Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeએન્ટરટેઈન્મેન્ટસુર્યવંશીની ધમાકેદાર શરુઆત: એક્શન અને એન્ટરટેમેન્ટથી ભરપુર છે ફિલ્મ

સુર્યવંશીની ધમાકેદાર શરુઆત: એક્શન અને એન્ટરટેમેન્ટથી ભરપુર છે ફિલ્મ

Soorayvanshi
Share Now

નિર્માતા : હીરુ યષ જૌહર, અરુણા ભાટિયા, કરણ જૌહર, અપુર્વ મહેતા, રોહિત શેટ્ટી

નિર્દેશક:  રોહિત શેટ્ટી

કલાકાર: અક્ષય કુમાર, કૈટરીનૈ કૈફ, જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, જાવેદ જાફરી, અભિમન્યુ સિંહ, નિકિતિન ધીર,

સ્પેશ્ય રોલ: અજય દેવગન અને રણવીર સિંહ

Sooryavanshi

Image Courtsey: Sooryavanshi

દિવાળીના ધમાકા સ્વરુપે આવેલી અક્ષય કુમાર અને કેટરીના, અજય દેવગન તેમજ રણવીર સિંહ આ ફિલ્મ દર્શકોએકે ખુબ જ  ઇન્જોય કરી હતી. ડાયરેક્ટર રોહિત શેટ્ટી એ ફિલ્મ સુર્યવંશીને ડાયરેક્ટ કરી છે. જેમણે સિંઘમ અને સિમ્બા જેવી એન્ટરટેન્મેન્ટ અને મજેદાર ફિલ્મો બનાવી છે. ફિલ્મમાં એક્શન, રોમાંસ અને ડ્રામા અને રોમાંચથી ભરપુર હતી. ફિલ્મમાં કેટરિના કૈફ અને અક્ષય કુમાર સિવાય રણવીર સિંહ અને અજય દેવગન નો એક લાંબો કેમિયો પણ છે.                 

લોકડાઉન બાદ રિલીઝ થનારી આ ફિલ્મ મોટી ફિલ્મ

સિમ્બા જેવી ધમાકેદાર હતી, તેના કરતાં વધુ દર્શકોને આ ફિલ્મ જોવાની વધુ મજા આવી હતી, સવારના મોર્નિંગ શો માં ઓછી ભીડ જોવા મળી હતી, જે બાદ શો માં ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો.

દર્શકોને થિયેટરમાં ખેંચી લાવવા માટે સુર્યવંશમ રિલીઝ થઇ ચુકી છે, ત્યારે સુર્યવંશી એક મોટી ફિલ્મ છે, જે કોરોના અને લોકડાઉન બાદ રિલીઝ થનારી આ ફિલ્મ મોટી ફિલ્મ છે, સુર્યવંશીને મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બીજા ઘણા રાજ્યોમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો, એક મોટી સંખ્યામાં ઓડિયન્સ થિયેટરમાં ગયા હતા. અક્ષય કુમાર અને રણવીર સિંહ ફિલ્મમાં કૈમિયો કરતાં જોવા મળશે.

Akshay

Image Courtsey: Sooryavanshi

આંતરરાષ્ટ્રીય સ્તર પર 66 દેશોમાં 1300 સ્ક્રિન પર રીલીઝ થઇ હતી. આ દેશોમાં ઉત્તરી અમેરિકા, યુએઇ, જાપાન અને ચીન જેવા દેશો પણ સામેલ છે. આ એક રેકોર્ડ છે. સુર્યવંશી ભારતમાં 4 હજાર સ્ક્રિન પર રિલીઝ થઇ છે, જેના માટે મેકર્સે દેશને 3 મોટા મલ્ટીપ્લેક્સ-પીવીઆર આઇકોન્સ અને સિનેમા પોલીસ થી રિવેન્યુ શેયરિંગ ની ડીલ બાદ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.

