નવી દિલ્હી : ભારતમાં કોર્પોરેટ અને ખાસ કરીને ફાઇનાન્શિયલ સેક્ટરની કંપનીઓ બેંકો અને એનબીએફસીઓમાં નાદારીનો દોર વધ્યો છે. કંપનીઓમાં આંતરિક કલેહ, નાણાંકીય છેતરપિંડી અને આર્થિક ધાંધલબાજીના અનેક કિસ્સાઓ વધી ગયાં છે. આ જ પ્રકારની ઘટના ભારતના વધુ એક દિગ્ગજ શ્રેય સમૂહ(SREI Group RBI)માં થઈ છે.
SREI Group RBI
દેવાના ડુંગર તળિયે દબાયેલ શ્રેય ઈન્ફ્રા અને સમૂહની અન્ય કંપનીઓ છેલ્લા કેટલાક મહિનાથી આરબીઆઈની રડારમાં હતી અને અંતે સોમવારે આરબીઆઈએ આ મામલે હસ્તક્ષેપ કરીને કંપનીઓ(SREI Group RBI)નું સંચાલન પોતાના હસ્તક લીધું છે.
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ સોમવારે શ્રેય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ(Srei Infrastructure Finance) અને શ્રેય ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ(Srei Equipment Finance)ના બોર્ડને હટાવ્યું છે અને કહ્યું હતું કે “ઉપરોક્ત કંપનીઓ દ્વારા તેમની વિવિધ ચુકવણીની જવાબદારીઓ પૂરી કરવામાં શાસન સંબંધિત ચિંતાઓ અને ડિફોલ્ટને કારણે તેમને નાદારીની કાર્યવાહી માટે લઈ જમાવાં આવશે”.
RBI એ એક નિવેદનમાં કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ મુખ્ય જનરલ મેનેજર રજનીશ શર્માને કંપનીઓ(SREI Group RBI)ના સંચાલક તરીકે નિયુક્ત કર્યા છે.
આ પણ વાંચો : નાદાર અનિલ અંબાણી ખરેખર કંગાળ છે ? પંડોરા પેપર્સ લીકમાં થયા મસમોટા ખુલાસા
નાદારી તરફ દોરશે
સેન્ટ્રલ બેંકે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કાયદા, 2019 હેઠળ ઉપરોક્ત બે એનબીએફસીના રિઝોલ્યુશનની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવા માંગે છે અને ઈનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક માટે એનસીએલટીને પણ અરજી કરશે.
વિશ્લેષકોના અંદાજ મુજબ બેન્કોનું SREI ગ્રુપમાં આશરે રૂ. 35,000 કરોડનું એક્સપોઝર છે અને રિઝોલ્યુશનના ભાગરૂપે બેંકો મસમોટી માંડવાળ માટે તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો : ચીનના કારણે ભારતમાં ઉભું થઇ શકે વીજળી સંકટ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4