Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝવિપક્ષી પાર્ટીઓને એક કરવા સોનિયા ગાંધી કરશે ડિનર પોલિટીક્સ

વિપક્ષી પાર્ટીઓને એક કરવા સોનિયા ગાંધી કરશે ડિનર પોલિટીક્સ

sonia gandhi,news in gujarati,big news,top 10 news
Share Now

સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ગઈ કાલે બુધવારના રોજ સમાપ્ત થયું છે. સંસદના ચોમાસુ સત્રના સમય દરમિયાન કોંગ્રેસના(Congress) નેતૃત્વમાં કેટલાક વિપક્ષી દળો એક થયા હતા. અને કોંગ્રેસને પેગાસસ(Pagasus) સહિત અનેક મુદ્દાઓ પર એકથી વધારે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ વિપક્ષી એકતાને અકબંધ રાખવાના પ્રયાસોમાં લાગી ગયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) હવે વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરવાના છે. અને તેમની સાથે ડિનર પણ કરવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ NCPના પ્રમુખ શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી MK સ્ટાલિન સાથે વાત કરી અને તેમને બેઠક માટે આમંત્રણ આપ્યું છે. જોકે બેઠક ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

સંસદની કાર્યવાહીમાં સોનિયા ગાંધી ગેરહાજર 

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) સંસદના ચોમાસું સત્ર દરમ્યાન મોટેભાગે ગેરજાહર રહ્યા હતા. તેમની ગેરહાજરીમાં કોંગ્રેસની કમાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાંભળી હતી. સોનિયા ગાંધી મંગળવાર અને બુધવાર એમ બે દિવસ જ સંસદમાં હાજર રહ્યા હતા. બુધવારે તેમણે સ્પીકર ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સાથે બેઠકમાં પણ ભાગ લીધો હતો.

sonia gandhi,news in gujarati,big news,top 10 news

આ પણ વાંચો:રાકેશ ટીકૈતે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું પ્રાઇવેટ કંપનીઓના ઇશારે ચાલે છે સરકાર

20 ઓગસ્ટના રોજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત

જાણીતી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ શિવસેના નેતા સંજય રાઉતે(Sanjay Raut) કહ્યું છે કે 20 ઓગસ્ટના રોજ સોનિયા ગાંધી(Sonia Gandhi) કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

કપિલ સિબ્બલ પણ કરી ચૂક્યા છે ડિનર ડિપ્લોમેસી 

કોંગ્રેસના વરિષ્ટ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના(kapil Sibbal) નિવાસસ્થાને થોડા દિવસ પહેલા તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ડિનર ડિપ્લોમેસીનું આયોજન કરવા જઈ રહ્યા છે. આમ કોંગ્રેસ 2024 માં ભાજપને રોકવા માટે વિપક્ષી પાર્ટીઓને એકજુટ કરવામાં લાગી ગયું છે. 

મલ્લિકાર્જુન ખડગેની ઓફિસે મળશે વિપક્ષી નેતાઓ 

સંસદના ચોમાસું સત્ર દરમ્યાન કેન્દ્ર સરકાર સામે વિપક્ષની મજબૂત એકતા થઈ હતી. ત્યારે હવે આજ એકતાને આગળ ચાલુ રાખવા પર પણ કામ શરૂ થઈ ગયું છે. તમામ વિપક્ષી નેતાઓ ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના(Mallikarjun Kharge) સંસદ હોલમાં મળશે અને ત્યારબાદ સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે. તેઓએ વિજય ચોક સુધી કૂચ કરવાનું પણ આયોજન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસુ સત્ર વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ગઈ કાલે બુધવારના રોજ સમાપ્ત થયું છે. સંસદના ચોમાસુ સત્રના સમય દરમિયાન કોંગ્રેસના નેતૃત્વમાં કેટલાક વિપક્ષી દળો એક થયા હતા. અને કોંગ્રેસને પેગાસસ સહિત અનેક મુદ્દાઓ પર એકઠી વધારે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ વિપક્ષી એકતાને અકબંધ રાખવાના પ્રયાસોમાં લાગી ગયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી હવે વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરવાના છે. અને તેમની સાથે ડિનર પણ કરવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ NCPના પ્રમુખ શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી MK સ્ટાલિન સાથે વાત કરી અને તેમને બેઠક માટે આમંત્રણ આપ્યું છે. જોકે બેઠક ક્યારે યોજાશે તે અંગે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

Share

No comments

leave a comment