Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝદુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે

DELHI SMOKE
Share Now

પ્રદૂષણ (Pollution) હાલમાં માત્ર ભારત (India)ની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વાયુ પ્રદૂષણ એક મોટા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. જેથી સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAir સેવા દ્વારા દુનિયાના સૌથી વધુ 10 પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે.આ યાદીમાં 556ની સરેરાશ AQI સાથે દિલ્હી (Delhi) ટોચ પર છે, જ્યારે સમગ્ર યાદીમાં કોલકાતા (Kolkata) ચોથા અને મુંબઈ(Mumbai) છઠ્ઠા ક્રમે છે. તેનું મુખ્ય કારણ ઉદ્યોગ, વાહનો, ફેક્ટરીઓ, ફટાકડા અને ઝડપથી વધી રહેલા વાહનોની સંખ્યા હોવાનું કહેવાય છે. દિલ્હી-એનસીઆરમાં હવા એટલી ખરાબ છે કે અહીં શ્વાસ લેવાનું પણ જોખમી બની ગયું છે.જો કે, આ સ્થિતિ માત્ર દિલ્હીમાં ફટાકડા અને પંજાબ-હરિયાણામાં સ્ટબલ સળગાવવાને કારણે નથી, પરંતુ ચીન અને પાકિસ્તાનનો હવા ગુણવત્તા સૂચકાંક પણ બગડ્યો છે. 

દિલ્હી પ્રથમ સ્થાને

વિશ્વના હવા ગુણવત્તા સૂચકાંક પર નજર રાખતી સંસ્થા IQ Airના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે દેશના દસ સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી પ્રથમ સ્થાને છે. બીજા ક્રમે લાહોર, પાકિસ્તાન છે. એ જ રીતે બલ્ગેરિયાની સોફિયા ત્રીજા અને ભારતની કોલકાતા ચોથા સ્થાને છે.

પ્રદૂષણ બોર્ડે ચેતવણી આપી

દિલ્હીમાં એર ક્વોલિટી લેવલ (AQI) આજે 476 છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)એ શુક્રવારે ચેતવણી આપી હતી કે આગામી 48 કલાક સુધી હવાની ગુણવત્તા ગંભીર બની રહેશે. રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓએ શાળાઓ બંધ કરવા, ખાનગી કાર પર ‘ઓડ-ઇવન’ અમલ અને તમામ પ્રકારનાં બાંધકામ બંધ કરવા સહિતનાં કટોકટીનાં પગલાં અમલમાં મૂકવાં જોઈએ.

આ પણ વાંચો : Sports Award 2021: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખેલાડીઓને કરશે સન્માનિત, જાણો કયા કયા ખેલાડીઓને મળશે એવોર્ડ

ભારતના ટોપ ટેન પ્રદૂષિત શહેરોમાંથી ત્રણ

માહિતી અનુસાર, શુક્રવારે વિશ્વના ટોચના દસ શહેરોમાં દિલ્હી પ્રથમ ક્રમે હતું, તેનો હવા ગુણવત્તા સૂચકાંક 556 હતો, જ્યારે કોલકાતા 177ના AQI સાથે ચોથા નંબરે હતું. આ સિવાય મુંબઈ છઠ્ઠા નંબરે નોંધાયું હતું. અહીં AQI 169 હતો.

વિશ્વના ટોચના દસ પ્રદૂષિત શહેરો

1. દિલ્હી, ભારત (AQI: 556)

2. લાહોર, પાકિસ્તાન (AQI: 354)

3. સોફિયા, બલ્ગેરિયા (AQI: 178)

4. કોલકાતા, ભારત (AQI: 177)

5. ઝાગ્રેબ, ક્રોએશિયા (AQI: 173)

6. મુંબઈ, ભારત (AQI: 169)

7. બેલગ્રેડ, સર્બિયા (AQI: 165)

8. ચેંગડુ, ચીન (AQI: 165)

9. સ્કોપજે, ઉત્તર મેસેડોનિયા (AQI: 164)

10. ક્રેકો, પોલેન્ડ (AQI: 160)

ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા (IITM) ની નિર્ણય સહાયક પ્રણાલીએ માહિતી આપી કે શુક્રવારે દિલ્હીને પણ ઝજ્જર, ગુરુગ્રામ, બાગપત, ગાઝિયાબાદ અને સોનીપત સહિતના અન્ય શહેરોમાંથી પ્રદૂષકો મળ્યાં હતાં. નોંધનીય છે કે શૂન્યથી 50 ની વચ્ચેનો AQI સારો, 51 થી 100 સંતોષકારક, 101 થી 200 મધ્યમ, 201 થી 300 નબળો, 301 થી 400 અત્યંત નબળો અને 401 થી 500 ની વચ્ચે ગંભીર શ્રેણીમાં ગણવામાં આવે છે.

PM2.5 સ્તરમાં વધારો થવાને કારણે ફેફસાંને નુકસાન

CPCB અનુસાર, દિલ્હીની હવામાં ફેફસાને નુકસાન પહોંચાડતા PM2.5 (ખૂબ જ ઝીણા ધૂળના કણો)નો સ્તર મધ્યરાત્રિની આસપાસ 300ના આંકને પાર થઈ ગયો હતો. સાંજે 4 વાગ્યે એ 381 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. હવા સુરક્ષિત રહે એ માટે PM2.5નો સ્તર 60 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવો જોઈએ. હાલમાં એ સલામત મર્યાદા કરતાં લગભગ 6 ગણો વધુ છે. PM2.5 એટલું જોખમી છે કે એ ફેફસાંનું કેન્સર અને શ્વસનસંબંધી ગંભીર રોગોનું કારણ બની શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment