Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટ10 વર્ષ પહેલા Sonu Nigam એ Jubin Nautiyal ને કર્યો હતો રિજેક્ટ…

10 વર્ષ પહેલા Sonu Nigam એ Jubin Nautiyal ને કર્યો હતો રિજેક્ટ…

jubin nautiyal
Share Now

મ્યૂઝિક એટલે શું ? મ્યૂઝિક વગર જીવનની કલ્પના કરવી પણ અઘરી છે કારણ કે, મ્યૂઝિક વગર જીવન એક શવ સમાન છે. સવારે ઉઠીએ ત્યારે મેડિટેશનનું મ્યૂઝિક, પૂજા-પાઠ કરતી સમયે ભક્તિનું મ્યૂઝિક, નાહવા જઈએ તો આપણે પોતે જ બાથરૂમ સિંગર બની જઈએ, ટ્રાફિક સિગ્નલ પર મસ્તીવાળુ મ્યૂઝિક, ડાન્સ કરવા માટે પાર્ટીવાળુ મ્યૂઝિક, દિલ તૂટે તો મ્યૂઝિક, દિલ કોઈને ચાહવા લાગે તો મ્યૂઝિક, સંગીત વગર જીવન ખરેખર અક્લપનિય છે.  “પહેલા નશા પહેલા ખુમાર નયા પ્યાર હે ન્યા ઈન્તઝાર” થી લઈને “અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના” જેવા ગીતો પ્રેમીપંખીડાઓને ખૂબ જ આકર્ષતા હોય છે. રોજીંદિ જિંદગી પર આધારિત ગીતો જેવા કે, “ઠંડે ઠંડે પાની સે નાહના ચાહીએ” થી લઈને “યે પબ્લિક હે યે સબ જાનતી હે પબ્લિક હે” જેવા ગીતો આપણને આપણી જિંદગી સાથે સાંકળીને રાખે છે. જિંદગીમાં એક નવી ઊર્જા ભરે છે. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીથી સંકળાયેલા એવા એક મધુર અવાજના ધની જુબિન નોટીયાલ (Jubin Nautiyal)ની આજે આપણે વાત કરીશું.

મ્યૂઝિક, ડાન્સ, લિરિક્સ, ફિલ્મ, સિંગર, એક્ટર્સ કોને નથી ગમતા? કોઈપણ યુગમાં આટલી વસ્તુઓના દિવાના તો સૌ કોઈ હોઈ જ છે. મોટાભાગના લોકોને ફિલ્મી ગીતો, સીંગર્સ અને બધા જ પ્રકારની ફિલ્મો ગમતી હોય છે. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી આપણાંમાંથી દરેકના કોઈને કોઈ મનપસંદ હિરો- હિરોઈન હશે જ.

Jubin Nautiyal

IMAGE CREDIT: GOOGLE

મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ સૌ કોઈના મનપસંદ સીંગર્સ હશે જ. ઘણા એવા સીંગર્સ હોય છે જે વર્ષો વર્ષ સુધી એવરગ્રીન જ રહે છે. તેમનો મધુર અવાજ કોઈ પણ જનરેશનના લોકોને એ સીંગર પ્રત્યે પ્રેમ થઈ જ જાય છે. જૂના સમયની વાત કરીએ તો મોહમ્મદ રફી, કિશોર કુમાર વગેરે. અર્લી 90s ની વાત કરીએ તો કુમાર સાનૂ, સોનૂ નિગમ, જાવેદ અલી, કે.કે, આતિફ અસલમ, ઉદિત નારાયણ, અભિજીત ભટ્ટાચાર્ય વગેરે…

નવી જનરેશનના નવા સિંગર્સ (Jubin Nautiyal) 

હાલના યુગની વાત કરીએ તો ચાર્ટબસ્ટરમાં જેમના ગીતો વધારે વાગે છે તથા સાંભળવામાં આવે છે તે છે, જૂબિન નૌટીયાલ (Jubin Nautiyal), ગુરુ રંધાવા, બાદશાહ, નેહા કક્કર, ટોની કક્કર, ધ્વનિ ભાનૂસાલી, અરીજીત સિંહ, અરમાન મલ્લિક, દર્શન રાવલ, દિલજીત દોસાંજ જેવા દિગ્ગજ સિંગર્સ જે આજકાલ મારા તમારા સૌના દિલમાં રાજ કરે છે. તેમના મધુર અવાજથી તેઓ સેંકડો લોકોના મનમાં રાજ કરે છે. તેમના અવાજથી તેમણે સૌ કોઈને પોતાની સાથે જકડી રાખ્યા છે.