જુઓ ટ્રેલર

આ પણ વાંચો:  જય ભીમ ફિલ્મ રિવ્યુ: સાઉથ સ્ટાર સુર્યાની પાવરફુલ ફિલ્મ

ફિલ્મના કલેક્શનની જો વાત કરીએ તો, પહેલાં જ અંદાજો લગાવી શકાય કે, 26-27  કરોડ રુપિયા કલેક્શન કરશે. બોક્સ ઓફિસ ઇન્ડિયા સુર્યવંશી એ પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ ક્લેક્શન 26 કરોડ કલેક્શન થયુ હતુ. ફિલ્મ એનાલિસ્ટ કોમલ નાહટાએ પણ કહ્યું કે, ફિલ્મ કરોડ રુપિયાથી વધુ બિઝનેસ કરશે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પણ સુર્યવંશી એ બોક્સ ઓફિસ કલેક્શન પર કહ્યું કે, આ એક બહેતરીન શરુઆત છે,મહારાષ્ટ્ર માં 50 %  ઓક્યુસપેંસી હાલ પણ લાગુ છે, જ્યાં ફિલ્મ બિઝનેસનો પણ મોટો ભાગ છે. આ રાજ્યમાં પણ 35-40 % બિઝનેસ થાય છે.

 

ફિલ્મની સ્ટોરી

સુર્યવંશી ફિલ્મની સ્ટોરી થોડી રિયાવિસ્ટિક છે, જેમાં 1993 માં મુંબઇમાં થયેલા બોમ્બે બ્લાસ્ટ સાથે જોડવામાં આવ્યો છે, આ દર્દનાક ઘટનામાં 1 હજાર આરડીએક્સ મુંબઇ લાવવામાં આવ્યુ હતુ, જેંમાંથી 400 કિલો આરડીએક્સ નો ઉપયોગ થયો હતો, 600 કિલો મુંબઇમાં જ છે જેના કારણે મુંબઇ પોલીસ માં ચિંતાનો ભાવ છે.

CONFIRMED: No Diwali release for Rohit Shetty-Akshay Kumar's 'Sooryavanshi'

ફિલ્મમાં વીર સુર્યવંશી એટલે કે, અક્ષય કુમારે આ વાત ની જાણકારી મળે છે કે, અચાનક તેના હાથમાં એવા સુત્રો મળે છે જે ફક્ત મુંબઇમાં ફરીથી કોઇ પ્લાન બનાવી રહ્યો છે. મુંબઇને બચાવવા માટે પોતાના પરિવારથી પણ ઉપર તે મુંબઇને રાખે છે.

જેના કારણે તે પોતાની પત્નીનો ગુસ્સો પણ સહન કરે છે. જેના કારણે પત્ની નારાજ થઇને અક્ષય કુમારને મુકીને પોતાના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં જતી રહે છે.

સુર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમારના  પરિવાર,ફર્જ,દેશપ્રેમ ,હિન્દુ મુસ્લિમ એકતાના જે તત્વો છે, તે ફિલ્મને અલગ બનાવે છે, ઇમોશંસ, એક્શન અને કોમેડી દ્વારા ફિલ્મમાં સારુ સંતુલન બને છે, જેમાં પુરા સમયે ફિલ્મ તમને પકડી રાખે છે.

 

આ ફિલ્મમાં ભારતના ભાગલા પણ પડ્યા છે, તેવુ પણ દર્શાવવામાં આવ્યુ છે, જો કસાબ થી આપણે નફરત કરીએ છીએ તો સાથે જ કલામને આપણે પ્રેમ પણ કરીએ છીએ. ફિલ્મમાં સુર્યવંશીએ મુંબઇને તો બચાવી લીધો, પણ ફિલ્મ ઇન્ડ્રિસ્ટ્રીને ફરીથી પટરી પર લાવવાની જવાબદારી તેની પર જ છે.રોહિત શેટ્ટીએ પોતાની ઘણી આદતો ખુબ જ અંડરલાઇન કરે છે. જેના દર્શક તેમને પ્રેમ કરે છે.

સુર્યવંશીને નામ ભુલવાની આદત છે, જેનો ઉપયોગ પુરી ફિલ્મમાં કરવામાં આવ્યો છે, તેમજ દર્શકોને હંસાવવનો પ્રયત્ન કર્યો છે, રિયાને મલેરિયા અને સીરિયા બોલતા સુર્યવંશી નજર આવે છે.    

ફિલ્મની સ્ક્રિપ્ટ યુનુસ સેજવાલે લખી છે, જેમાં બધા જ ફોર્મુલા ઉપયોગ કરવામાં આવ્યા છે, રોહિત શેટ્ટીની ફિલ્મોમાં નજર આવે છે. ફિલ્મનું બેક ગ્રાઉન્ મ્યુઝિક પણ જોરદાર છે.

 

આ પણ વાંચો: હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા ઇસ્માઇલભાઇ

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment