નવી દિલ્હી : ભારત સરકાર સોનાના રોકાણને સરળ અને ટેક્સ ફ્રી બનાવવા માટે ડિજિટલ ગોલ્ડની સ્કીમ લઈને આવી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ(Sovereign Gold Bond Scheme)માં સરકાર ડિજિટલી ગોલ્ડ વેચે છે.
Sovereign Gold Bond Scheme
સરકારે આ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમના 2021-22ના પાંચમા ચરણની જાહેરાત કરી છે. શુક્રવારે મોડી સાંજે નાણામંત્રાલયે આ અંગે આધિકારીક જાહેરાત કરી છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ(Sovereign Gold Bond Scheme)નો પાંચમો તબક્કો 9મી ઓગષ્ટના રોજ ખુલશે. નાણાંકીય વર્ષ 2021-22નો પાંચમો હપ્તો 9 ઓગસ્ટના રોજ રોકાણ માટે ખુલશે. નાણા મંત્રાલયે કહ્યું કે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાનો આ હપ્તો 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. રોકાણકારોને 17 ઓગસ્ટ, 2021 ના રોજ ગોલ્ડ બોન્ડ આપવામાં આવશે.
PC : basunivesh
શું ભાવે આપશે સોનું ?
આ યોજનાના પાંચમા હપ્તા માટે નિશ્ચિત કિંમત ચોથા હપ્તા કરતા ઓછી છે. આ ઇશ્યૂમાં રોકાણ માટે એક યુનિટનું મૂલ્ય 4,790 રૂપિયા હશે. એક એકમ એક ગ્રામ સોના બરાબર છે એટલેકે ઇશ્યૂના સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ હશે, તેમ નાણાં મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો : બેઝોસ નથી દુનિયાના સૌથી ધનિક, 72 વર્ષીય આ વ્યક્તિએ જેફને પાછળ ધકેલ્યા
ડિસ્કાઉન્ટ કેટલું ?
સરકારે રિઝર્વ બેન્ક સાથે પરામર્શ કરીને ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ રીતે ચૂકવણી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનું પણ નક્કી કર્યું છે. આવા રોકાણકારો માટે ઇશ્યૂ પ્રાઇસ 4,740 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. શ્રેણી ચાર માટે ઇશ્યૂ કિંમત રૂપિયા 4,807 પ્રતિ ગ્રામ હતી. આ ચરણ 12 જુલાઈએ ખુલ્યું અને 16 જુલાઈએ બંધ થયું હતું.
શું ખાસ છે સોવરિન ગોલ્ડમાં ?
ગોલ્ડ બોન્ડની કિંમત બજારમાં સોનાની હાજર કિંમત સાથે જોડાયેલી છે. તે રોકાણ પર વ્યાજના રૂપમાં વધારાનું વળતર આપે છે. દેશના નાગરિકો, હિન્દુ અવિભાજિત ફેમિલી ટ્રસ્ટ(HUF), યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના(Sovereign Gold Bond Scheme) એવા રોકાણકારો માટે સારી છે જે ફિજિકલ સોનામાં રોકાણ કરવા માંગતા નથી અને તેને સાચવવાનું ભારણ માથે લેવા માંગતા નથી.
આ સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના પાછળનો એક હેતુ એ પણ છે કે સરકાર પોતાનું આયાત બિલ ઘટાડવા માંગે છે. ભારતમાં દર વર્ષે લાખો ટન સોનાની આયાત થાય છે. સોનાના કોમર્શિયલ ઉપયોગ સિવાય તહેવારોમાં ખરીદી કરવા, લગ્નપ્રસંગમાં ભેટ આપવા અને ઘરેણાં બનાવવા કે પછી સૌથી મોટું, સુરક્ષિત રોકાણ માટે થાય છે. ભારતમાં બેંકમાં એફડી કરવા સિવાયનો સૌથી ઉત્તમ અને પરંપરાગત રોકાણનો સ્ત્રોત સોનામાં ઈન્વેસ્ટમેન્ટને માનવામાં આવે છે.
આ પણ વાંચો : નોકરીની ચિંતા છોડી માત્ર 70,000થી શરૂ કરો આ બિઝનેસ, 25 વર્ષ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે?
Sovereign Gold Bond Schemeનો હેતુ અને ફાયદાઓ
વિદેશમાંથી સોનાની આયાત થતા દેશનું આઉટગોઈંગ બિલ એટલેકે ભારતીય ચલણમાં ચૂકવાતું બિલ વધે છે. સરકારે આ સમસ્યા સમજીને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ બહાર પાડી હતી,જેમાં સોનાના રોકાણને ડિજિટલી કરવા, સોનાની ફિજિકલ માંગ અને સાચવણી ખર્ચ ઘટાડવા અને દેશનું આયાત બિલ ઘટાડીને રૂપિયાના ઘસારાને અટકાવવાનો Sovereign Gold Bond Schemeનો મુખ્ય હેતુ હતો.
રસપ્રદ વાત એ છે કે સોનાના રોકાણ પર તમને સોનાના ફિજિકલ ભાવમાં થતા ફેરફારનો ફાયદો તો મળશે પરંતુ, સરકાર વાર્ષિક 2.5 નિશ્ચિત વ્યાજ તમને તમારા સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડ પર આપશે. આ બોન્ડ રોકાણ અને તેની આવક પણ ટેક્સ ફ્રી કરીને સરકાર સોનાના ડિજિટલ રોકાણને પ્રોત્સહન આપે છે.
ખરીદ-વેચાણ શક્ય ?
જો એકાએક આકસ્મિક કારણોસર તમને આ રોકાણની રોકડી કરવી હોય એટલેકે તમારે આ બોન્ડ વેચીને પૈસા લેવા હોય તો પણ તેનો વિકલ્પ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડનું રોકાણ પેપર ફોર્મ અને ડિમેટ ફોર્મમાં થઈ શકે છે એટલેકે તમે તેને શેરની જેમ પણ ડિમેટ ખાતામાં ખરીદી શકો છો અને જરૂર પડે સ્ટોક એક્સચેન્જ પર વેચી પણ શકો છો.
આ સિવાય લોનની સામે તમે આ(Sovereign Gold Bond Scheme) રોકાણને મોરગેજ એટલેકે જામીનગીરી પેટે આપી પણ શકો છો. 8 વર્ષના લોકઈન સમયમાં 5 વર્ષ બાદ Exitનો ઓપ્શન પણ ખુલ્લો હોય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં મહત્તમ 500 ગ્રામ સુધી સોનું ખરીદી શકાય છે.
આ પણ વાંચો : બિલ ગેટ્સ અને મેલિંડા ફ્રેંચના 27 વર્ષના લગ્નજીવનના અંત બાદ સંપત્તિની વહેંચણી કેમની થશે?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4