Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝ“અયોધ્યા મેં રામ, કાશ્મીર મેં આરામ તો કબ મિલેગા ગાય માતા કો વિશ્રામ “

“અયોધ્યા મેં રામ, કાશ્મીર મેં આરામ તો કબ મિલેગા ગાય માતા કો વિશ્રામ “

gau mata avedan
Share Now

ભારત દેશએ કૃષિ પ્રધાન દેશ છે જેમાં હજુ પણ બળદથી ખેતી થઇ છે.દૂધનો મુખ્ય આધાર ગાય છે, દેશમાં હિન્દૂ સમાજની વસ્તી ૮૦% છે અને હિન્દૂ સમાજ ગાયને મટ્યા મને છે અને પૂજનીય મને છે.ગૌ મારા દૂધ ઉપરાંત દેશી દવા માટે આર્ક ખાતર અને ગેસ માટે છાણ આપે છે અને હિન્દૂ સમાજની પૂજનીય પવિત્ર અને માતા ગણાય છે ગાયને.દુઃખની વાત એ છે કે આટલી પવિત્ર પૂજનીય ગૌ માતાની રોજ કતલ કરવામાં આવે છે અને રોજ હજારોની સંખ્યામાં ગૌ હત્યા કરવામાં આવે છે તે વાત થી દેશ નો ૮૦% હિન્દૂ સમાજ દુઃખી અને ગુસ્સે થઇ રહ્યો છે.ત્યારે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા વિવિધ સંગઠનના લોકો દ્વારા આજે રાજકોટ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું.

avedan to rajkot collector

” અયોધ્યા મેં રામ, કાશ્મીર મેં આરામ તો કબ મિલેગા ગાય માતા કો વિશ્રામ ” ના સુત્રોચાર સાથે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા વિવિધ સંગઠનના લોકો દ્વારા આજે રાજકોટ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું. દિલ્લી ખાતે ૧૭૦ દિવસથી ઉપવાસ પર બેઠેલા અર્જુનભાઈ આંબલિયાને સમર્થન આપવા ૧૬ જેટલા અલગ અલગ સંગઠનના કાર્યકરોએ સાથે મળી ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા આવેદન આપવામાં આવ્યું. જેમાં કનૈયા ગ્રુપના આગેવાન કાનાભાઇ કુબાવત દ્વારા લોહી આપી શા માટે સરકાર માતાનો દરજ્જો નથી આપતી તેને લઇ વિરોધ કરવામાં આવ્યો.

ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગ

રાજકોટમાં ગૌપ્રેમીઓએ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એક ગૌપ્રેમી કાનુ કુબાવતે પોતાના હાથમાં સિરિંજ ભરાવી લોહી કાઢી આવેદનપત્ર પર લખ્યું હતું કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગમાં શહેરની જુદી જુદી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. 170 દિવસથી દિલ્હીમાં ધરણાંમાં બેઠેલા અર્જુન આંબલિયાના સમર્થનમાં આજે ધાર્મિક સંગઠનો પણ આવ્યાં છે. ગુજરાતી પાસે ગુજરાતીઓ માગ કરે છે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ જુઓ : સતત વિવાદોના વંટોળમાં રહેતી ટ્વિટરની ચકલી વધુ એક વાર ફસાઈ

સમગ્ર ગુજરાતમાં ગૌહત્યા બંધ કરોઃ ગૌપ્રેમી

national mother cow

kinder world

ગૌપ્રેમી નિખિલ નિમાવતે જણાવ્યું હતું કે અમે આજે સમગ્ર રાજકોટ શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી એટલી જ માગ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. જ્યારે નરેન્દ્ર મોદીનું વચન છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરીશું. ગાય આપણી માતા છે અને 33 કરોડ દેવતાઓનો એમાં વાસ કરે છે. રાજકોટમાં ખુલ્લેઆમ કતલખાનામાં ગાય માતાને કાપવામાં આવી રહી છે, આથી અમારી માગણી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. સમગ્ર ગુજરાતમાં ગૌહત્યા બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે.

ગૌપ્રેમીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા

કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ગૌપ્રેમીઓએ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બેનરમાં લખવામાં આવ્યું હતું કે હું મારા લોહીથી લખું કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો, 2014માં વચન આપેલું કે ગાયને રાષ્ટ્રીય માતા બનાવીશું એ પૂરું ક્યારે થશે?, ગુજરાતી પાસે ગુજરાતી માગે છે- ગાયને રાષ્ટ્રીય માતા બનાવો.

સૂત્રોચ્ચારથી કલેક્ટર કચેરી ગુંજી ઊઠી

અર્જુનભાઇ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈના સૂત્રોચ્ચારથી ગૌપ્રેમીઓએ કલેક્ટર કચેરી ગજાવી મૂકી હતી. જયશ્રી રામનો પણ નાદ કરવામાં આવ્યો હતો. ગાય હમારી માતા હૈના પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. એકતા એ જ લક્ષ્ય, સંગઠન સંસ્થાના મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment