Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeઑટો & ગેજેટ્સટેસ્લાના માલિક મસ્ક ભારતમાં લાવશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ, જાણો તમામ વિગતો

ટેસ્લાના માલિક મસ્ક ભારતમાં લાવશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ, જાણો તમામ વિગતો

Starlink-Internet-Service-The-worlds-richest-India-will-be-bringing-high-speed-internet-service-know-all-the-details1.jpg
Share Now

 

નવી દિલ્હી : એલન મસ્ક (Elon Musk)ની સેટેલાઈટ કંપની સ્ટારલિંક (Starlink)ને ભારતમાં બ્રોડબેન્ક ઈન્ટરનેટ (Starlink Internet Service) માટે 5000થી વધુ ઓર્ડર મળ્યા છે. આ બ્રોડબેન્ડ સર્વિસના આવવાથી ભારતીય યૂઝર્સને હાઈ સ્પીડ ડેટા (High Speed Data) મળશે. સ્ટારલિંકના કંટ્રી ડાયરેક્ટર સંજય ભાર્ગવે કહ્યું કે, ભારતમાં પ્રી-બુકિંગ (Pre Booking)ની સંખ્યા 5000નો આંકડો પાર કરી ગઈ છે. કંપની ગ્રામ્ય વિસ્તારમાં પોતાની બ્રોડ઼બેન્ડ સર્વિસને વિસ્તારવા માટે કામ કરી રહી છે.

starlink internet service

દેશમાં ડિસેમ્બર 2022 સુધી સેવા શરૂ થશે

કંપની ગ્રામ્ય વિસ્તારના બદલતા જીવનમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી (Broadband Internet Connectivity)ના મહત્વ અંગે સાસંદો, મંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરશે. સ્પેસએક્સ (Space X)ની સેટેલાઈટ બ્રોડબેન્ડ એકમનો લક્ષ્ય સરકારની મંજૂરી સાથે બે લાખ એક્ટિવ ટર્મિનલ્સ (Active Terminals) સાથે ડિસેમ્બર 2022 સુધીમાં ભારતમાં બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાનો છે.

આ પણ વાંચો : અંબાણીનો દબદબો : સતત 14મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, રસી પૂનાવાલાને ફળી

બીટા યૂઝર્સ માટે આટલું છે ભાડું

ભાર્ગવે જણાવ્યું કે, કંપની બીટા સ્ટેજ માટે હાલ 99 ડોલર એટલે કે 7350 રૂપિયા પ્રતિ યૂઝર જમા કરી રહી છે, જેમાં ગ્રાહકોને 50થી 150 મેગાબાઈટ પ્રતિ સેકન્ડની સ્પીડે ડેટા (High Speed Data) આપવાનો દાવો કરવા જઈ રહી છે.

સ્ટારલિંકે પોતાની પ્રી-ઓર્ડર નોટમાં કહ્યું છે કે, કંપનીની બ્રોડબેન્ડ સર્વિસ કેટલાક દેશોમાં મળે છે. પ્રી-ઓર્ડર્સની વધુ સંખ્યા સાથે સરકાર તરફથી અપ્રુવલ (Govt Approval) મેળવવું સરળ થઈ જશે. ટેક દિગ્ગજે આગળ જણાવ્યું કે, આગામી કેટલાક મહિનાઓમાં એક પાયલોટ પ્રોગ્રામ કે પેન ઈન્ડિયા અપ્રુવલ મળવાની શક્યતા છે.

starlink-internet-service-worlds-richest-india-will-be-bringing-high-speed-internet-service-know-all-the-details

લોકો સુધી આ રીતે પહોંચશે સર્વિસ

ટેક દિગ્ગજ ભારતમાં રિલાયન્સ જિયો (Reliance Jio), ભારતી એરટેલ (Bharti Airtel) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) જેવા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને સીધો પડકાર આપશે. સ્ટારલિંક ભારતના એવા ગ્રામ્ય વિસ્તારો સાથે કામ કરશે, જે 100 ટકા બ્રોડબેન્ડ મેળવવા માંગતા હોય. તેમાંથી મોટાભાગના વિસ્તારોમાં ગ્રાઉન્ડ બ્રોડબેન્ડ સર્વિસ આપવામાં આવશે, પણ છેવાડાના વિસ્તારોમાં સ્ટારલિંક જેવી સેટકોમથી બ્રોડબેન્ડ સર્વિસ (Broadband Service) આપવામાં આવશે.

 

 

મસ્કની કંપનીના ચેરમેન ગ્વિન શોટવેલ પ્રમાણે, સ્પેસએક્સે લગભગ 1800 સેટેલાઈટ તૈનાત કર્યા છે. એક વાક જ્યારે તે સેટેલાઈટ પોતાના ઓપરેશનલ ઓર્બિટમાં પહોંચી જશે, ત્યારે સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસ (Starlink Internet Service) સપ્ટેમ્બર 2021 સુધી વૈશ્વિક કવરેજ આપતી થઈ જશે.

starlink-internet-service-worlds-richest-india-will-be-bringing-high-speed-internet-service-know-all-the-details

ભારતમાં ટેલિકોમ વિભાગ (DoT)એ સ્પેસએક્સને કોઈ પણ સર્વિસની ઓફર કરતા પહેલા જરૂરી લાયસન્સ મેળવવાનો નિર્દેશ કર્યો છે. ટેલિકોમ વિભાગને સ્પેસએક્સ દ્વારા ભારતમાં સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવા બાબતે કોઈ વાંધો નથી. પણ તેનાથી ભારતીય ગ્રાહકો (Internet Users)ને સુવિધા મળતા પહેલા દેશના કાયદાનું પાલન કરવા કંપની તૈયાર રહેવી જોઈએ.

આ પણ વાંચો :બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે નવલા નોરતાની શરૂઆત-આવો જાણીએ પવિત્ર યાત્રાધામ અંબાજીનો અનેરો મહાત્મય

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment