Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝવેદાંતાના અનિલ અગ્રવાલની કંપની સ્ટરલાઈટ પાવર પણ લાવશે IPO

વેદાંતાના અનિલ અગ્રવાલની કંપની સ્ટરલાઈટ પાવર પણ લાવશે IPO

Sterlite Power IPO: Anil Agarwal Vedanta Group’s Power Company files DRHP for Rs 1,250 crore IPO with SEBI
Share Now

અમદાવાદ : ભારત દેશ અને ખાસ કરીને ગુજરાતમાં ભલે અત્યારે વરસાદનો દુકાળ પડી રહ્યો હોય પરંતુ, ભારતીય શેરબજારમાં આજકાલ આઈપીઓનો તો ધૂમ વરસાદ થઈ રહ્યો છે. નાની-મોટી તમામ કંપનીઓ બજારની તેજી અને સિસ્ટમની સરપ્લસ લિક્વિડિટીનો ફાયદો ઉઠાવીને પૈસા એકત્ર કરવા બજારમાં ઉતરી રહી છે. હવે આ લિસ્ટમાં નામ જોડાઈ રહ્યું છે અનિલ અગ્રવાલની સ્ટરલાઈટ પાવરનું.(Sterlite Power IPO)

સ્ટીલ જાયન્ટ વેદાંતા કંપની સાથે જોડાયેલ નામ અનિલ અગ્રવાલની જ કંપની સ્ટરલાઈટ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ(Sterlite Power Transmission Limited)એ આઈપીઓ બહાર પાડવા અરજી કરી છે. કંપનીએ જાહેર ભરણાં માટે સેબી પાસે જરૂરી દસ્તાવેજ જમા કરાવ્યાં છે.Sterlite Power TransmissionSterlite Power IPO

કંપનીએ તેના IPO માટે પ્રારંભિક દસ્તાવેજ એટલે કે DRHP SEBI પાસે દાખલ કર્યું છે. આઈપીઓ હેઠળ 1250 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. વેદાંતાના ચીફ અનિલ અગ્રવાલ અને ટ્વીન સ્ટાર ઓવરસીઝ સ્ટરલાઇટ પાવર ટ્રાન્સમિશન લિમિટેડના પ્રમોટર્સ છે. આ IPO આ વર્ષના અંત સુધીમાં Sterlite Power IPOબજારમાં આવી શકે છે. જોકે તેના ઇશ્યૂનું કદ 2000 કરોડ રૂપિયાથી ઘટાડીને 1250 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. કંપનીના પ્રત્યેક શેરની ફેસવેલ્યુ 2 રૂપિયા છે.

આ પણ વાંચો : વોડાફોન-આઈડિયાનું કાર્ડ રાખવું થયુ મોંઘુ: રીચાર્જ પ્લાનમાં 61%નો વધારો ઝીંકાયો

રિટેલ રોકાણકારો માટે 10% રીઝર્વ

સ્ટરલાઈટ પાવર આઈપીઓ(Sterlite Power IPO)માં 75% IPO ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે અનામત છે. NII માટે 15 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે જ્યારે રિટેલ રોકાણકારો માટે માત્ર 10 ટકા હિસ્સો અનામત છે. કંપનીએ કહ્યું છે કે તે કર્મચારીઓને પણ કેટલાક શેર્સ પણ આપશે, પરંતુ ડીઆરએચપીમાં એવું કહેવામાં આવ્યું નથી કે તેમના માટે કેટલો હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. કંપની 220 કરોડનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ પણ લાવી શકે છે.

Vedanat Group Co Sterlite Power Transmission IPO

પાવરગ્રિડ બાદ બીજી સૌથી મોટી કંપની

સ્ટરલાઇટ પાવર વીજ ઉત્પાદનમાં વપરાતા સાધનોનું ઉત્પાદન કરે છે. તે પાવર ટ્રાન્સમિશનના વ્યવસાયમાં પણ છે. તે પાવરગ્રિડ પછી બીજી સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન કંપની છે. તે માર્કેટ શેર(બજાર હિસ્સા)ની દ્રષ્ટિએ અદાણી ટ્રાન્સમિશન અને એસ્સેલ ગ્રુપથી નોંધપાત્ર આગળ છે.

સ્ટરલાઇટ પાવર ટ્રાન્સમિશન લિમિટેડે તેના આઇપીઓ (Sterlite Power IPO)ના બુક રનિંગ માટે એક્સિસ કેપિટલ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને જેએમ ફાઇનાન્સિયલને લીડ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય KFin Technologies કંપનીના આઈપીઓના રજિસ્ટાર તરીકે ફરજ બજાવશે.

આ પણ વાંચો : Amazon, Flipkart અને Paytm દ્વારા તમે પણ શરૂ કરી શકો છો તમારો બિઝનેસ, અહિં જાણો પ્રોસેસ

વેદાંતાનું દેવું

જાયન્ટ સ્ટીલ કંપની વેદાંતા લિમિટેડ પર દેવાનો બોજ ઘણો વધારે છે. કંપનીએ પોતાનો હિસ્સો ગીરવે મૂકીને 1.4 અબજ ડોલર એકત્ર કર્યા છે. કંપની આ રકમનો ઉપયોગ તેનું દેવું ચૂકવવા માટે કરશે, જેની ચૂકવણી નજીક છે.

New IPO : Sterlite Power

વેદાંતાએ કહ્યું કે તેના પ્રમોટરોએ સિટીકોર્પ ઇન્ટરનેશનલને સમાન રકમની નોટો આપીને 1 અબજ ડોલરનું દેવું ઉભુ કર્યું છે. આ ઉપરાંત વેદાંતા રિસોર્સિસના એકમ ઓક્ટ્રી કેપિટલ ગ્રુપ હેઠળના એકમને 40 કરોડ ડોલરની નોટ્સ ઈશ્યુ કરશે.

આ પણ વાંચોતાલિબાનો કોણ છે? કેવી છે એમની વિચારધારા?

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં સત્તા આંચકવા તાલિબાનો પાસે પૈસા ક્યાંથી આવે છે ? શું છે તેમની આવકનું સ્ત્રોત ?

 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment