Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટસુરતના આ રસોઇયાની Fanta ફ્રાઇ ઓમલેટ!! કેમ બની ચર્ચાનું કારણ?

સુરતના આ રસોઇયાની Fanta ફ્રાઇ ઓમલેટ!! કેમ બની ચર્ચાનું કારણ?

Omlet
Share Now

ફુડ ખાવાના શોખિન કોણ ન હોય, કોઇને ઘરમાં બનાવેલી સાદી ખીચડી  તો કોઇને બહાર જઇને બર્ગર કે પિક્ઝાનો અને ચટપટી પકોડીનો લુફ્ત ઉઠાવવો હોય છે.  પણ નોનવેજના શોખિનો માટે એક વિડિયો વાયરલ થયો છે. ગુજરાતના સુરતનો ફેન્ટા ઓમલેટને(Fanta Omelette)  લઇને (Fanta Omelette) વીડિયો વાયરલ થયો છે.

Ott india પર આજે આપણે વાત કરીશું સુરતના વાઇરલ વિડિયોની(Video)

omlet

Image Courtesy: Twitter

વીઅર્ડ ફુડ વિશે તમે ઘણું સાંભળ્યુ હશે, પણ સુરતનો એક વીડિયો જે વાયરલ થયો છે, તે જોઇને તમે ભાગી જશો, સુરતીઓનો સુરતી લોચો પ્રખ્યાત છે, પણ અહીં તો ઓમલેટ જોતજોતામાં ચર્ચાનું કારણ બની ગઇ.

ઘણા લોકો ઇંડા અને તેની બનાવટો ખાતા હોય છે, અને શોખિન પણ હોય છે, ઇડાં ફ્રાય, એગ કરી કે પછી ઓમલેટ અને ખીમો.. આ બધી આઇટમો ખાધા બાદ હવે તમે થોડા ટ્વીટસ્ટ સાથે એક એવી આઇટમ ખાઓ જે જોઇને તમને મજા પડી જશે.

વીઅર્ડ ફુડ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી શું નથી થઇ શકતુ, એક વીડિયો જે સુરતનો છે, તે ફરતો ફરતો અમારા હાથમાં આવી ગયો અને જાણવા મળ્યુ કે આ તો સુરત નો છે, ઇન્ડિયા ઇટ નામની શોપમાં આ મળે છે.  આ વીડિયો એટલે વાયરલ થઇ રહ્યો છે કારણ કે, ગ્રાહક પોતાની પસંદીદા કોલ્ડ ડ્રીંકમાં ઓમલેટ ફ્રાઇ કરાવે છે, અહીંનો રસોઇયો ફેન્ટામાં ઇંડા ફ્રાઇ કરી રહ્યો છે, અને ગ્રાહકોને પીરસી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ તેને મોટા પ્રમાણમાં શેર કરી રહ્યાં છે.

લોકોએ બટર ઓમલેટ કે પિક્ઝા ઓમલેટ (Omelette) ખાધા હશે, ફણ અહીં તો હદ જ થઇ ગઇ…ટ્વીટર યુઝર @Agabaai એ શેર કર્યો છે, જેમાં તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, મા આકાર મુઝે ઉઠા લો.. , લોકો ફેન્ટા સાથે ઇંડાને ફ્રાઇ કરી રહ્યાં છે, આ કઇ રીતે શક્ય છે.

પણ આ તો સુરત છે

પણ આ તો સુરત છે, અહીં કઇ પણ થઇ શકે, કહેવાય છે કે ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતીઓ ખાવાના શોખિન હોય છે. વીડિયોને 1 લાખ વ્યુઝ મળી ગયા છે, અને યુઝર્સ રિટ્વીટ પણ કરી રહ્યાં છે.

લોકોને નવાઇ લાગી તો લોકો એડ્રેસ પણ પુછવા લાગ્યા, કે આખરે આ શોપ છે ક્યાં, વીડિયોમાં દુકાનદાર જણાવે છે કે, ગ્રાહક પોતાની પસંદીદા કોલ્ડ ડ્રીંકમાં ઓમલેટ ફ્રાઇ કરાવી શકે છે, અને પછી ખાઇ શકે છે, જોવામાં આ વીયર્ડ લાગે પણ જો તમે પણ લિમ્કા, કે થમ્સપના શોકિન છો તો તમે ઓમલેટમાં ફ્રાઇ કરાવી શકો છો. આ ઓમલેટ દુકાનદાર 250 માં બનાવી ને ગ્રાહકોને આપી રહ્યો છે.

આ પણ વાંચો:  કેટ આઇલેન્ડ: જ્યાં માણસો કરતાં બિલાડીઓનું છે સામ્રાજ્ય

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment