Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝશું હવે વેક્સીન લેવાથી ડિસ્કાઉન્ટ મળશે ?

શું હવે વેક્સીન લેવાથી ડિસ્કાઉન્ટ મળશે ?

GETTING DISCOUNT AFTER GET VACCINEATED
Share Now

વેક્સીન લેનાર વ્યક્તિ જો ભુજના વેપારીઓના ગ્રાહક બને તો તેને મળી રહ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ…દેશમાં વેકસીનેશન મહાઅભિયાન ચાલી રહ્યું છે. લોકોમાં જાગૃતિ આવે અને વેક્સિન તે માટે ભુજના કેટલાક વેપારીઓએ નવતર પહેલ કરી છે. ભુજના પાંજરાપોળ બજારના વેઓરીઓ દ્વારા ખાસ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે ગ્રાહકોએ વેકસીનના બન્ને ડોઝ લીધા હોય તેવા લોકોને ખાસ ડિસ્કાઉન્ટ મળશે. રાજ્યમાં રસીકરણ (Corona Vaccination) માટે લોકો જાગૃત બને અને સરકારના પ્રયાસોને બળ મળે તેવા અનેક ઉદ્દેશો સાથે ભુજ (Bhuj)ના વેપારી એસોસિએશને અનોખી પહેલ સાથે યોજના બહાર પાડી.

વેક્સીન લીધી તો મળશે ખાસ ડિસ્કાઉન્ટ

DISCOUNTS AFTER VACCINATIONપાંજરાપોળ બજાર એસોસિએશન દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે, વેકસીનેશન મહાઅભિયાનને વેગ મળે તે માટે વેપારીઓ દ્વારા આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જે લોકોએ વેકસીનના બન્ને ડોઝ લીધા હશે તેવા લોકોને સમ્માનિત કરવા માટે ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. જે ગ્રાહકો વેકસીનના બન્ને દોડ લઇ લીધા હોવાનું સર્ટીફીકેટ બતાવે તેવા ગ્રાહકોને 10 થી 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેમાં તમે જો વેક્સિન (Corona Vaccine)ના બે ડોઝ લીધા છે તો ભુજના આ બજારમાં તમને ભારે ડિસ્કાઉન્ટ અને ગીફ્ટ મળશે. વેપારમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ વેપારીઓ ગ્રાહકોની રાહમાં છે.
વડાપ્રધાન નરેન્દ્રમોદીના રશીકરણ મહાઅભિયાનને પ્રોત્સાહન આપવા માટે પાંજરાપોળ વેપારીઓ દ્વારા વેકસીનના બંને ડોઝ પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર લાગુ કરવામાં આવી છે. જો દરેક લોકો વેક્સીન લઇ લેશે તો કચ્છ જીલ્લો તો કોરોના મુક્ત બનશે જ સાથે સાથે લોકડાઉન જેવી પરિસ્થિતિથી વારંવાર પસાર નહિ થવું પડે.

આ પણ જુઓ : ગોવા ફલાઈટનું ભવ્ય સ્વાગત

મોટું ડિસ્કાઉન્ટ વેક્સીન લેનારને

ત્યારે વેપારીઓએ સરકારના રસીકરણ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા સાથે પોતાના વેપાર ધંધાને નવી દિશા આપવા કંઈક નવી જ પહેલ કરી છે. જેમાં વેક્સિનના બે ડોઝ લેનારને ખરીદી પર ભારે ડીસ્કાઉન્ટ આપવાનું નક્કી કરાયુ છે. ભુજ વાણીયાવાડમાં પાંજરાપોળ શેરીના વેપારીઓએ આ અંગે એક નિર્ણય કર્યો છે. જેમાં જો કોઈ ગ્રાહક વેક્સિનના બે ડોઝ લેવા અંગેના પુરાવા લઈને આવશે તો કપડાથી લઈ જીવનજરૂરી જે વસ્તુઓની આ શેરીમાં દુકાનો આવેલી છે. તે મોટુ ડિસ્કાઉન્ટ આપશે કાપડ, સ્ટેશનરી અને ઘરવખરી સહિતની અનેક દુકાનો આ બજારમાં આવેલી છે.પાંજરાપોળ શેરીના વેપારીઓએ લીધેલા આ નિર્ણયનો અમલ ભુજના અન્ય વેપારીઓ પણ કરવા માટે પ્રેરાયા છે, જેથી રસીકરણ માટે લોકો આગળ આવે સાથે-સાથે ગ્રાહકો પણ આવે અને ખરીદીની સ્કીમથી બજાર તરફ ફરી આકર્ષાય તો વડી વેક્સિનથી જે રીતે વેપારીઓ સુરક્ષિત બન્યા છે તે રીતે ગ્રાહકો પણ બને તે ઉદ્દેશ છે.

જુઓ વિડીયો : વેક્સિન બાદ કેટલું ડિસ્કાઉન્ટ મળશે


 

કચ્છને કોરોનામુક્ત કરવા વેપારીઓની પહેલ

કચ્છ જિલ્લામાં વેક્સીનેશન કામગીરીની જો વાત કરવામાં આવે…તો, પહેલો ડોઝ લેનાર લોકોની સંખ્યા 6 લાખ 38 હજાર અને બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 1 લાખ 78 હજાર છે. તો આ સાથે જ કચ્છ જિલ્લામાં 45 ટકા જેટલી વેકસીન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને હજુ બાકી રહેલ વેક્સીનેશનમાં ઝડપ આવે તે માટે વેપારીઓ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાને કોરોના મુક્ત કરવા વેપારીઓ દ્વારા જે પહેલ કરવામાં આવી છે તેવી જ કોઈ પહેલ કરવા અન્ય વેપારીઓ પણ આગળ આવે તો મોટા પ્રમાણમાં લોકો વેકસીનનું મહત્વ સમજી વેકસીન માટે આગળ આવે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment