Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeસ્ટાર્ટ અપઝોમેટોના શાનદાર પરફોર્મન્સ બાદ આ સ્ટાર્ટઅપ પણ છે IPOની લાઈનમાં

ઝોમેટોના શાનદાર પરફોર્મન્સ બાદ આ સ્ટાર્ટઅપ પણ છે IPOની લાઈનમાં

Startups Listing: These startups looking for IPO in 2021-22
Share Now

નવી દિલ્હી : ઝોમેટોના લિસ્ટિંગ(Startup For Listing) સાથે ભારતીય શેરમાર્કેટમાં એક નવો દોર શરૂ થયો છે. છેલ્લા 10 વર્ષમાં અનેકવિધ આઈડિયાના જોરે શરૂ થયેલ કારોબારો જેને આપણે સ્ટાર્ટઅપનું નામ આપ્યું હવે એક દશકના લાંબા ગાળા બાદ બજારમાં અન્ય મોટી કંપનીઓને પણ હંફાવવા તૈયાર થઈ બેઠા છે તેના સ્ટાર્ટઅપને ઝોમેટોએ એક નવી રાહ બતાવી છે.

મજબૂત આઈડિયા અને કોન્સેપ્ટ સાથે આગળ વધતા સ્ટાર્ટઅપને વિશ્વભરના રોકાણકારો તરફથી અત્યાર સુધી સારો પ્રતિસાદ સાંપડતો હતો અને હવે સ્ટાર્ટઅપને ભારતીય રોકાણકારોએ પણ આવકાર્યો છે. ખોટ કરતી હોવા છતા અને કોરોના મહામારીને કારણે કારોબારને થયેલ નુકશાન છતા ઝોમેટોને રીટેલ કેટેગરી, NIB અને HNI કેટેગરી તરફથી આઈપીઓમાં મળેલ બમ્પર રીસ્પોન્સે સૌને ચોંકાવ્યા હતા અને આગામી સમયમાં આ જ પ્રકારના યુનિકોર્ન સ્ટાર્ટઅપનો દબદબો રહેવાની સંભાવના બજારના નિષ્ણાંતો સેવી રહ્યાં છે.

આ પણ વાંચો : બાળકો માટેની કોરોના વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં થશે લોન્ચ: AIIMS

ઝોમેટો બાદ પણ અનેક એવા સ્ટાર્ટઅપ આઈડિયા છે જે ભારતીય બજારમાં લિસ્ટિંગ(Startup For Listing) કરાવીને પૈસા એકત્ર કરીને ધંધો આગળ લઈ જવા ઈચ્છુક છે. આ જ પ્રકારના સ્ટાર્ટઅપ જેઓ આઈપીઓ બહાર પાડવા જઈ રહ્યાં છે તેમની એક યાદી અમે બનાવી છે, જે આજે અમે તમારી સમક્ષ રજૂ કરીશું –

Startup For Listing

Flipkart : વોલમાર્ટની માલિકીની ઇ-કોમર્સ કંપની આગામી ટૂંક સમયમાં અમેરિઓકન બજારમાં લિસ્ટિંગ માટેની તૈયારી કરી રહી છે. ફ્લિપકાર્ટની પેરન્ટ કંપની અને અન્ય મોટા સંસ્થાકીય રોકાણકારોને જોતાં કંપનીને આગામી સમયમાં વધુ ભંડોળની બહારથી જરૂર નથી લાગતી છતા કંપની બજારમાં લિસ્ટ થઈને એક વેલ્યુએશન અર્જિત કરવા માંગે છે.

Startup For Listing : Flipkart

એક અહેવાલ અનુસાર આગામી વર્ષે કંપની આઈપીઓ બહાર પાડી શકે છે. જાહેર ભરણાં માટે કંપનીનું વેલ્યુએશન 40થી 50 અબજ ડોલર આંકવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2018માં વોલમાર્ટે 21 અબજ ડોલરમાં ફ્લિપકાર્ટમાં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો હતો. નાણાકીય વર્ષ 2019માં ફ્લિપકાર્ટની આવક 42% વધીને 43,515 કરોડ થઈ છે, જ્યારે ખોટ 63 ટકા ઘટીને રૂ. 17,231 કરોડ થઈ છે.

આ પણ વાંચો : જાગરણમાં ઘરે રહેજો.. નહીંતર પોલીસ જગાડશે

Freshworks : સોફ્ટવેર પ્રોવાઇડર સ્ટાર્ટઅપ ફ્રેશવવર્ક્સે ગયા વર્ષે નવેમ્બરમાં 150 મિલિયન એકત્રિત કર્યા હતા અને તેનું મૂલ્ય ત્રણગણું વધીને 3.5 અબજ ડોલર થયું હતું. કંપનીનું ઓફમાર્કેટમાં આ છેલ્લું ફંડ રેસિંગ હતુ અને હવે કંપની 2021માં જ અમેરિકન બજારમાં નાસ્ડેક ખાતે આઈપીઓના લિસ્ટિંગની તૈયારી કરી રહ્યું છે

Startup For Listing : Freshworks

મહત્વની વાત એ છે કે ફ્રેશવર્ક્સ નફો કરતું યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે અને આઈટી કંપની હોવાથિ તેનું સૌથી મોટું બજાર પણ અમેરિકા છે તેથી તેના અમેરિકાના આઈપીઓને પણ બમ્પર પ્રતિસાદ મળવાની આશા છે.