આજના તમામ યુવાનો કે વૃદ્ધો કે મિડલ એજના લોકો હોય સૌ કોઈને જુબિન નૌટીયાલ Jubin Nautiyalનો અવાજ ખૂબ જ પસંદ પડી રહ્યો છે. જુબિન નૌટીયાલ હાલના ચાર્ટબસ્ટરમાં સૌથી ટોપ પર છે. ઘણીવાર ગીત એટલુ સારુ હોય કે ફિલ્મો આપમેળે જ સફળતા મેળવી લે છે. અને જ્યારે ફિલ્મો સરસ હોય છે તો તેના ગીતોમાં સહેજ પણ ભલીવાર હોતો નથી.

Jubin Nautiyal

IMAGE CREDIT: GOOGLE

ફિલ્મોની સ્ક્રિપ્ટ ગમે તેવી હોય જો એમાં જુબિનનું એક ગીત ગોઠવી દો એટલે ફિલ્મ આપમેળ જ ઉંચકાઈ જશે. એક સમય હતો જ્યારે કે.કે. અને ઉદિત નારાયણ, સોનૂ નિગમ ટોપ પર હતા ત્યારે તેમણે કોઈપણ ફિલ્મમાં પોતાના અવાજથી ચાર ચાંદ લગાવી દીધા હોય ત્યારે એ ફિલ્મને સક્સેસ મળી જ જાય. તેમના અવાજમાં એટલો જાદૂ છે જે સૌ કોઈને મોહી લે છે.

જૂબિન નૌટીયાલનો જન્મ દહેરાદૂન, ઉત્તરાખંડમાં 14 જૂને થયો હતો. જૂબિન નૌટીયાલનું ટી-સીરીઝ સાથેનું એક નવુ ગીત રિલિઝ થયુ છે. રિલિઝ થતાની સાથે જ ઘણુ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર પર કલાકમાં જ 276 વ્યૂઝ મળી ચૂક્યા છે. આ જાણકારી ટી સીરીઝે તેના ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ પર આપી છે. ગીતના લિરિક્સ છે “ખુશી જબ ભી તેરી મેં કમ દેખતા હું ફિર મેં કહાં અપને ગમ દેખતા હું.” ટીરીઝ (T-series)ના મ્યૂઝિક લેબલ દ્વારા તૈયાર થયેલા આ ગીતના રિક્સ એમ તુરાઝ (AM Turaz)એ લખ્યાં છે.

જેનો એક વીડિયો સોન્ગ બનાવવામાં પણ બનાવવામાં આવ્યો છે જેને નવજીત બતર (Navjit Buttar)એ ડાયરેક્ટ કર્યું છે જેમાં જૂબિન નૌટીયાલ (Jubin Nautiyal)અને ખુશાલી કુમાર(Khushali kumar) જોવા મળી રહ્યાં છે. મ્યૂઝિક રોચક કોહલી (Rochak Kohli) એ આપ્યું છે. આ ગીત 23 ઓગસ્ટના રોજ યુટ્યૂબ પર લોન્ચ કરવામાં આવ્યું હતુ. જે હાલ #10 ON TRENDING FOR MUSIC ટ્રેન્ડ કરી રહ્યું છે. યૂટ્યૂબમાં 52,745,761 લોકો આ ગીતને નીહાળી ચૂક્યાં છે અને તેનો આનંદ માણી ચૂક્યા છે. ગીતના લિરિક્સ ખૂબ જ સુંદર છે અને તેમાં પણ જૂબિનના અવાજે ચાર ચાંદ લગાવી દીધા છે. જ્યારે પણ મન થાય ફૂલ વોલ્યૂમમાં હેડફોન લગાવીને આ ગીત સાંભળો તમારો મૂડ સારો થઈ જશે. (You dont need the world, when you have your true love with you)

આ વીડિયોમાં જૂબિનની લવ સ્ટોરી દેખાડવામાં આવી છે જેમાં તે બસ-સ્ટોપ પર ચા ની ચૂસકી લેતા લેતા તેના પ્રેમિકાની રાહ જોઈ રહ્યો છે. અને પ્રેમિકાની એન્ટ્રીની સાથે જ બેકગ્રાઉન્ડમાં જૂબિનના અવાજથી ગીતની શરૂઆત થાય છે. આ વીડિયો સોન્ગમાં બાળપણની લવ સ્ટોરી (Bachpan ka pyarr) દેખાડવામાં આવી છે. અને તેની પ્રેમિકા બાળપણથી જ પ્રજ્ઞાચક્ષુ હોય છે. પહાડો અને ખુશનુમા વાતાવરણમાં શૂટ કરેલુ આ સોન્ગ અને ત્યાં પ્રાંગરેલી લવ સ્ટોરી ગીતને એક અલગ જ લૂક આપે છે. ગીત માટે લોકેશન એક દમ પરફેક્ટ જામે છે. આ વીડિયોમાં બાળપણથી જ જૂબિન રૂપિયા ભેગા કરતો હોય છે તેની પ્રેમિકાની આંખોના ઓપરેશન માટે અને આખરે તે મોટો થઈને તેનું ઓપરેશન કરાવવા માટે રૂપિયા તેની માતાને આપે છે અને ખુશાલી કુમાર તેનું ઓપરેશન કરાવીને પાછી આવે છે ત્યારે જૂબિનને મળે છે. તો એકવાર જરૂરથી જોજો આ વીડિયો…

