Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટએક્ટર સોનુ સુદની આ સાઇકલ સવારી ક્યાં ચાલી?

એક્ટર સોનુ સુદની આ સાઇકલ સવારી ક્યાં ચાલી?

Sonu sood
Share Now

કોરોનાની મહામારીએ દેશને મુશ્કેલીમાં મુકી દીધો છે, ત્યારે કોરોનાએ બીજી પણ ઘણી સમસ્યાઓ આપણી સામે લાવીને મુકી દીધી છે, ત્યારે કોરોના બાદ બ્લેક ફંગસ અને યલો ફંગસ જેવી બીમારી પણ સામે આવી રહી છે, દેશમાં લોકો આગલ આવીને એકબીજાની બને એટલી મદદ પણ કરી રહ્યાં છે. ત્યારે આપણે એક ચહેરાને કઇ રીતે ભુલી શકીએ છીએ, જે કોરોનાની મહામારી આવી ત્યારથી જ લાઇમલાઇટમાં છે. બોલિવુડનો રિઅલ હિરો સોનુ સુદ ( Sonu sood ), જે ફિલ્મોમાં તો વિલનની ભુમિકા અદા કરે છે પણ કોરોનાના કાળમાં તેણે લોકોની, શ્રમિકોની અને જેને જરુર હતી તેવા લોકોની મદદ કરીને પોતાને ( Sonu sood ) સાચો હિરો સાબિત કરી દીધો છે.

Sonu Sood

Image Courtsy : @SonuSood

સોનુ સુદની મદદના કારણે ફેન્સ સતત સોનુ સુદના ટ્વીટ પણ કરતા હોય છે, અને તેમા પણ સોનુ સુદને થેંક્સ કહેવા માટે ફેંન્સ ક્યાંથી ક્યાંથી ચાલતા આવતા હોય, પેઇન્ટિંગસ પણ બનાવીને તેમને રિસ્પેક્ટ આપતાં હોય છે. સોનુ સુદ પણ ફેન્સને થેંક્સ કહેવાનો અવસર જવા નથી દેતા. તે જે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે તેને લોકો રિસ્પેક્ટપુર્વક સ્વીકારે છે, ત્યારે સોનુ સુદે હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે.

સોનુ સુદે શરુ કર્યો ઇંડા અને બ્રેડનો બિઝનેસ?

 

સોશિયલ મીડિયા પર સોનુ સુદનો સાઇકલ ચલાવતો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયો જોઇને લાગી રહ્યું છે કે, સોનુ સુદે ઇંડા અને બ્રેડનો બિઝનેસ શરુ કર્યો હોય. પણ ના એવુ નથી, આ વીડિયોમાં સોનુ સુદ ફની લાગી રહ્યાં છે, જાણે તેમને સુપરમાર્કેટ સાઇકલ પર જ શરુ કરી દીધુ હોય તેમ સોનુ સુદ ઇંડા અને બ્રેડ વેચી રહ્યાં છે.

વીડિયોમાં સોનુ સુદ પ્રોડક્ટની ડિટેલ જણાવી રહ્યાં છે.

વીડિયોમાં સોનુ સુદ કહી રહ્યાં છે કે, “કોણે કહ્યું કે, મોલ બંધ છે, અહીં સુપરમાર્કેટ રેડી છે, મારી પાસે બધુ જ છે, ઇંડા જે હું 6 રૂપિયામાં વેચી રહ્યો છુ અને મોટી બ્રેડ જે 40 રૂપિયા છે. આ સાથે જ સોનુ સુદ કહે છે, કે હોમ ડિલીવરી માટે 10 ઇંડા સાથે એક બ્રેડ ફ્રી.” જેમા હેશટેગ  #supermarket #supportsmallbusiness। આપ્યા છે.

મેસેજ આપતો વીડિયો

સોનુ સુદ જે કામ કરે છે તેના પાછળ કોઇને કોઇ મેસેજ જરુર છુપાયેલો હોય છે, તેજ રીતે આ વીડિયોમાં સોનુ સુદ નાના બિઝનેસને સપોર્ટ કરવાનું કહી રહ્યાં છે. કોરોનાની મહામારીએ લોકોને નાના વેપારીઓ પાસે ખરીદી કરવામાં થોડોક ડર અનુભવી રહ્યાં છે, લોકોને મોલમાંથી ખરીદી કરવી સુરક્ષિત લાગતી હોય ચે, ત્યારે એક્ટરે સુંદર મેસેજ સાથે લોકોને આ વીડિયો શેર કર્યો છે.

સોનુ વીડિયોમાં બોલી રહ્યાં છે કે, હાલ, ડિલીવરીનો ટાઇમ થઇ ગયો છે, જેને જોઇએ એ આવીને લઇ જાઓ, ડિલીવરીનો પણ એકસ્ટ્રા ચાર્જ છે, બોસ, તો મળીએ હવે સોનુ સુદની સુપરમાર્કેટમાં…  

આ પણ વાંચો: બોલિવુડમાં કામ કરનારા દેશના ત્રણ સૌથી ચર્ચિત ફેશન ડિઝાઇનરને ED ની નોટીસ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment