Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝસાઉથ સુપરસ્ટાર રજ્નીકાંતના રાજકારણને ‘રામ-રામ’, પાર્ટીનો કર્યો ભંગ

સાઉથ સુપરસ્ટાર રજ્નીકાંતના રાજકારણને ‘રામ-રામ’, પાર્ટીનો કર્યો ભંગ

Rajinikanth Politics
Share Now

ચેન્નઈ: સાઉથ સુપરસ્ટાર રજ્નીકાંતે પોતાની રાજનીતિક કેરિયરને (Rajinikanth Politics) લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં હવે તેમને રાજનીતિમાં આગળ નહીં વધવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ રજ્નીકાંતે પોતાની રાજકીય પાર્ટી “રજની મક્કલ મંદ્રમ”ને ભંગ કરી દીધી છે.

રજ્નીકાંતે પાર્ટીના પદાધિકારીઓને કહ્યું કે, ભવિષ્યમાં તેમની રાજનીતિમાં (Rajinikanth Politics) ક્યારેય પરત ના ફરવાની યોજના છે. આ નિર્ણય તેમણે પાર્ટીમાં તમામ લોકો સાથે ચર્ચા બાદ લીધો છે. રજ્નીકાંતનું નવું સંગઠન હવે “રજની ફેન ક્લબ એસોસિએશન”ના નામથી લોકસેવાનું કામ કરશે.

ડિસેમ્બરમાં રાજનીતિમાં ના આવવાનો કર્યો નિર્ણય

રજ્નીકાંતના રાજનીતિમાં (Rajinikanth Politics) આવવાની અટકળો ગત વર્ષે જ ઘણી તેજ થઈ ગઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ રાજનીતિમાં એન્ટ્રી લઈ લેશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા ડિસેમ્બર-2020માં રજ્નીકાંતે કહ્યું હતું ક, તેઓ જાન્યુઆરી-2021માં પોતાની પાર્ટી લૉન્ચ કરશે. જો કે પાછળથી જાન્યુઆરીમાં તેમણે ફેન્સને અપીલ કરી હતી કે, તેઓ તેમને રાજનીતિમાં ફરીથી આવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો આગ્રહ ના કરે. રજ્નીકાંતે સ્વાસ્થ્ય કારણોસર ચૂંટણીના મેદાનમાં નહીં ઉતરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો:  કોરોના રિકવરી રેટમાં ભારત વિશ્વમાં નંબર વન, અમેરિકાને પાછળ છોડ્યું

તમિલમાં ચિઠ્ઠી લખીને ફેન્સની માફી માંગી

તેમણે તમિલમાં લખેલી એક ચિઠ્ઠી જાહેર કરીને કહ્યું હતું કે, તેઓ ચૂંટણીમાં ઉતર્યા વિના લોકોની સેવા કરશે. તેઓ પોતાના ખરાબ સ્વાસ્થ્ય છતાં રાજનીતિમાં (Rajinikanth Politics) આવવાનું એલાન કરીને કોઈ બહાદૂરી બતાવવા નથી માંગતા. પોતાના આ નિર્ણયથી ફેન્સને ચોક્કસ નિરાશા થશે, પરંતુ મને માફ કરી દેજો.

અગાઉ એવા સમાચારો સામે આવ્યા હતા કે, રજ્નીકાંત એક વખત ફરીથી રાજનીતિમાં (Rajinikanth Politics) આવવા અંગે વિચાર કરી રહ્યાં છે. જો કે રજ્નીકાંતે આજે પોતાના સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ રાજનીતિમાં નહીં આવવાની જાહેરાત કરી છે. 70 વર્ષીય સાઉથ સુપર સ્ટારે કહ્યું કે, મારી ભવિષ્યમાં રાજનીતિમાં આવવાની કોઈ યોજના નથી.

એવામાં રજ્ની મક્કલ મંદરમને રજ્નીકાંત ફેન્સ વેલફેર ફોરમ તરીકે “રજ્નીકાંત રાસીગર નરપાની મંદરમ” નામથી બદલવામાં આવશે. આ બેઠક પહેલા રજ્નીકાંતે પત્રકારોને કહ્યું હતું કે, આ ફોરમમાં તેમના રાજનીતિમાં આવવા સહિત અન્ય બાબતો પર ચર્ચા થશે. આ નિવેદન બાદ જ રજ્નીકાંતના રાજનીતિમાં આવવાની અટકળો ફરીથી થવા લાગી હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment