Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeટ્રાવેલ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ વિરાટ પ્રતિમાની વિરાટ વાતો

‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ વિરાટ પ્રતિમાની વિરાટ વાતો

Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતુ, ત્યારથી અત્યાર સુધીમાં દેશ વિદેશના હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા રહે છે. પ્રવાસીઓનું આકર્ષણ વધે એ માટે તંત્રએ અન્ય પ્રવાસન સ્થળોનું પણ નિર્માણ કર્યું

આજે સમગ્ર દેશ પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશના તમામ રજવાડાઓને એક કરીને અખંડ ભારતની રચના કરવાનું ભગીરથ કરી કર્યું હતું.

World's tallest statue unveiled in India

Sam Panthaky/AFP/Getty Images

આઝાદી બાદ એકતા અને અખંડિતતાના બળે સમગ્ર દેશને એકસૂત્રે બાંધનારા લોહપુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ના નિર્માણ દ્વારા ગુજરાતને વૈશ્વિક ઓળખ આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાના નિર્માણનો સંકલ્પ સાકાર બન્યો છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટિને તૈયાર થતા 33 મહિનાનો સમય લાગ્યો હતો જે પોતાનામાં એક રેકોર્ડ છે, વડાપ્રધાન મોદીએ 31 ઓક્ટોબર 2018માં ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતુ.

મુર્તિની વિશેષતા

Prime Minister Narendra Modi unveiled the 'Statue of Unity' in Gujarat – Odisha News Times

વિશ્વની સૌથી ઊંચી એવી કાંસ્ય આચ્છાદિત પ્રતિમાની ઊંચાઈ ૧૮૨ મીટર છે. સરદાર સરોવર પ્રોજેક્ટથી માંડીને આસપાસનો કુદરતનો શ્રેષ્ઠ નજારો નિહાળી શકાય છે. જેના માટે અહીં ૧૩૫ મીટરની ઊંચાઈએ ૨૦૦ વ્યક્તિઓને સમાવતી દ્રશ્ય ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યુ છે.

Statue of Unity is Beginning to Take Shape - Michael Graves Architecture & Design

  • સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોવા માટે રોજ ના 15,000 લોકો આવે છે
  • આ સ્ટુચ્યુનું નિર્માણ  પદ્મવિભુષણથી સન્માનિત રાવ વી. સુતારની દેખરેખ હેઠળ થઇ છે.
  • આ પ્રતિમા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમછી 3.5 કિલોમીટર દુર છે.
  • સરદાર પટેલની મુર્તિનું કુલ વજન 1700 ટન છે, તેની ઉંચાઉ 522 અને 182 મીટર છે.
  • પગની લંબાઇ 80 ફુટ, હાથ 70 ફુટ અને ખભા 140 ફુટ અને ચહેરાની ઉંચાઇ 70 ફુટ છે.
  • આ સ્ટેચ્યુ 33 મહિનામાં બનીને તૈયાર થઇ છે, જે પણ એક અલગ રેકોર્ડ છે.
  • દુનિયાની આ સિવાય બીજી ઘણી મુર્તિઓ છે જે લાંબી છે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉંચાઇમાં અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી થી પણ બે ઘણી ઉંચી છે
Indian

Sam Panthaky/AFP/Getty Images

સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ

સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ

ચીનમાં આવેલી આ ગૌતમ બુધ્ધની મુર્તિ સ્પિગ ટેમ્પલ બુદ્ધમાં સ્થાપિત આ મુર્તની ઉંચાઇ 128 મીટર અને પહોળાઇ 420 ફુટ છે જે કેવળિયામાં સ્થાપિચ સરદાર પટેલ સ્ટેચુ કરતાં નાની છે. જાપાનમાં ઉશિકુ દાયબુયત્સુ નામની મુર્તિ 1995 માં બનાવવામાં આવી હતી, જે 110 મીટર ઉંચી અને 360 ફુટ છે. કુલ લંબાઇ 120 મીટર છે.

જુઓ વીડિયો

ડાઇ કન્નોન ઓફ ડિટા

ડાઇ કન્નોન ઓફ કિટા

જાપાનમાં 1989 માં ડાઇ કન્નોન ઓફ કિટાની મુર્તિ બને છે, જેની ઉંચાઇ 88 મીટર છે.

 

ગ્રેટ બુદ્ધ ઓફ થાઇલેન્ડ

ગ્રેટ બુદ્ધ ઓફ થાઇલેન્ડ

2008 માં થાઇલેન્ડમામં આંગથોંગ શહેરમાં ગૌતમ બુદ્ધની મુર્તિ બનાવવામાં આવી હતી, જે 92 મીટરની એટલે કે 302 ફુટ ની છે.

પીટર ધ ગ્રેટ સ્ટેચ્યુ

પીટર ધ ગ્રેટ સ્ટેચ્યું

રશિયાએ મોસ્કો શહેરમાં પીટર ધ ગ્રેટ મુર્તિની સ્થાપના 1997 માં કરવામાં આવી હતી જેની ઉંચાઇ 96 મીટર છે.

 

આ પણ વાંચો: એશિયાનું પ્રથમ તરતુ થિયેટર ક્યાં બન્યુ છે? ફરવા માટે થઇ જાઓ તૈયાર

No comments

leave a comment