ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયત (Gram Panchayat)ની ચૂંટણી (Election)આવી રહી છે. આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે (State Election Commission )જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે આગામી 19 ડિસેમ્બરના રોજ બેલેટ પેપરથી મતદાન (Voting)થશે. જ્યારે 21 ડિસેમ્બરના મતગણતરી (Counting of votes)હાથ ધરવામાં આવશે. જણાવી દઇએ કે, આગામી 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.
Election ના પગલે આટલા ગામોમાં આચારસંહિતા પણ લાગુ
ગ્રામ પંચાયતની ચૂંટણી (Election)માટે આગામી 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે. આ સાથે જ રાજ્યના કુલ 18,249 ગામડાંઓમાંથી 10,879 ગામોમાં એટલે કે 60 ટકા જેટલા ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.
આ પણ વાંચો: પીએમ મોદી અને સીએમ યોગીએ મુલાયમ સિંહ યાદવને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
Election નું આયોજન કઇ રીતે થશે
ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતે સરપંચ (Sarpanch)ની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં પગલે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે. જો કે આ વખતે ઇવીએમ (EVM)ના બદલે મતપેટીથી મતદાનનું આયોજન થશે. જે સૌથી મોટી બાબત કહી શકાય. પુરતા પ્રમાણમાં ઇવીએમ નહી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4