Starkids Who Failed in Bollywood: ચમકદાર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પૈસા, ખ્યાતિ અને દરેક વસ્તુ છે જે કોઈપણ વ્યક્તિ ઈચ્છે છે. પણ કહેવાય છે કે નસીબ સાથ ના આપે તો કંઈ કામ નથી. આવું જ કંઈક બોલિવૂડના કેટલાક સ્ટાર કિડ્સ સાથે થયું છે, જેઓ દેખાવમાં હેન્ડસમ છે, ટેલેન્ટેડ છે અને ઈન્ડસ્ટ્રીમાં ગોડફાધર પણ છે. એવું નથી કે તેઓ મહેનતમાં ક્યાંય પાછળ રહી જાય. આમ છતાં તે બધા ફિલ્મોમાં સફળ ન થઈ શક્યા.
આજે અમે તમને એવા 5 કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે મોટા બજેટની ફિલ્મોથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ પછીથી તેઓ દર્શકોનું દિલ જીતવામાં નિષ્ફળ સાબિત થયા હતા.
આર્ય બબ્બર(Aarya Babbar)
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રાજ બબ્બરના પુત્ર આર્ય બબ્બરે વર્ષ 2002માં ફિલ્મ ‘અબ કે બરસ’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી આર્યાએ ‘બંગીસ્તાન’, ‘જોકર’, ‘ડેન્જરસ ઈશ્ક’, ‘તીસ માર ખાન’, ‘જેલ’ અને ‘ગુરુ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમ છતાં તેને સફળતા મળી નહીં. તેણે ‘બિગ બોસ સીઝન 8’માં પણ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો.
જુઓ વિડીયો: ભાગ્યશ્રી એ સલમાનને આપી દીધી હતી ચેતવણી
ફરદીન ખાન(Fardeen Khan)
ઇન્ડસ્ટ્રીના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને વર્ષ 1998માં ફિલ્મ ‘પ્રેમ અગન’થી ડેબ્યૂ કર્યું હતું. ફરદીનની ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. પરંતુ તેમ છતાં તેની ફિલ્મી કારકિર્દી બહુ સફળ રહી ન હતી. આ હેન્ડસમ અને ટેલેન્ટેડ એક્ટર પણ દર્શકોનો બહુ પ્રેમ મેળવી શક્યો નથી.
હરમન બાવેજા(Harman Baweja)
બોલિવૂડ એક્ટર હેરી બાવેજાનો લાડકો પુત્ર હરમન બાવેજા હૃતિક રોશનની નકલ જેવો લાગે છે. આ કારણે બધાને આશા હતી કે તેને પણ રિતિકની જેમ દર્શકોનો ઘણો પ્રેમ મળશે. પરંતુ આ થઈ શક્યું નહીં. ટેલેન્ટેડ, હેન્ડસમ અને ચાર્મિંગ હોવા છતાં તે ફિલ્મોમાં સફળ ન થઈ શક્યો.
આ પણ વાંચો: 2 દીકરીઓનો પિતા ફરહાન અખ્તર હવે કરશે 6 વર્ષ નાની શિબાની સાથે લગ્ન
ઉદય ચોપરા(Uday Chopra)
યશ ચોપરાના પુત્ર ઉદય ચોપરા વિશે એવું માનવામાં આવી રહ્યું હતું કે તેની ફિલ્મી કરિયર હિટ રહેશે. ઉદયે ફિલ્મ ‘મોહબ્બતેં’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી અને ફિલ્મમાં ઉદય ચોપરાને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ નસીબ તેમની સાથે સારું ન ચાલ્યું.(Starkids Who Failed in Bollywood)
સૂરજ પંચોલી(Sooraj Pancholi)
આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીએ વર્ષ 2015માં ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સૂરજ સાથે અભિનેત્રી આથિયા શેટ્ટીએ કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4