Policybazaar : ઇન્સ્યુરન્સ એગ્રીગેટર પોલિસીબજાર એક એવી ભારતીય યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે જેમાં વૃદ્ધિની અપાર સંભાવનાઓ છે અને અત્યારે તેની કરૂણા અવાસ્થામાં પણ કંપની નફો કરતી થઈ ગઈ છે. ભારતીય સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટ કરાવવાની કંપનીના સીઇઓ યશિષ દાહિયાની ઈચ્છા છે.

આ સપ્તાહના અહેવાલ અનુસાર કંપનીએ સેબી પાસે જરૂરી દસ્તાવેજ જમા પણ કરાવ્યા છે અને આગામી એકાદ માસમાં કંપનીને સેબી તરફથી લીલીઝંડી મળી પણ શકે છે. એક અનુમાન અનુસાર પોલિસીબજારનું વેલ્યુએશન 3.5 અબજ ડોલરની આસપાસ આંકવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે કંપનીનું વેલ્યુએશન જુન માસમાં જે હતુ તેના કરતા બમણા મૂલ્યાંકન સાથે કંપની આઈપીઓ લાવવા જઈ રહી છે.

Startup For Listing : Policybazaar

જે હાલના રોકાણકાર સોફ્ટબેન્કે પ્રાથમિક અને માધ્યમિક શેર માટે 130 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું ત્યારે આ વર્ષના જુલાઇમાં 1.5 અબજ ડોલરથી વધુ મૂલ્યાંકન કર્યું હતું. આ મહિને જ સોફ્ટબેંકે 130 મિલિયન ડોલરનું કંપનીમાં રોકાણ કર્યું હતુ.

આ પણ વાંચો : “वसुधैव कुटुम्बकम्” ની ભાવનાથી પહેલી ઓક્સિજન એક્સપ્રેસ રવાના

Startup For Listing : Nykaa

Delhivery: ઇ-કોમર્સ લોજિસ્ટિક્સ ફર્મ દિલ્હીવેરીએ 2018 માં આઈપીઓ માટેની તૈયારી કરી હતી. આઈપીઓ માટે બેંકરો સહિતના પક્ષકારોની નિમણૂક શરૂ થઈ ગઈ હતી પરંતુ, અંતે સોફ્ટબેંક વિઝન ફંડે નાણાં ઠાલવતા કંપની વધુ થોડો સમય ખાનગી રહેવાનું નક્કી કર્યું હતું. જોકે ત્યારબાદ તેણે કેનેડિયન પેન્શન ફંડ સીપીપીઆઇબી પાસેથી પણ ભંડોળ એકઠું કર્યું છે અને યુનિકોર્ન સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 1.5 અબજ ડોલરની આસપાસ અંકાઈ રહ્યું છે.

કંપનીના ટોચના અધિકારીઓ પણ કહી રહ્યાં છે કે હવે આગામી 12-18 મહિનામાં દિલ્હીવેરી આઇપીઓ માટેની યોજના બનાવી રહ્યું છે. કાયદામાં સુધારો થતાં તે ભારતમાં નહીં પણ વિદેશમાં લિસ્ટિંગ કરાવશે. નાણાકીય વર્ષ 2019 માટે દિલ્હીવેરીની આવક 58 ટકા વધીને રૂ. 1694 કરોડ થઈ છે જ્યારે ખોટ પણ 160 ટકા વધીને રૂ. 1781 કરોડ થઈ છે.

Startup For Listing: Delhivery

આ સિવાય અન્ય સ્ટાર્ટઅપની યાદી પર નજર કરીએ તો આઇપીઓના સંભવિત ઉમેદવારોમાં લેન્સકાર્ટ, પેપરફ્રી, ઓયો, પેટીએમ અને ઓલા સહિત અન્ય ઘણા સ્ટાર્ટઅપ્સનું નામ શામેલ છે.

આ પણ વાંચો : વર્લ્ડ રેકોર્ડ : 47થી વધુ દેશોના 6.50 કરોડ ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા

સેબીએ ભારતમાં લિસ્ટિંગ માટેના બદલેલા નિયમો સિવાય અન્ય પડકારો પણ આ સ્ટાર્ટઅપ માટે ઉભા જ છે. અમેરિકન સ્ટોક બજારો આ સ્ટાર્ટઅપ્સને તેઓનું મૂલ્ય આપશે કે કેમ તે અનિશ્ચિત છે. આગળ, જ્યારે આઇપીઓને પરિપક્વતાની નિશાની માનવામાં આવે છે અને લગભગ શરૂઆતમાં જ લિસ્ટિંગ થઈને જહએર કંપની બનવું તેના કરતા ખાનગી રહેવું એ એક વધુ સારો વિકલ્પ છે કેમ કે તેમાં ઓછા શેરહોલ્ડરોને નિયંત્રિત કરવાનું છે, નિયમન અને જાહેરનામાના ધોરણો ઓછા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment