કોરોના મહામારીને પગલે હવે સંક્રમણ દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી શાળાઓ સતત બંધ હાલતમાં રહી છે. જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહિ એ માટે સરકાર દ્વારા એક નવી રીત (Street education) અપનાવામાં આવી છે. તમને થશે કદાચ અમે ઓનલાઈન શિક્ષણની વાત કરીએ છીએ, પણ નહિ આ કઈક અલગ જ રીત છે.
ચાલો “ઘરે જ શીખીએ! (Street education) ”
નવા સત્રની શરૂઆત થતા જ સમગ્ર ગુજરાતમાં એક નવીન પહેલ અપનાવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં બાળકોને અભ્યાસ માટે શેરી શિક્ષણ (Street education) આપવાની શરૂઆત કરવામાં આવી છે. સાથોસાથ વનમાં વિસ્તાર હોવાના પગલે “ઘરે શીખીએ” નામની મુહિમ પણ શરૂ કરાઈ છે.
આ પણ જુઓ: ચાલો ઘરે જ શીખીએ!
સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી શાળાઓ બંધ હાલતમાં હતી. જોકે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખમાય તે માટે ગત વર્ષથી જ શેરી શિક્ષણની શરૂઆત કરાઈ હતી. તેમજ આ વખતે પણ તંત્ર દ્વારા “ઘરે શીખીએ” નામની મુહિમ શરુ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીને તેના અભ્યાસક્રમ મુજબ પોતાની શેરીમાં જ ભણાવવામાં આવે છે. સામાન્ય રીતે ઓફલાઈન શિક્ષણમાં એક સાથે તમામ વિદ્યાર્થીઓને એક જ ખંડમાં ભણાવવામાં આવે છે. પરંતુ અહી એક શેરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓની, એક જગ્યાએ એકઠા કરી, તેમને શિક્ષણ (Street education) આપવામાં આવે છે. જેથી કોરોના સંક્રમણ વધે નહિ.
આ પણ વાંચો: એક સ્ત્રીને નગ્ન કરતો સમાજ કેટલો નગ્ન?
વાલીઓમાં પણ ખુશીનો માહોલ
એક તરફ વિદ્યાર્થીઓ માટે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કારણે, શિક્ષણ ઉપર વ્યાપક અસર થઇ છે. છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતભરમાં શૈક્ષણિક કાર્ય બંધ હાલતમાં હતું. જોકે ગત વર્ષથી જ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં શેરી શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને ભણવવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે વિદ્યાર્થી સહિત વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે.
વૈજ્ઞાનિક અને મેડીકલ દ્વારા કોરોનાની ત્રીજી લહેર વિશે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જો હવે શાળા ખોલવામાં આવે તો માતાપિતાને પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા ડર લાગે છે. જોકે સાબરકાંઠાના વનવાસી વિસ્તારથી શરૂ થયેલો આ પ્રયાસ આગામી સમયમાં ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અપનાવવામાં આવે તો દિનપ્રતિદિન શૈક્ષણિક કાર્ય ઉપર થઈ રહેલી વિઘાતક અસરો ઘણા અંશે ઘટાડી શકાય. ત્યારે જોવું છે કે આગામી સમયમાં ગુજરાતના કેટલા વિસ્તારમાં શેરી શિક્ષણ સહિત ઘરે શીખીએ પદ્ધતિ અપનાવવામાં આવે છે. ott india માટે સાબરકાંઠાથી હિતેશ રાવલનો અહેવાલ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4