Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝવાવાઝોડાને હફાવતું સોમનાથ અને દ્વારકા

વાવાઝોડાને હફાવતું સોમનાથ અને દ્વારકા

dwarka somnath temple
Share Now

સૌરાષ્ટ્રની ધરા એ સંત અને સુરાની ધરા છે પરંતુ સૌરાષ્ટ્રની ધરા પર સાક્ષાત અજ્ન્મ્ય ભગવાન ભોલાનાથનો વસવાટ છે. તો દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ છે. ત્યારે આ બન્ને એવા સ્થાન કે જેને આપણે સોમનાથ અને દેવભૂમિ દ્વારર્કાથી ઓળખીએ છીએ. આ બન્ને મંદિર પર ફરકતી ધજા તે હરહમેશ દરિયાયી આફતો સામે જાણે કવચનું કામ કરતી હોઈ તેવું લાગી રહ્યું છે. કારણકે, દરિયાની અંદર વર્ષોથી સર્જાતા અનેક તુફાનો આ બન્ને મંદિર સુધી પહોચી શક્ય નથી. જાણે આ મંદિરની ધજા વાવાઝોડાને હંફાવી દેતી હોય તેવી ફરકતી જોવા મળે છે. જાણે વાવાઝોડું આ મંદિર સુધી પહોચવા કોઈ કપરા ચડાણ ચડી અને મંદિર સુધી પહોચવાનો અનેક વખત પ્રયાસ કરી ચુક્યું છે પરંતુ તે મંદિર સુધી પહોચે ટે પહેલા જ હાંફીને હારી જાય તેમ દરિયામાં જ ધ્વસ્ત થઇ જાય છે. ભગવાન સોમનાથ અને જગતમંદિર દ્વારકા આ બન્ને મંદિર જાણે આવા ભયાનક અને વિનાશકારી વાવાઝોડાને ધ્વસ્ત કરી સૌરાસ્ત્ર અને ગુજરાતના લોકોની લાજ રાખી રહ્યું છે. જો કે, અત્યાર સુધી સૌરાષ્ટ્રના દરિયાયી પટ્ટે ૧૯૭૫ થી લઈ ૨૦૨૧ સુધી મહા, ક્યાર, રિકા, સાગર, આંખી, ટપાલા, અશોભા, નિલોફર, વાયુ અને હવે તાઉતે..આટલા વાવાઝોડાએ પોતાનો કહેર વરસાવવાનો પ્રયાસ કર્યો હતો. અને દરેક વખતે આ વાવાઝોડા સોમનાથ અને દ્વારકા પર ત્રાટકવાના હતા પરંતુ, આમાંથી એક પણ વાવાઝોડું અત્યાર સુધી આ બન્ને મંદિરોને અડી પણ શક્યા નથી. ત્યારે તેવું લાગે છે કે ભગવાન પણ ધરતી પર છે.

જુઓ આ વિડિયો : વાવાઝોડાને હફાવતું સોમનાથ અને દ્વારકા

dwarka temple

ગુજરાત રાજ્યને મળેલા ૧૬૦૦ કીલોમીટરના દરિયામાં અનેક આફતો આવી અને જતી રહી, ઇતિહાસમાં અનેક એવા બનાવો બની ચુક્યા છે કે જેને ગુજરાતમાં ભારે તબાહી સર્જી હોય..પરંતુ ભારતના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ અને જગતમંદિર દ્વારકાને એક પણ વાવાઝોડું આજ સુધી સ્પર્શી શક્યું નથી. અત્યાર સુધીમાં ટકરાયેલા વાવાઝોડાએ સોમનાથ મંદિર અને દ્વારકાનું જગતમંદિરની લાજ રાખી છે. વર્ષ ૧૯૭૫ થી લઈ આ વર્ષે એટલે કે ૨૦૨૧ માં ત્રાટકેલા વિનાશકારી વાવાઝોડા તાઉતે પણ સોમનાથ અને દ્વારકાને હાની પહોચાડી શક્યું નથી. અત્યાર સુધીમાં ૧૯૭૫, ૧૯૮૨, ૧૯૯૮, ૨૦૦૧, ૨૦૦૭, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને હવે ૨૦૨૧માં વિનાશકારી વાવાઝોડા ગુજરાતમાં ત્રાટકી ચુક્યા છે. કોઈ વાવાઝોડા દરિયાકાંઠે જ ધ્વસ્ત થઇ ચુક્યા હતા તો કોઈએ ગુજરાતમાં ખુબ મોટી તારાજી સર્જી હતી. પરંતુ આ દરેક બનાવમાં સોમનાથનું મહાદેવ મંદિર અને દ્વારકાનું જગતમંદિર હેમખેમ રહ્યું છે. અહી ક્યારેય વાવાઝોડાનો કહેર વર્તાયો નથી. 

