નવી દિલ્હી: ભારતી એરટેલ (Bharti Airtel),વોડાફોન-આઈડીયા (Vodafone-Idea)ને ૪૦ હજાર કરોડ રૂપિયાની મોટી રાહત મળી શકે છે.મળતી માહિતી અનુસાર વન ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જ (Spectrum USes Charge) મામલે સરકાર કંપનીઓ સાથે સમજુતી (Deal) કરવા તૈયાર છે.
સરકારે સુપ્રીમ કોર્ટમાં ટીએસસી ચાર્જ (TSC Charge) અંગે એફિડેવિટ દાખલ કરી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે ટેલીકોમ કંપનીઓથી સ્પેક્ટ્રમ સુસેસ ચાર્જ (SpectrumUSes Charge) વસુલવાની પ્રક્રિયાની સમીક્ષા કરી રહી છે.અગાઉ ટેલીકોમ વિભાગે આના માટે કોર્ટ પાસે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહની મુદત માંગી હતી.કોર્ટે તેની મંજુરી આપી દીઘી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી ૧૭ નવેમ્બરના રોજ યોજાશે.
એરટેલ –વોડાફોન અને આઈડીયાને મળી શકે છે મોટી રાહત
સ્પેક્ટ્રમ યુઝર્સ ચાર્જ માટે ટેલીકોમ કંપનીઓ (Telecom Companies) પર સરકારનું ૪૦૦૦૦ કરોડ રૂપિયનું લેણું છે.ગત ૧૫ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય કેબીનેટે (Central Cabinet) કહ્યું હતું કે સ્પેક્ટ્રમ યુજર ચાર્જને તર્કસંગત બનાવવામાં આવશે અને હવે માસિકના બદલે વાર્ષિક ધોરણે દરની કમ્પાઉન્ડીંગ (Compounding) થશે.
કેન્દ્ર સરકારે (Central Government) એફીડેવીટમાં કહ્યું છે કે વન ટાઈમ સ્પેક્ટ્રમ યુસેસ ચાર્જ (Spectrum USes Charge) ચુકવવામાં વિલંબ પર ટેલીકોમ કંપનીઓ પર દંડના નિર્ણયની સમીક્ષા માટે ટેલીકોમ વિભાગ તૈયારી કરી રહ્યું છે. ટેલીકોમ વિભાગનું કહેવું છે કે ટેલીકોમ કંપનીઓ પહેલાથી જ અત્યંત પરેશાન છે અને હવે અન્ય કાયદાકીય લડાઈથી તેમના પર વધારે નાણાંકીય બોજ પડશે.
કેન્દ્રીય કેબિનેટે લીધો આ નિર્ણય
અત્રે એ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨માં ટુ જી મામલામાં ૧૨૨ ટેલીકોમ પરમીટ (Permit) રદ્દ કરી દીઘી હતી. કોર્ટે કહ્યું છે કે આ જાહેર સંપતિ હરાજી દ્વારા ફળવાની કરવી જોઈએ. ત્યારે તત્કાલીન કેબીનેટે નિર્ણય કર્યો હતો કે અખિલ ભારતીય લાયસન્સ માટે કોઈ પણ સ્પેક્ટ્રમ ફાળવણી પર ટેલીકોમ કંપની પાસેથી ૧૬૫૮ કરોડ રૂપિયાનો એક વખતનો સ્પેક્ટ્રમ ચાર્જ લેવામાં આવશે. પહેલા આ ચાર્જ સબસ્ક્રાઈબર (Subscribers)ની સંખ્યા સાથે સલંગ્ન હતો. પરંતુ યુપીએ સરકારના બીજા કાર્યકાળમાં આ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો ત્યાર બાદ વિવાદ ઉભો થયો હતો.
આ પણ વાંચો : Shirdi Sai Baba નું મંદિર નિયમો સાથે 7 ઓક્ટોબરથી દર્શન માટે ખોલવામાં આવશે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4