Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટસાઉથ સ્ટાર અલ્લુ અર્જુને શેર કર્યો ઇમોશનલ વીડિયો

સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને શેર કર્યો ઇમોશનલ વીડિયો

Allu Arjun Meeting His Kids
Share Now

ભારત(India)માં કોરોનાના(Corona Virus) નો કહેર ચાલુ જ છે, ત્યાં તો કોરોનાની બીજી (Second Wave of Coronavirus)  લહેરે દેશમાં હાહાકાર પણ મચાવી દીધો છે. બીજી લહેરમાં બાળકોને કોરોનાએ ચપેટમાં લેવાનું શરુ કર્યું છે, જે બાળકો માટે ખતરનાક છે, અને ડૉક્ટરો માટે એક પડકાર છે, જન્મેલા બાળકોમાં પણ હવે કોરોનાનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે મનરંજન જગત પણ આનાથી બાકાત રહ્યું નથી. બોલિવુડ હોય કે હોલિવુડ કે પછી ટેલીવુડ કોરોનાએ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીના જાણીતા કલાકારોનો પણ જીવ લઇ લીધો છે, વર્ષ 2020-21 માં ઘણા સ્ટાર્સ આપણે ગુમાવી દીધા છે. આ બધા સમાચાર વચ્ચે સાઉથ(South) ફિલ્મ ઇન્ડર્સ્ટ્રીના સ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjun)પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા.  અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર કહ્યું કે તેને કોરોના છે, ત્યારે ફેન્સ ચોંકી ગયા હતા. પણ હવે બીજા એક ટ્વીટે અર્જુન કપુરના ફેન્સને ખુસખબરી આપી છે.

તેલુગુ સિનેમા(Telugu Cinema)ના સુપર સ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjun) પોતાના ફેન્સને એક ખુશખબર આપી છે, સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને ફેન્સને માહિતી આપી છે, કે કોરોનાને તેમણે હરાવી દીધો છે. તેમની કોવિડ (Covid) રિપોર્ટ પણ નેગેટીવ આવી ગઇ છે. અલ્લુ અર્જુનનું નામ એવા સુપસ્ટારની ગણતરીમાં થાય છે, જેની મોસ્ટલી ફિલ્મ હિટ ગઇ હોય. ફેન્સ અલ્લુ અર્જુન પાછળ એટલા મગ્ન છે કે, ફેન્સને અર્જુનનો દરેક અંદાજ, દરેક લુક પસંદ આવે છે.

અર્જુન કપુરે સોશિયલ મીડિયામાં કોવિડ નેગેટીવની માહિતી કરી હતી શેર

 

અલ્લુ અર્જુને એક ટ્વીટ દ્વારા લોકોને અને તેમના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો

“બધાને નમસ્કાર, 15 દિવસ બાદ હવે મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે, હુ મારા બધા શુભચિંતકો અને ફેન્સનો આભાર વ્યક્ત કરવા માંગુ છુ, જેમની પ્રાર્થનાઓ અને દુઆઓથી હું અત્યારે મારી ફેમીલી સાથે છુ. મને આશા છે કે આપણે આ લોકડાઉનથી કોરોનાના વધી રહેલા કેસો પર લગામ લગાવી શકીશુ, ઘર પર રહો, સુરક્ષિત રહો તમારા બધા પ્રેમ માટે ધન્યવાદ.”

સોશિયલ મીડિયામાં અલ્લુ અર્જુને એક વીડિયો શેર કર્યો છે, જે ખુબ ઇમોશનલ છે, ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. 15 દિવસ ક્વોરન્ટાઇન રહ્યાં બાદ અલ્લુ અર્જુને પોતાના બે બાળકોને ખુબ મિસ કર્યા હતા, જેથી વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલાં તે બાળકોને હગ કરે ચે અને પછી જમીન પર પડી જાય છે, બાળકો પણ પોતાના પિતાને જોઇને હગ કરવા માટે દોડે છે, આ વિડીયો ઇમોશનલ છે, તેમજ અલ્લુ અર્જુન પણ પોતાના બાળકો સાથે રમવા લાગે છે. ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. અલ્લુ અર્જુનને બે બાળકો છે, અયાન(Ayaan) અને આરહા(Arha).

આ પણ વાંચો: ટીવીના રામ બન્યા કોરોના દર્દીઓના મસીહા

વર્ક ફ્રન્ટ

અલ્લુ અર્જુનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ફિલ્મ પુષ્પા (Pushpa)માં જોવા મળશે. ફિલ્મના પોસ્ટર શેર કરવામાં આવ્યા છે, પણ શુટીંગ હજુ ચાલી રહી છે. પણ કોરોનાના કારણે મેકર્સ ફિલ્મની શુટીંગ માટે અસુવિધાઓનો સામનો કરી રહ્યાં છે. ફેન્સ તેમની ફિલ્મોની રિલીઝની રાહ જોતા હોય છે.

આજ રીતના એન્ટ્રટેન્મેન્ટ ન્યુઝ, બ્રેકિંગ અને હેલ્થ સાથે જોડાયેલા સમાચાર માટે અપડેટ રહેવા સતત જોડાયેલા રહો અમારી સાથે  OTTindia પર

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

 

No comments

leave a comment