Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeસ્પોર્ટ્સઆફ્રિકાની શાનદાર જીત, કેશવે લીધી હેટ-ટ્રીક

આફ્રિકાની શાનદાર જીત, કેશવે લીધી હેટ-ટ્રીક

South Africa
Share Now

સાઉથ આફ્રિકા (South Africa )અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ રમાય હતી. સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં શાનદાર દેખાવ બાદ જીત મેળવી હતી. બીજી ટેસ્ટમાં પણ આફ્રિકા પોતનો દેખાવ યથાવત રાખે છે અને વેસ્ટ ઇન્ડિઝને 158 રને હરાવે છે. અને આફ્રિકા 2-0થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરે છે. આ સાથે આફ્રિકા વિદેશી ભૂમિ પર ચાર વર્ષ બાદ જીત મેળવી છે. મેચમાં દરેક આફ્રિકાના ખેલાડીએ સારો દેખાવ કર્યો હતો. આ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કરે છે. આફ્રિકા પ્રથમ ઇનિંગમાં 298 રન બનાવીને ઓલ આઉટ થાય છે. આફ્રિકા તરફથી કેપ્ટન ડી કોક 96 રન બનાવે છે. અને તેનો સાથ ડેન એલ્ગર આપે છે. ડેન એલ્ગર 77 રનની પારી રમેં છે. વેન્ડીઝ તરફથી રોચ અને માયર્સ 3-3 વિકેટ ઝડપે છે.કેપ્ટન ડી કોકને શાનદાર દેખાવ બદલ મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી.

વેસ્ટ ઇન્ડિઝ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 149 રન જ બનાવી શકે છે. વેન્ડીઝ તરફથી બ્લેકવૂડ 49 રન બનાવે છે. પણ તેનો સાથ કોઈ પણ બેટ્સમેન આપી શકતો નહતો. બાકીના બધા બેટ્સમેનો સસ્તામાં જ આઉટ થઇ જાય છે. આફ્રિકા તરફથી મુલડેર 3 વિકેટ ઝડપે છે, જયારે રબાડા , નેગડી અને મહારાજ 2-2 વિકેટ મેળવે છે. આ સાથે આફ્રિકા 149 રનની લીડ સાથે બેટિંગ કરવા ઉતરે છે. જેમાં બીજી ઇનિંગમાં આફ્રિકા પણ સંઘર્ષ કરી રહી હતી. ડુસ્સેન એકલા હાથે ટીમને સારા સ્કોર સુધી પહોંચ્યડ્યો હતો. તેણે 75 રનની મહત્વની ઇનિંગ રમી હતી. અને અંતમાં રબાડાએ પણ 40 રન ફટકાર્યા હતા. તેથી આફ્રિકા 174 રન સુધી પહોંચ્યું હતું. વેન્ડીઝ તરફથી સૌથી વધુ ચાર વિકેટ રોચ લીધી હતી.

વેન્ડીઝને 323 રનનો ટાર્ગેટ 

આ સાથે આફ્રિકાએ વેન્ડીઝને 323 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને કરવામાં વેન્ડીઝ નિષ્ફળ રહી હતી. વેન્ડીઝ ફરી ઓછા રને ઓલ આઉટ થઇ ગઈ હતી. આ વખતે વેન્ડીઝ માત્ર 165 રન બનાવી શકી હતી. વેન્ડીઝ તરફથી પોવેલએ 51 રન બનાવ્યા હતા. તે બાદ મેયેર્સ અને બ્લેકવૂડ વચ્ચે સારી પાર્ટનરશીપ થઇ રહી હતી પણ તે લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહી હતી. આફ્રિકા તરફથી કેશવ મહારાજે 5 વિકેટ લીધી હતી. જયારે રબાડાએ ત્રણ વિકેટ ઝડપી હતી.

કેશવ મહારાજની હેટ-ટ્રીક

આ મેચમાં કેશવ મહારાજએ પાંચ વિકેટ ઝડપીને આફ્રિકાની (South Africa )જીત નિશ્ચિત કરી હતી. આ સાથે કેશવે મેચમાં પોતાની પ્રથમ હેટ-ટ્રીક લીધી હતી. કેશવે પોવેલ, હોલ્ડર અને સિલ્વાની વિકેટ ઝડપી હતી. ત્યારે વેન્ડીઝનો સ્કોર માત્ર 107 રન જ હતો. આ સાથે આફ્રિકાએ સારો દેખાવ કર્યો હતો.આફ્રિકા ઘણા ટાઈમથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યું હતું. તેણે ત્રણેય ફોરમેન્ટમાં હવે સારો દેખાવ કર્યો છે.આ જીત સાથે હવે તેમનામાં આત્મવિશ્વાશ વધારો થયો હશે. અને હવે T-20 વર્લ્ડ કપની તયારી શરૂ કરી દેશે. વિન્ડિઝ સામે 5 T-20 મેચની સિરીઝ રમવાની છે.આફ્રિકા આ સિરીઝમાં પણ જીતવા માટે ફેવરિટ માનવામાં આવે છે. પરંતુ T-20માં વેન્ડીઝને હરાવવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.

આફ્રિકાનો વેન્ડીઝ પ્રવાસ

1ST T-20 – 26 જૂન

2ND T-20 – 27 જૂન

3RD T-20 – 29 જૂન

4TH T-20- 01 જુલાઈ

5TH T-20- 03 જુલાઈ

આ પણ વાંચો:ટોક્યો ઓલમ્પિકમાં 10 હજાર પ્રેક્ષકોને મંજૂરી ?

No comments

leave a comment