Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeનેચર & વાઈલ્ડ લાઈફરણ સરોવર નું નિર્માણ થાય તો કચ્છમાં થઈ શકે છે “હરિયાળી ક્રાંતિનું સર્જન” જાણો કેવી રીતે?

રણ સરોવર નું નિર્માણ થાય તો કચ્છમાં થઈ શકે છે “હરિયાળી ક્રાંતિનું સર્જન” જાણો કેવી રીતે?

Rann Sarovar Project
Share Now

કચ્છમાં થઈ શકે છે “હરિયાળી ક્રાંતિ”

કચ્છનું નાનું રણ કુદરત તરફ થી મળેલ કચ્છ જીલ્લાને અમુલ્ય ભેટ છે. આ સમગ્ર પ્રદેશ એક બંજર વેરાન અને ઉજજળ વિસ્તાર છે. આ કચ્છના નાના રણમાં દર વર્ષ ચોમાસા ના ૪ મહિના દરમ્યાન ૧૧૦ નદીઓ ના મીઠા પાણી ઠલવાય છે જેમા દરીયાનું ખારૂ પાણી મીકસ થાય છે જેના કારણે બધુ જ પાણી ખારૂ થઈ જાય છે અને અંતે દરિયામાં વહી જાય છે. પણ કુદરતી જમા થતુ આ અમુલ્ય પીવાનુ પાણી બચાવી શકાય છે..

કુદરત તરફ થી મળેલ કચ્છ જીલ્લાને અમુલ્ય ભેટ: કચ્છનું નાનું રણ

અજંતા – ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો શ્રી જયસુખભાઇની  વર્ષો સુધી અથાગ મહેનત

અજંતા – ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો અને પાટીદાર રત્ન શ્રી જયસુખભાઇ એ વર્ષો સુધી અથાગ મહેનત અને રિસર્ચ કરીને લાખો લોકોના હિતાર્થે ” રણ સરોવર ” (Rann Sarovar Project) રૂપી પરી કલ્પના તૈયાર કરી છે….જો રણ સરોવર થશે તો કચ્છને મળશે બીજો નર્મદા ડેમ…. વર્ષો જુના સુરજબારી પુલ ના નીચે એક ચેક ડેમ બનાવીયે તો રણ સરોવર ની કલ્પાના સાકાર થઈ શકે છે. 

કચ્છનું નાનુ અને મોટુ રણ જ્યા ભેગુ થાય છે ત્યાંજ દિયોદર – રાપર ગામ પાસે નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે, જેની પાણી વહન કેપેસીટી 7000 ક્યુસેકની છે જો રણસરોવર બને તો અંહી ફક્ત 4 મીટર પાણી લિફ્ટ કરી રણસરોવર નુ પાણી નર્મદા કેનાલ મા આપી શકાય છે. જેનાથી સમગ્ર કચ્છ જિલ્લાને ખૂબ જ ટૂંકા સમયમાં આખું વર્ષ જોઈએ તેનાથી વધારે પાણી રણ સરોવર માંથી જ મળશે અને નર્મદાના પાણી પર આધારિત રહેવું નહીં પડે.

ટેકનીકલ ચેલેન્જ વગર માત્ર રૂ. ૨૦૦ થી ૩૦૦ કરોડ ના ખર્ચે આશરે, 

કોઈપણ પ્રકારના ટેકનીકલ ચેલેન્જ વગર માત્ર રૂ. ૨૦૦ થી ૩૦૦ કરોડ ના ખર્ચે આશરે એકથી દોઢ વર્ષના સમયમાં જ આ વેડફાઈ જતા પાણી ને રોકી શકાય તેમ છે.

રણ સરોવર કુદરતી રીતે હાથની હથેળી જેવો આકાર ધરાવે છે રણ સરોવર માં સ્ટોર કરેલ પાણીની ઊંડાઈ આશરે ૪ મીટર થી વધારે નહિ હોવાથી આ પાણી માં ફોર્સ કે તાકાત નહિ હોય । વાવાઝોડું , ભૂકંપ , અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવે તો પણ આ પાણી કોઈને પણ નુકશાન કાર્ય વગર દરિયામાં વહી જશે.

રણ સરોવર થાય તો કચ્છને ઘણા અમૂલ્ય ફાયદાઓ થશે અને કચ્છમાં થઈ શકે છે “હરિયાળી ક્રાંતિ”

  1. (Rann Sarovar Project) રણ સરોવર થાય તો કચ્છને ખૂબ જ ટૂંકા સમયમાં ખેતી માટે જોઈએ તેનાથી વધુ બારમાસી પાણી મળશે અને કચ્છ જિલ્લાનાે ખેતીના પાણીનો “પ્રાણ પ્રશ્ન” કાયમ માટે સો ટકા દૂર થશે
  2. રણ સરોવર થાય તો વરસાદ માટે હંમેશા તરસતા કચ્છ જિલ્લામાં વરસાદનાં પ્રમાણમાં પણ ખૂબ જ મોટા પાયે વધારો થશે.
  3. રણ સરોવર થાય તો સામખીયારી ગામ થી અમદાવાદ, મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતના અંતરમાં આશરે ૩૦ થી ૪૦ કિલોમીટરનો ઘટાડો થાય જેથી સમય અને ડીઝલના ખર્ચ માં મોટાપાયે ફાયદો થશે
  4. જો રણ સરોવર થાય તો કચ્છમાં પીવાના પાણીની હેરાનગતિ માંથી કાયમી મુક્તિ મળે
  5. રણ સરોવર થાય તો કચ્છમાં ખેતી ક્ષેત્રે મબલખ આવક ઊભી થશે અને ખેડૂતોની સુખકારી માં વૃદ્ધિ થશે
  6. જો રણ સરોવર થાય તો નાના-મોટા અલગ-અલગ પ્રકારના અનેક બિઝનેસ અને ઉદ્યોગો ની તક ખુલશે જેનાથી કચ્છમાં સ્થાનિક રોજગારીમાં ઘણો વધારો થશે
  7. જો રણ સરોવર થાય તો કચ્છને કાળઝાળ ગરમીમાંથી પણ મહદઅંશે રાહત મળશે
  8. રણ સરોવર થાય તો કચ્છમાં થશે એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર એટલે કે એમ પણ કહી શકાય કે કચ્છમાં થશે બીજો નર્મદા ડેમ..

આ રીતે રણ સરોવર યોજના સમગ્ર કચ્છ માટે કુદરતના આશીર્વાદ સમાન છે….

આ પણ વાંચો: Gujarat IT/ITeS Policy 2022-27: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલે જાહેર કરી IT પોલિસી, જાણો નવી પોલિસીની વિશેષતાઓ

વધુ માહિતી માટે જોડાયેલા રહો OTT INDIA  સાથે..

No comments

leave a comment