somnath temple

1975માં આવેલા વાવાઝોડાએ જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં વાવાઝોડાની ભારે અસર થઇ હતી, ૧૯૭૬માં મહેસાણા, ભાવનગર, પંચમહાલ, રાજકોટ અને ભરૂચ જિલ્લામા વધારે જોવા મળી હતી, 1981માં ત્રાટકેલા વાવાઝોડાએ જૂનાગઢ, રાજકોટ જામનગર જીલ્લામાં અસર પહોચાડી હતી. 1982માં વેરાવળથી 45 કિ.મી. દૂર સર્જાયેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી, 1996માં ત્રાટકેલા વાવાઝોડાએ ગુજરાતના 19 જિલ્લામાં તબાહી સર્જી હતી, 1998માં વિનાશકારી વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તબાહી સર્જી હતી, 1999માં ગુજરાતના કચ્છ અને જામનગર જિલ્લામાં વાવાઝોડાએ ભારે કહેર મચાવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૫માં આવેલા વિનાશકારી નિલોફરે ગુજરાતમાં ભારે તારાજી સર્જી હતી. ૨૦૧૯ માં વાયુ વાવાઝોડું પણ ખુબ જ ભયંકર હતું અને આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોને તહેશનહેશ કરી નાખ્યા પરંતુ સોમનાથ મંદિર કે શ્રીકૃષ્ણનું જગતમંદિરને આ કોઈ વાવાઝોડું અડકી શક્યું નથી. આ જોતા કહી શકાય કે આજ સુધી આવેલી કુદરતી આફતો સામેની લડતમાં ભગવાન સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણે લોકોની શ્રધ્ધાની લાજ રાખી છે.

taute cyclone

આવી અટલ શ્રદ્ધા અને ભક્તિ લોકોના હૃદયમાં છે, જેનાથી ભગવાનના આશીર્વાદ મળી રહે છે. હજારો વર્ષોથી આ મંદિરો બંધાયેલા છે. જેનો પાયો કોને નાખ્યો એ પણ ખ્યાલ નથી. કોને મંદિર બંધાવ્યું એ પણ પુરાવા નથી. જયારે આટલી મોટી ભયાનક પરિસ્થિતિમાં પણ આ મંદિરની એક ઈંટ કે પછી કોઈ એક શીલા હલી નથી. જે એક ચમત્કાર જ છે એવું ગણી શકાય. બીજી વાત એ છે કે આજ સુધી કોઈએ દરિયાની ઊંડાઈ માપી નથી. ઉપરથી દરિયાનું પાણી ખુબ જ ક્ષાર વાળું હોઈ છે. જેમાં લોખંડને થોડો સમય પણ રાખવામાં આવે તો, લોખંડને કાટ લાગી જાય છે. જયારે આતો હજારો વર્ષોથી અડીખમ છે અને હજી એક પણ સમસ્યા આવી નથી. કોઈએ આ જગ્યાને ક્યારેય પણ નવા બાંધકામ માટે બંધ કરી હોય, એવા દાખલાઓ છે નહિ. એટલા માટે થઈને ગુજરાતના ધાર્મિક સ્થળોનું મહત્વ વધતું જાય છે. અને લોકોને પણ સંપૂર્ણ શ્રદ્ધા સાથે એક અલૌકિક બંધન બંધાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Androidhttp://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment