Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટNirvana ના Nevermind આલ્બમ કવર પર છાપેલ બાળકના ફોટો પર બવાલ

Nirvana ના Nevermind આલ્બમ કવર પર છાપેલ બાળકના ફોટો પર બવાલ

Share Now

રોક બેંડ Nirvana વિરુદ્વ 30 વર્ષના એક વ્યક્તિએ કેસ કર્યો છે, કારણ એ છે કે, નેવરમાઇંડ નામના એક આલ્બમના કવર પર વાપરવામાં આવેલો એક બાળકનો ફોટો.

આ બાળક ફોટોમાં ન્યુડ છે, પણ એલ્ડન (Spencer Elden) નામના આ વ્યક્તિએ યૌન શોષણનો કેસ કરતાની સાથે જ એક મોટી રકમનો દંડ પણ માંગ્યો છે. એલ્ડન નામના આ વ્યક્તિએ બેન્ડના બધાજ લોકો વિરુદ્વ કમ્પ્લેઇન નાંખી છે. આ ઘટનામાં એલ્ડને યુનિવર્સિલ ગ્રુપના ફોટોગ્રાફર કિર્ક વેડલ, Nirvana બેંડના ડ્રમર, અને રોક લિંજેડ ડેવ ગ્રોહલ, Nirvana ના પ્રમુખ ગાયક કર્ટ કોબન ની વિધવા સમેત ઘણા પ્રતિવાદિયો થી દરેક પાસે ડોઢ લાખ ડોલર માંગ્યા છે.  

શું છે આખી ઘટના?

નેવરમાઇન્ડ અત્યાર સુધીની સૌથી વધુ વેચનારી આલ્બમ છે, જેમાં દુનિયા ભરમાં 30 મિલિયન એટલે કે 3 કરોડથી પણ વધુ કોપી વેચાઇ ચુકી છે.

  • Nirvana  વિરુદ્વ કેસ દર્જ
  • ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કેસ(‘sexual exploitation’)
  • કવર પર મુકી બાળકની ન્યુડ ફોટો, તેજ બાળકે માંગ્યો કરોડોનો દંડ
baby

(Image courtesy: Kirk Weddle)

લોકપ્રિય રહેલા નેવરમાઇંડ એલ્બમના કવર પર સ્પંસર એલ્ડર નામના બાળકને એક પુલમાં દેખાય છે, જે માછલી પકડવાના હુક સાથે 1 ડોલરને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો છે, આ ફોટોમાં બાળક ન્યુડ છે.

એલ્ડનને આ કેસ પોતે જ કર્યો છે, જેમાં તે કહે છે કે, જાણી જોઇને સ્પેંસરની ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું માર્કેટીંગ કરી રહ્યો છે.

દરેક સદસ્ય પાસે એલ્ડને 1 કરોડ થી વધુ દંડ માંગ્યો છે, કેલિપોર્નિયાની સંઘિય અદાલતમાં આ કેસમાં સ્પેંસર એલ્ડરે આરોપ લગાવ્યો છે કે, કવર પર લગાવેલા ફોટોના કારણે તેમને એટલું નુકશાન થયુ છે કે, જે પુરા જીવન સુધી તેમને પ્રભાવિત કરશે.

 

આ પણ વાંચો: વિશ્વ ફરી કોરોનાના ભરડામાં, કેરલમાં ફરી કોરોના વાયરસનો ઉથલો, કોણ જવાબદાર?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment