Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝરાજ્યના ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે યોજી બેઠક, મતદાર યાદી સુધારણા પર થઈ ચર્ચા

રાજ્યના ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે યોજી બેઠક, મતદાર યાદી સુધારણા પર થઈ ચર્ચા

GUJARAT ELECTION COMMISSION
Share Now

ગુજરાતમાં આગામી વર્ષ 2022 મા વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આજ રોજ રાજ્યના મુખ્ય 6 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે રાજ્ય ચૂંટણી પંચે બેઠક યોજી હતી.આ બેઠક અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે 

રાજ્યમાં આગામી સમયમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે ચૂંટણીના દિવસે મતદાર યાદીની ભૂલ ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

GUJARAT ELECTION COMMISSION

આ પણ વાંચો:ખેડૂતો પર મુકાયેલ વીજ કાપ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

મુખ્ય છ પક્ષોના પ્રતિનિધિઓ રહ્યા હાજર 

રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવેલ આ બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદ ઉપરાંત અધિક મુખ્ય ચૂંટણી અધિકારી આર. કે. પટેલ. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધી. પૂર્વ મેયર બીજલ પટેલ. ભાજપના નેતા પરીન્દુ ભગત. કોંગ્રેસના જીતેન્દ્ર પટેલ સહિતના મુખ્ય છ પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષ 2022 મા વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આજ રોજ રાજ્યના મુખ્ય 6 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે રાજ્ય ચૂંટણી પંચે બેઠક યોજી હતી.આ બેઠક અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment