર marriage કરવા
આજના સમયમાં છોકરા અને છોકરીએ એકબીજાની પુછપરછ કરી અને પોતાની ઇચ્છા કે પસંદગીથી લગ્ન કરી રહ્યાં છે કે નહીં તે જાણી લેવુ જોઇએ. કોઇ દબાણમાં આવીને તો લગ્ન કરવા તૈયાર નથી થયા ને. કેમ કે ઘણીવાર એવી ઘટના સામે આવતી હોય છે કે છોકરી કે છોકરો દબાણ હેઠળ આવી લગ્ન કરતા હોય છે. આવા સમયે તમારૂ ભવિષ્ય સુદ્રઢ નહીં રહે.
આ ખ્યાલ ખાસ રાખવો
લગ્ન પહેલા પાર્ટનર (Partner)ની કેટલીક જાણકારી રાખવી તમારા માટે ખાસ જરૂરી છે. જેમાં પાર્ટનરની પસંદ, નાપસંદ તો ખાસ. તમારે તમારા પાર્ટનરને પૂછવું જોઇએ કે તેઓ ખોરાકમાં શું પસંદ કરે છે. કોઇ નશીલા પદાર્થનો સેવન કરે છે નહીં ? આવા તમામ સવાલોથી તમારો પાર્ટનર તમારી સાથે અનુકુળતા મુજબ રહી શકશે.
ભવિષ્યનો પ્લાન પહેલાથી રાખવો
લગ્ન થાય એટલે ભવિષ્ય (future)ને લઇને પ્લાન કરવો જરૂરી છે. એકબીજાની નોકરી અને કારકિર્દી (Career)ને લઇને સ્પષ્ટ કરવુ. તમારે એ ખાસ જાણવુ જોઇએ કે તે હાલમાં શું કરે છે? તેમનું પગાર ધોરણ શું છે? ભવિષ્યમાં તેમનો પ્લાન શું છે? જો તમે નોકરી કરો છો તો આગળ તેમને કામ કરવામાં મુશ્કેલી પડે છે કે નહીં.
આ પણ વાંચો: સુહાગરાતે ભૂલથી પણ જો આ ભૂલ કરી તો…, ફરી ફેરા ફરવાના વારા આવી શકે છે
પાર્ટનર તમારા વિશે શું વિચારે છે?
લગ્ન જીવન એક તાંતણે ત્યારે બંધાશે જ્યારે બંનેના વિચાર એક હોય. આ તમામ વચ્ચે બંનેએ એકબીજા માટે સકારાત્મક વિચાર રાખવો સૌથી મહત્વપૂર્ણ છે. તમારે તમારા પાર્ટનરને પૂછવુ જોઇએ કે, તેઓ તમારા વિશે શું વિચારે છે. તેઓ તમારી પાસે શું અપેક્ષા રાખે છે તે પણ જાણવુ જરૂરી છે.
પ્લાનિંગ શું છે આગળ?
તમારા ભાવિ જીવનસાથી (Spouse)ને ફેમિલી આગળ વધારવાને લઇને પણ સવાલ કરવો જોઇએ. જેમ કે લગ્ન પછી તે પરિવારને આગળ વધારવાનું ક્યારે ઇચ્છે છે. કેટલા બાળકોની અપેક્ષા રાખો છો? બાળકો વિશે તેમનો અભિપ્રાય શું છે? આવા અનેક સવાલો તમારે પુછવા જોઇએ.
દિલીપ કુમાર અને સાયરબાનુની પ્રેમ કહાની, જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4