Jubin Nautiyal

IMAGE CREDIT: GOOGLE

સફળતા ફક્ત એક જ દિવસમાં નથી મળી જતી તેના માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. ઘણીવાર ઘણા બધા પ્લેટફોર્મ પરથી રિજેક્શનની પીડાને સહન કરવી પડે છે. ઘણી બધી જગ્યાએથી નિષ્ફળતા મળે છે જેને સહન કરવી પડે છે. સખત પ્રયત્ન કરવા છતાં પણ સફળતા મળતી નથી.

Jubin Nautiyal

IMAGE CREDIT: GOOGLE

એવું જ કંઈક બન્યુ હતુ જૂબિન નૌટીયાલની સાથે. આજથી 10 વર્ષ પહેલા સોની ટીવી પર એક શો આવતો હતો જેનું નામ હતુ (એક્સ ફેક્ટર ઈન્ડિયા) X factor India. જેમાં સંજય લીલા ભણસાળી, સોનૂ નિગમ, શ્રેયા ઘોસાલની પેનલ સમક્ષ જૂબિને ‘તુજે ભુલા દિયા’ સોન્ગ રજૂ કર્યું હતુ. ઓડિયન્સને તેની પરફોર્મન્સ ઘણી ગમી હતી. શ્રેયા ઘોસાલે પણ જણાવ્યું કે તેનો અવાજ ખૂબ જ સારો છે અને તેમાં ઘણી મહેનત કરવી પડશે. સંજય લીલા ભણસાળીએ કહ્યું કે તે દરેક શબ્દને ફિલ કરીને ગાય છે. સોનૂ નિગમ, સજંય લીલા ભણસાળી અને શ્રેયા ઘોસાલે એકબીજા સાથે વાત કરી. સોનૂ નિગમે કહ્યું કે, ‘મેં સત્ય વચન કી ઘડી મેં કહુંગા મેરી તરફ સે ના હે…’ જૂબિને (Jubin Nautiyal)જણાવ્યું, કે ‘I can try harder I can try Harder યે મેરા બેસ્ટ પર્ફોમન્સ નહીં થા.’ શ્રેયા ઘોસાલે તેમને હા પાડી અને અને સંજય લીલા ભણસાળીએ ઓડિયન્સની સહમતીથી હા પાડી. ત્યારબાદ જૂબિનને એક્સ ફેક્ટરમાં એન્ટ્રી મળી ગઈ. તે સમયે જૂબિન ફક્ત 23 વર્ષનો હતો. જૂબિન ખૂબ જ નાની ઉંમરથી મ્યૂઝિક પ્રત્યે પાગલ હતો. મ્યૂઝિક તેનું પેશન છે અને તે માટે તે ઘણી મહેનત કરતો રહ્યો છે.

2011થી લઈને 2021 સુધીમાં જૂબિને (Jubin Nautiyal) સખત પરિશ્રમ કર્યો અને કંઈક કેટલાય ગીતો ગાયા છે અને બધા જ ગીતોમાં તેણે તેના ફેન્સને નારાઝ કર્યાં નથી. આજે પણ તેના મોટાભાગના ફેન્સ રાહ જોતા જ હોય છે કે તેનું નવુ સોન્ગ ક્યારે રિલિઝ થાય. જૂબિને ઘણા સરસ ગીતો ગાયા છે જેવા કે, “Ek Mulaqat”, “Meherbaani”, “Dil Ka Funda” “Tu Itni Khoobsurat Hai (Reloaded), “Zindagi Kuch Toh Bata”,”Bandeyaa”, “Kaabil Hoon”, “The Humma Song”, “Ik Vaari Aa”, “Socha Hai”, Lo Safar”, Bezuban Kab Se,”Pehle Pyaar Ka Pehla Gham”, “Lut Gaye”, “Wafa Na Raas Aayee”,Raataan Lambiyan વગેરે… આ બધા જ ગીતો ખૂબ લોકપ્રિય રહ્યાં છે અને ફેન્સે ખૂબ પ્રશંસા કરી છે. 

આ પણ વાંચોઃ- Thalaivi ફિલ્મમાં અરવિંદ ખોવાયો કંગનાની આંખોમા…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment