Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeન્યૂઝ“સો વખત કાશી અને એક વખત પ્રાચી” જાણો શું છે મહીમા

“સો વખત કાશી અને એક વખત પ્રાચી” જાણો શું છે મહીમા

somvati amas
Share Now

પવિત્ર શ્રાવણ માસ, સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમના પાવન દીવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી ,પિત્રુતર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ. ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનો સોમવારે જ શરૂ થયો અને પૂરો પણ સોમવારે જ થાય છે અને એમાં પણ આજ સોમવતી અમાસ જેનું અનેરું મહત્વ છે.

સોમવતી અમાષે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય

triveni sangam શિવ એટલે કલ્યાણ અને શંકર એટલે કલ્યાણ કરવાવાળા તેમજ શંભુ એટ્લે વિશ્વની લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખુટ ભન્ડાર. જગતની પાલનકર્તા ઉર્જાનો ઉદભવ પ્રભાસક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરુપમાંથયો. અરબી સમુદ્રના કીનારે બીરાજમાન શ્રીસોમનાથ મહાદેવ વિશ્વનુ પ્રથમ જ્યોતિર્લંગ છે.આવીજ રીતે આ પવિત્ર ધરતીમાં કૃષ્ણભગવાને ૫૬ કોટિ યાદવોનો ઉધ્ધાર કરવા માટે પવિત્ર ત્રીવેણી સંગમના કિનારે શ્રાધ્ધકર્મ કર્યુ હતુ. ક્રુષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે. અને અહી સોમવતી અમાષે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નીવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં વીદીત છે.

પીપળાના વ્રુક્ષને પાણી ચડાવી, પિત્રુતર્પણનો મહિમા

આજરોજ સોમવતી અમાસના દિવસે ત્રીવેણી સંગમમાં હજારોની સંખ્યામાં ભાવીક ભક્તજનોએ સ્નાન કરી પીપળાના વ્રુક્ષને પાણી ચડાવી, પિત્રુતર્પણ કરેલ હતુ. પિત્રુઓને યાદ કરી શ્રાધ્ધાદીક કર્મ કરવાથી આરોગ્ય,સુખ,શાંતી તેમજ સમ્રુધ્ધી પ્રાપ્ત થાય છે.પુરાણો માં પણ પવીત્ર ત્રિવેણી સંગમમાં સ્નાનનું અતી મહત્વ છે આજે આ અલભ્ય દિવસનો લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરી.

somvati amas

શું છે સોમવતી અમાસનો મહિમા

આ પવિત્ર ભુમીમાં પ્રસ્થાપીત આધ્યાત્મીક ચેતનાના મહાસાગરમાં સ્નાન કરી ભાવિકભક્તો પ્રસન્નતા પ્રાપ્ત કરે છે.કોઇ રોગના નીવારણ માટે, કોઇ દરીદ્રતાના નીવારણ માટે, તો કોઇ આરોગ્યની સુખાકારી માટે આજ મોક્ષદાયીની અમાસના દિવસે પોતાના પીત્રુઓને યાદ કરી પવિત્ર ત્રીવેણી સંગમમાં સ્નાન કરી યથા યોગ્ય દાન પુન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચો : ‘દરેક ભારતીયના અતુટ વિશ્વાસનુ પ્રતીક’ આપણા વડાપ્રધાન મોદી – અમિત શાહ

“સો વખત કાશી અને એક વખત પ્રાચી” કહેવત આજે થાય ખરા અર્થમાં થાય સાર્થક

people gathring ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સોમવતી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયો હતો. મધરાત થી જ પિતૃઓને પાણી રેડવા ઉમટ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ના મોક્ષ પીપળે પાણી રેડવા માટે આજે સોમવતી અમાસ ના પાવન દિવસે માનવ મહેરામણ ઉમટયો હતો.

સૌરાષ્ટ્રભરમાં આજના સોમવતી અમાસના પાવન દિવસે યાત્રાળુ ઓ મોટી સંખ્યામાં પ્રાચી તીર્થ ખાતે મધ્ય રાત્રીથી જ પહોંચવા લાગે છે તથા પ્રાચી તીર્થ ની પૂર્વ વાહિની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન-દક્ષિણા બ્રાહ્મણોને આપીને શ્રી માધવરાયજી પ્રભુ જે સરસ્વતી નદીમાં બિરાજમાન છે જેમના દર્શન કરી તથા સરસ્વતી તટ પર બિરાજતા છ-છ શિવ મંદિરોમાં પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી અને પુણ્ય નું ભાથું બાંધે છે જેમાં આ પિતૃ અમાસ એ લોકમેળામાં સ્વયંભૂ યાત્રાળુ ભારે માત્રામાં ઉમટ્યા હતા ભક્તિ તથા ભજનના ત્રિવેણી સંગમ ડૂબકી મારીને પોતાને ધન્યતા અનુભવતા જોવા મળે છે. સૌરાષ્ટ્રભરમાં આ લોકમેળામાં સોમવતી અમાસે સો વાર કાશી એક વાર પ્રાચી તીર્થ માં હજારો યાત્રાળુ આવતા હોય ત્યારે અહીં જબરદસ્ત ટ્રાફિક પણ જોવા મળે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment