Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeએન્ટરટેઈન્મેન્ટક્યારેક આવું પૂછી લેવાય.. મજા આવશે…

ક્યારેક આવું પૂછી લેવાય.. મજા આવશે…

employee self review
Share Now

એક યુવાન એક પબ્લિક ટેલિફોન બુથપરથી કોઈને ફોન લગાવી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં ફોન લાગતો ન હતો. બુથની બાજુમાં બીજા કેટલાક લોકો પણ પોતાનો વારો આવે એની રાહ જોઈ રહ્યા હતા. કોઈએ તો આ યુવાનને કહ્યું પણ ખરું કે, ” ભાઈ ફોન ના લાગતો હોય તો પછી પ્રયતન કારજોને પ્લીઝ અમારો વારો આવવા દો.” પેલા યુવાને વિનંતી સાથે કહ્યું, ” એક વાર પ્રયાસ કરી લઉ” અને એનો ફોન લાગી ગયો. એના ચહેરા પર આનંદના ભાવ જોઈને આસપાસ ઉભેલા લોકોને પણ ખબર પડી ગઈ કે ફોન લાગી ગયો છે.

માણસ દરરોજ પોતાના આચરણ નું અવલોકન કરતાં રહેવું જોઈએ.

employee vs boss talk

આ પણ જુઓ : મળો, રાજકોટના માઇક્રોમેનને…

સામ છેડે કોઈ મોટા શેઠાણી હતા.આ યુવાને પેલા શેઠાણી સાથે વાત શરૂ કરી. “નમષ્કાર મેડમ, મને મિસિસ શર્માએ આપણા નંબર આપ્યા છે. મેં સાંભળ્યું છે કે આપના બાળકોની સારસંભાળ રાખનાર એક એટેન્ડન્ટની જરૂર છે?”

“ના ભાઈ અમારે કોઈ એટેન્ડન્ટની જરૂર નથી”

તો પછી આપણા નાના બાળકોનું ધ્યાન કોણ રાખે છે ? આપ તો આપના બિઝનેસમાં સતત વ્યસ્ત હોવ છો.

અરે ભાઈ તારે એ ચિંતા કરવાની જરૂર નથી કારણકે મે આં માટે એક યુવાનને રાખ્યો જ છે એ બહુ સારી રીતે પોતાની ફરજ નિભાવે છે.

પણ મેડમ મને નોકરીની ખુબ જ જરૂર છે અને આપ મને અત્યારે કામ કરનારને જેટલો પગાર આપો છો એના કરતાં ઓછો પગાર આપશો તો પણ ચાલશે.

અરે ભાઈ તમે કેમ સમજતા નથી. અત્યારે જે યુવાન કામ પર છે એ પુરી નિષ્ઠાથી કામ કરે છે. એ મારા ઘરનો નોકર નથી મારા પરિવારનો સંભ્ય જ છે અને મને એના પર પૂરો વિશ્વાસ છે. મારું આખું ઘર હું એના હવાલે કરીને કોઈપણ જાતની ચિંતા વગર બહાર જઈ શકું છું.

પણ મેડમ હું પણ એવી રીતે જ કામ કરીશ આપ મારા વિશે મિસિસ શર્માને પૂછી શકો છો.

ભાઈ મારે કોઈને પૂછવું નથી અને મારે કોઈ નોકરની જરૂર નથી. મહેરબાની કરીને હવે ફોન ન કરતા.

સામા છેડેથી ફોન કાપી નાખવામાં આવ્યો. પેલો યુવાન ફોન મુકીને બહાર આવ્યો. બહાર આં વાત સાંભળી રહેલા લોકોને આં યુવાન પર દયા આવી. પરંતુ પેલા યુવાનનો ચહેરો તો કોઈ અપરિચિત આનંદથી ચમકી રહ્યો હતો. બહાર ઊભેલા લોકોને આશ્ચર્ય થયું એટલે આં યુવાનને પૂછ્યા વગર ન રહી શક્યા ” અરે ભાઈ તને નોકરીની ના પાડી દીધી તો પણ કેમ આનંદમાં.

પેલા યુવાને તો હસતા હસતા કહ્યું, ” આં શેઠાણીનો નોકર હું પોતે જ છું. આ તો મારી સેવાથી મારા શેઠાણી સંતુષ્ઠ છે કે કેમ તે જાણવા માટે જ ફોન કરવા આવ્યો હતો.

આપણે બધા પણ આપણને સોંપવામાં આવેલું કામ કરીએ છીએ. ક્યારેય આપણે આપણી પોતાની સેવાનું ઓડિટ પોતાની જાતે કર્યું છે ખરું? મારી સેવાની ગુણવતા કેવી છે એની ચકાસણી કરી છે ખરી ?

boss and employee

source : vector stock

મિત્રો આજે આવું જ છે આપણે બધા કોઈકને કોઈક જગ્યા પર કાર્ય કરતા હોય છે. તો કેટલાક લોકો પોતે જ બોસ હોય છે. પરંતુ આપણે ક્યારેય એવું આપણા ઉપરી અધિકારીને પૂછ્યું છે ? કે હું બરોબર કામ કરું છું ? હું જો બરોબર કામ ન કરતો હોય તો, સારું વધુ કરી શકું એના માટે હું શું કઈ શકું? તમારું માર્ગદર્શન આપશો. ત્યારે માલિકને પણ ખુબ રાજીપો થતો હોય છે. આતો એક દ્રષ્ટાંત હતું કે આવી રીતે પણ કામ કરીને ખુશ રહી શકાય છે. જયારે કેટલીક વાર એવું થતું હોય છે કે આપણે અંદર જ મુંજાતા હોય છીએ. કે આપણે કામ કરીયે એ સારું કરતા હશું કે નહિ ? કામ થી માલિકને સંતોષ થતો હશે કે નહિ? આવા હજારો પ્રશ્નોને લીધે આપણે મૂંઝવણ અનુભવી છીએ. અને પછી ચિંતાનો ભોગ બનીયે છીએ. એના કરતા આનંદથી જીવો અને ખુલીને જીવો.

પુસ્તક નામ : સંકલ્પનું સુકાન
લેખક : શૈલેષ સગપરિયા

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment