Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeએન્ટરટેઈન્મેન્ટટીજર આઉટ: સિંઘમ, સિમ્બા, સુર્યવંશી આ દિવાળીમાં કરશે ‘આઇ લા રે આઇલા…’

ટીજર આઉટ: સિંઘમ, સિમ્બા, સુર્યવંશી આ દિવાળીમાં કરશે ‘આઇ લા રે આઇલા…’

Simba
Share Now

રોહીત શેટ્ટી હવે ત્રણ સ્ટારને એકસાથે લઇને આવી રહ્યાં છે, પોતાની ધુમ-ધાડ ફિલ્મોના કારણે દર્શકોમાં પણ પોતાનું અલગ સ્થાન બનાવનારી રોહિત શેટ્ટીની ફિલ્મો ધમાકેદાર હોય છે, સિંઘમ હોય તે, સિમ્બા કે પછી સુર્યવંશી.

ફિલ્મમાં જોવા મળશે 3 સ્ટાર

ફિલ્મ સિમ્બા તો આપણે જોઇ જ ચુક્યાં છે, સુંદર ડાયરેક્શન, ધમાકેદાર સોન્ગ સાથે રણવીર સિંહ અને સારા અલી ખાનને ચમકાવતી આ ફિલ્મ પણ સુપર ડુપર હિટ સાબિત થયા બાદ, હવે રોહિત શેટ્ટી આ ફિલ્મનો આગળનો પાર્ટ લઇને આવી રહ્યાં છે, તમને યાદ હશે કે, સિમ્બા ફિલ્મના એન્ડીંગમાં અજય દેવગનની એન્ટ્રી થાય છે,જે બાદઅક્ષય કુમાર પણ થોડા સમય માટે બતાવવામાં આવે છે, જે જોઇને દર્શકો પણ સમજી ગયા હતા કે આગળની ફિલ્મમાં રણવીર સિંહ, અજય દેવગન અને અક્ષય કુમાર જોવા મળવાના છે.

Simba 01

Image Courtesy: @taran_adarsh

ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સુર્યવંશીનું ગીત આઇ લા રે આઇલા નું ટીઝર રીલીઝ થઇ ગયુ છે. ગીતમાં તમને સિંઘમ સ્ટાર અજય દેવગન, સિંબા સ્ટાર રણવીર સિંહ અને સુર્યવંશી જે હવે આવવાની છે, તેના સ્ટાર અક્ષય કુમાર જોવા મળી રહ્યાં છે. આઇલા રે આઇલા પુરા ગીતમાં ફેન્સ નો એક દિવસી રાહ જોવી પડશે, 21 ઓક્ટોબરે આ સોન્ગ રિલીઝ થવાનું છે.

આઇલા રે આઇલા ટીઝર આઉટ

મુવી ક્રિટિક તરન આર્દશે ટ્લીટ કરીને ફિલ્મ સુર્યવંશીના સોન્ગનું ટીઝર શેર કર્યું હતુ. 

આઇલા રે આઇલા ગીતમાં જે રીતનો જોશ દર્શાવવામાં આવ્યો છે, દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ગીતનું લિરિક્સ 21ઓક્ટોબરના રોજ આવશે, પણ આ ગીતના બે બોલ થોડી જુની યાદો પણ તાજા કરી રહ્યાં છે. સંજય દત્ત અને શિલ્પા શેટ્ટી પર ફિલ્માવવામાં આવેલુ સોન્ગ જંગ ફિલ્મનું છે, જેમાં આઇલા રે લડકી મસ્ત મસ્ત તુ આઇલા રે….

સુર્યવંશી ફિલ્મને મળ્યુ U/A સર્ટીફિકેટ

અજય દેવગન, સુર્યવંશી અને સિમ્બાની આ ફિલ્મને કોઇ કટ વગર  U/A સર્ટીફિકેટ મળ્યુ છે, ફિલ્મનું રન ટાઇમ 145 મિનિટ છે, 21 ઓક્ટોબરે ફિલ્મનું ફુલ સોન્ગ રિલીઝ થઇ રહ્યું છે.

ફિલ્મ સુર્યવંશીનું બીજુ સોન્ગ 24 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થવાનું છે, જે સોન્ગમાં કેટરીના કેફ અને અક્ષય કુમાર નજરે પડશે. ફેન્સને ખાસ કરીને આ બંનેની જોડી સ્ક્રિન પર ખુબ પસંદ આવે છે.

જુઓ વીડિયો

 

કોરોનાના કારણે ફિલ્મ પહેલાં જ રિલીઝ થતાં થતાં અટકી પડી હતી. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો ફિલ્મ દિવાળીના દિવસે 5 નવેમ્બરનાં રોજ રિલીઝ થવાની છે. અક્ષય કુમાર ફિલ્મમાં DCP વીર સુર્યવંશી અને કેટરિના અદિતી સુર્યવંશીનો રોલ નિભાવી રહ્યાં છે. વીર મુંબઇ  એન્ટી ટેરરિઝ્મ સ્કવોડ ચીફ છે.

જે પછી ઇસ્પેક્ટર ભાલેરાવ એટલે કે રણવીર સિંહને અને DCP બાઝીરાવ સિંઘમને જ્વોઇન કરે છે. તેનું મિશન મુંબઇમાં આતંકવાદી સમુહના એક હુમલાને રોકવાનું કામ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment