Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝપ્રથમ જ્યોર્તિલિંગ તરીકે વિખ્યાત સોમનાથ મંદિરના કરો લાઈવ દર્શન

પ્રથમ જ્યોર્તિલિંગ તરીકે વિખ્યાત સોમનાથ મંદિરના કરો લાઈવ દર્શન

Somnath
Share Now

હવેથી સોમનાથ (Somnath) મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરાઇ છે. ભાવિકો સીધા જ લાઇનમાં ઉભા રહીને ભગવાનના દર્શન કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના સમયમાં એક વર્ષ ને બે મહીના જેટલા સમય માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરાઇ હતી. પરંતુ હવે કોરોનાના કેસોમાં ધીરે-ધીરે ઘટાડો થતાં હવેથી મહાદેવના દર્શન માટે પાસ લીધા વગર પણ સૌ કોઇ દર્શનનો લ્હાવો લઇ શકશે.

Somnath Mahadev લાઈવ દર્શન

તમામ પાપોને હરનારા ભગવાન શિવના પ્રથમ જ્યોર્તિલિંગના દર્શન કરવા તે અલૌકિક અનુભૂતિ છે. પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ ક્ષેત્રમાં સમુદ્ર કાંઠે સ્થિત છે. ભગવાન શિવની છટા નિરાળી છે. માનવામાં આવે છે કે, પ્રથમ જ્યોર્તિલિંગ (Somnath)ના દર્શન માત્રથી જન્મ જન્માંતરના પાપ નાશ પામે છે.

આ તીર્થસ્થાન દેશના પ્રાચીન તીર્થસ્થાનો પૈકી એક છે. પાવન પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત આ સોમનાથ જ્યોર્તિલિંગની મહિમા મહાભારત, શ્રીમદભાગવત તથા સ્કંદ પુરાણમાં વિસ્તારમાં જણાવવામાં આવ્યુ છે. ઋગ્વેદમાં પણ સોમેશ્વર મહાદેવની મહિમાનો ઉલ્લેખ છે. આ જ્યોર્તિલિંગના દર્શનથી ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાના પાત્ર બની જાય છે. તેમના લૌકિક-પરલૌકિક બધા જ કૃત્ય સ્વયં સફળ થઈ જાય છે. તમે આ લિંક પરથી સોમનાથ મંદિરમાં આજની સવારનું શ્રૃંગાર જોઈ શકો છો.

આ પણ વાંચોઃ- Arbuda Devi મંદિરમાં અર્બૂદા માતાજીના પગલાની થાય છે પૂજા

Somnath મંદિરની પૂજાનું ફળ

ભગવાન શિવના આ પાવન જ્યોર્તિલિંગની ઊંચાઈ લગભગ 155 ફૂટ છે. મંદિર ત્રણ ભાગોમાં વિભાજીત છે. તેમાં નાટ્યમંડપ, જગમોહન અને ગર્ભગૃહ સામેલ છે. લોક કથાઓ અનુસાર, અહીં ભગવાન શ્રીકૃષ્ણે તેમના શરીરનું ત્યાગ કર્યુ હતુ. આ જ કારણથી આ ક્ષેત્રનું મહત્વ ઘણુ વધી જાય છે. માન્યતા અનુસાર, સોમનાથ જ્યોર્તિલિંગના દર્શન, પૂજા અને સ્મરણ માત્રથી શિવ ભક્તોના તમામ સંકટ દૂર થઈ જાય છે. ભગવાન સોમનાથની સાધના-આરાધનાથી ભક્તોના જન્મ-જન્માંતરના તમામ પાપ નષ્ટ થઈ જાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment