Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝહિટ એન્ડ રન: પુરપાટ ઝડપે આવતી જીપ ઝુંપડપટ્ટીમાં ઘૂસી, બેના મોત

હિટ એન્ડ રન: પુરપાટ ઝડપે આવતી જીપ ઝુંપડપટ્ટીમાં ઘૂસી, બેના મોત

Patan
Share Now

પાટણ (Patan)શહેરમાં જીપનાચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોનાં મોત થયાં છે. અન્ય ઘટનાઓની માફક જ રોડ સાઈડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં જીપ ઘૂસી જતાં યુવતી અને વૃદ્ધના મોત થયાં હતાં.

પાટણ (Patan) ના હિટ એન્ડ રનમાં બંનેનાં મોત 

શહેરના અનાવાડા રોડ ઉપર ગઇકાલે ગુરુવારે જીપના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં જીપ રસ્તા પરથી ઊતરીને રસ્તાની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. જેમાં બહાર બેસેલા એક વૃદ્ધ અને યુવતીને હડફેટે લીધા હતાં. જીપના ચાલકે અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત બાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.

આ પણ વાંચો: ડીસાના ભોંયણ નજીક ચાર વાહન વચ્ચે અકસ્માત, આગ લાગતા 2ના મોત

જીપના ચાલક દ્વારા બેફામ જીપ હંકારી અને ઝૂંપટપટ્ટીના બહાર બેઠેલા લોકોને હડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનાને લઇ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જીપ ચાલકે અકસ્માત સર્જ્યા બાદ ગાડી થંભી ગઇ હતી. ગાડી ચાલક ગાડી મૂકીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર બાબતની પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોચી આગળવાની કાર્યવાહી હાથ ધરી છે.

Patan ના અકસ્માતમાં સારવાર મળે તે પહેલા જ મોત

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ હોસ્પિટલ પહોંચતા જ સારવાર પૂર્વે જ તેનું મોત થયુ હતું. જ્યારે વૃદ્ધને પણ સારવાર અર્થે ખસેડાયા હતા, તેમનું પણ સારવાર પૂર્વે જ મોત થયું હતું.

ખુલ્લેઆમ ચેઈન સ્નેચિંગ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment