Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeઇતિહાસસોનેરી ઇતિહાસનો સાક્ષી સોનગઢ કિલ્લો!

સોનેરી ઇતિહાસનો સાક્ષી સોનગઢ કિલ્લો!

SONGHDH KILO
Share Now

 ગુજરાત અને દેશમાં હેરિટેજની ઉજવણી કરવામાં આવે છે.જેનો મુખ્ય ઉદેશ્ય દેશની ઐતિહાસક ધરોહરની જાળવણીની સાથે લોકો સુધી ઈતિહાસ પહોંચાડવાનો હોય છે.ત્યારે આવી જ એક સદીઓ જૂનો કિલ્લો( killo )  જેનો ઈતિહાસ પણ એટલો જ રોચક છે..જ્યાં છે ફિરંગીમાતાનું મંદિર .પરંતુ હાલ તે જર્જરિત હાલતમાં છે. તો સાથે જ સરકાર ઐતિહાસક ઈમારતો પાછળ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રુપિયાનું બજેટ ફાળવે છે.પરંતુ એક કિલ્લો જે રાજ્યના ઇતિહાસનો સાક્ષી છે.પરંતુ હાલ તે જર્જરિત હાલાતમાંં છે.

કયાં આવેલો છે આ કિલ્લો( killo )

આ કિલ્લો ગાયકવાડી રાજાઓની શાનનું પ્રતિક છે.મહારાષ્ટ્ર અને ગુજરાત સરહદે આવેલા તાપી જિલ્લાના સોનગઢમાં 800 મીટરની ઉંચાઈ પર આવેલા આ પ્રાચીન કિલ્લો ઈ.સ 1719માં પીલાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો.તે સમયે અહીની ઉંચી ટેકરી ભીલ લોકોના તાબા હેઠળ હતી.પીલાજીરાવ ગાયકવડે આ ટેકરીઓનો કબ્જો લઈ કિલ્લો બનાવવાની શરુઆત કરી.આખરે 1728-28માં કિલ્લાનું બાંધકામ પૂર્ણ થયું હતું.ઐતિહાસક મહત્વ ધરાવતા કિલ્લાની અવગણ થઈ રહી છે.આ કિલ્લાની એક મહત્વ એ પણ છે કે અહી ફિરંગીમતાની સ્થાપના પણ કરવામાં આવી છે.કહેવાય છે કે ગાયકવાડ સમયમાં ફિરંગીઓ પર વિજય મેળવ્યો હતો.જેની યાદગીરીમાં ફિરંગીમાતાની સ્થાપના કરવામાં આવી હતી.SONGDH KILO

આ પણ વાંચો:અહીથી નિકળો તો સાવધાન થઈ જજો..બીડી ના સળગાવી તો મુસીબતમાં મુકાઈ શકો છે.

 કિલ્લાની( killo )હાલાત દયનિય કેમ ?

છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન આ કિલ્લો બાંધવામાં આવ્યો.આજે પણ દશેરાના દિવસે અહી મોટો મેળો ભરાય છે.જેમાં હજારોની સંખ્યામાં  લોકો ઉમટી પડે છે.જો કે હાલ કેટલાક સ્થાનિક યુવકો કિલ્લાની સારસંભાળ રાખી રહ્યા છે.પરંતુ તે પુરતી નથી.અહી આવતા સહેલાણીઓ પણ કિલ્લાની મરામતની હિમાયત કરી રહ્યા છે.કિલ્લા પર પહોંચવા માટે પગપાળા અને વાહન પર જઈ શકાય તેમ બે રસ્તાઓ છે.જો કે વાહન લઈ ઉપર જવામાં મુસિબત વેઠવી પડે તેમ છે..જેથી લોકો પગદંડીના સહારે જ કિલ્લા પર જાય છે.કિલ્લો ઐતિહાસિક ધરોહર છે..આમ તો આ કિલ્લો સોનગઢ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે.પરંતુ કિલ્લાની મરામત્ત અને ત્યાં સુધી પહોચવા રોડના હોવાથી કેટલાક સહેલાણીઓ અહી આવવાનું ટાળે છે..ત્યારે હવે સરકાર ઐતિહાસિક કિલ્લાનું મહત્વ સમજી તેની મરામત્ત કરાવે તો એક સારા પ્રવાસન સ્થળ તરીકે કિલ્લાને વિક્સાવી શકાય તેમ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment