Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝOmicron Variantને લઈને લાગેલ પ્રતિબંધ પર સાઉથ આફ્રિકાનુ નિવેદન

Omicron Variantને લઈને લાગેલ પ્રતિબંધ પર સાઉથ આફ્રિકાનુ નિવેદન

Omicron-Variant
Share Now

જે દેશો કોરોના સંક્રમણના ઘટતા જોખમ પછી પ્રતિબંધો હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યાં માસ્ક પહેરવું પણ ફરજિયાત નહોતું, જ્યાં લોકો રસીના કારણે કોરોનાને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે દેશોમાં હવે ફરી પ્રતિબંધો લાદવાના શરૂ થયા છે. પહેલાની જેમ માસ્ક અને કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી બની ગયું છે. તેનું કારણ છે કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ. કોરોનાનો આ નવો વેરીએન્ટ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. ત્યારબાદ ઘણા દેશોએ પ્રતિબંધ કરવાનું શરૂ કર્યું છે.

આ દેશોએ નિયંત્રણો લાગુ કર્યા 

અમેરિકા, કેનેડા, બ્રિટન અને જાપાન સહિતના ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે ઇઝરાયેલ વિદેશથી આવનારાઓ પર 14 દિવસ માટે પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે, જેનો અર્થ છે કે તેઓ વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાના છ દેશો સહિત સાત દેશો પર પ્રવાસ પ્રતિબંધ લાદયો છે, જ્યારે બ્રિટને દક્ષિણ આફ્રિકા અંગે પ્રવાસ પ્રતિબંધ લાગુ કરવાની સાથે દેશમાં કોવિડ પ્રોટોકોલનું કડકપણે પાલન કરવાના આદેશો જારી કર્યા છે.

આ પણ વાંચો:નવા વેરિએન્ટની એન્ટ્રી! દક્ષિણ આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના પોઝિટિવ

જ્યાં સુધી ભારતની વાત છે, હજુ સુધી કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી, પરંતુ કેન્દ્ર સરકારે રાજ્યોને દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગથી આવતા પ્રવાસીઓ અંગે ખૂબ જ સાવધ રહેવાના આદેશો જારી કર્યા છે.  15 ડિસેમ્બરથી, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, કોરોનાના આ નવા વેરીએન્ટથી સરકારના આ નિર્ણય પર અસર પડી શકે છે. વિશ્વના ઘણા દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને લઈને દક્ષિણ આફ્રિકાનું નિવેદન પણ સામે આવ્યું છે.

કોરોનાનો નવો વેરીએન્ટ બદલ મળી રહી છે સજા

દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર વિભાગે ટ્વિટ કર્યું છે કે દક્ષિણ આફ્રિકા પર લગાવેલ ટ્રાવેલ પ્રતિબંધ તેના એડવાન્સ જીનોમ સિક્વન્સિંગ અને નવા પ્રકારોને ઓળખવાની ક્ષમતા માટે સજા છે. એ પણ લખ્યું કે એકસીલેન્સ સાયન્સની પ્રશંસા થવી જોઈએ સજા નહીં.

ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઘાતક 

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ઘણા દેશો વતી મુસાફરી પ્રતિબંધો લાદવા વિશે કહ્યું છે કે દેશોએ આ અંગે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જરૂર છે. વૈજ્ઞાનિકોની ટીમ આ વેરિઅન્ટ અંગે સંશોધનમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે ઓમિક્રોન વેરિઅન્ટની જાણકારી સામે આવ્યા બાદ એક્સપર્ટ્સનું કહેવું છે કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતા અનેકગણું ઘાતક છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment