(Sonu Sood) સોનુ સૂદને ત્યાં દરોડા પાડવા બાદ CBDT એ કહ્યુ છે કે, અભિનેતા સોનુ સૂદ અને તેના સહયોગીના ઘરે શોધખોળ બાદ ચોરીથી સંબંધિત આપત્તિજનક સબૂત મળ્યા છે. CBDT એ પણ કહ્યુ છે કે, અભિનેતા સોનુ સૂદે ખોટી સંસ્થા અને ગેરકાયદેસર લોનના રૂપમાં ઘણાં જ પૈસા જમા કરીને રાખ્યા છે.
વધુમાં જણાવતાં Central Board of Direct Taxes એ કહ્યુ કે, અભિનેતા સૂદની વિરુદ્ધ 20 કરોડથી પણ વધુ રૂપિયાની કર ચોરીનો મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. ઘર અને અન્ય જગ્યા પર શોધખોળમાં ટેક્સ ચોરી કરવાના સબૂત મળ્યા છે. આયકર વિભાગે લખનઉં સ્થિત ઔદ્યોગિક એકમમાં પર દરોડા પાડ્યા હતા. Central Board of Direct Taxesએ જણાવ્યા પ્રમાણે મુંબઈ,લખનઉં,કાનપુર,જયપુર,દિલ્હી, ગુરૂગ્રામ સહીત 28 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
બોલીવુડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ લગાવેલા આરોપ અનુસાર કોરોના મહામારીમાં પ્રભાવિત થયેલા લોકોની મદદ માટે સોનુ સૂદે એક ચેરિટી ફાઉંડેશન બનાવ્યું હતુ. જેમાં ગત વર્ષે જુલાઈ મહીનામાં કોરોનાની પહેલી લહેર દરમિયાન 18 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યુ હતુ. આ વર્ષના એપ્રિલ મહિના સુધી આ ભંડોળમાંથી 1.9 કરોડ રૂપિયા રાહત કાર્યમાં ખર્ચ કરવામાં આવ્યા હતા. બીજા બચેલા 17 કરોડ રૂપિયા નો નોન-પ્રોફિટ બેંકમાં બિનઉપયોગી રીતે પડ્યા છે.
આ પણ વાંચો : ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક માટે જિયો અને ITC કરશે સરકારની મદદ ?
સોનુ સૂદ (Sonu Sood) પર આયકર વિભાગની કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટી અને શિવસેનાએ આયકર વિભાગની નિંદા કરી છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, લાખો લોકોના મસીહા એવા સોનુ સૂદ જેવા સારા વ્યક્તિને રાજનૈતિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આથી ખબર પડે છે કે, વર્તમાન શાસન અસંવેદનશીલ અને રાજનૈતિક રૂપથી અસુરક્ષિત છે. જ્યારે શિવસેનાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીને સોનુ સૂદ સારા લાગતા હતા. હવે આજ સોનુ સૂદ પર તપાસ એજન્સીઓનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચોઃ- ચીનની અવળચંડાઈ, કરાવતું હતુ ડેટામાં ધાંધલી : વિશ્વ બેંકે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રીપોર્ટ બંધ કર્યા
સોનુ સૂદ પર અરવિંદ કેજરીવાલનું ટ્વિટ
(Sonu Sood) સોનુ સૂદને ત્યાં દરોડા પડવા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યુ હતું કે, સચ્ચાઈના રસ્તા પર લાખો મુશ્કેલીઓ આવે. સોનુ સૂદની સાથે ભારતના લાખો પરિવારોની દુવા છે. જેમને મુશ્કેલીના સમયમાં (Sonu Sood) સોનુ સૂદે સાથ આપ્યો હતો.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4