Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeડિફેન્સઅમદાબાદ પોલીસ કર્મીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયટ કાઉન્સલીંગનું આયોજન!

અમદાબાદ પોલીસ કર્મીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયટ કાઉન્સલીંગનું આયોજન!

Ahmedabad Police
Share Now

અમદાબાદ: આજે અમદાબાદ શહેરના (Ahmedabad Police ) નયાબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-5 નાઓના વડપણ હેઠળ પર્યાવરણ મંદીર ઓઢવ ખાતે પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયટ કાઉન્સલીંગનું આયોજન કરવામાં આવ્યું. તેમજ મોટીવેશનલ સ્પીકરના માધ્યમથી કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરી સોસયલ ડિસ્ટન્સ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતુ. જેમાં ઝોન-5 વિભાગના ડી. સી. પી. તથા પી. આઈ તેમજ કુલ 75 જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ આ કાર્યક્રમમાં હાજર થવા ભાગ લીધો હતો.

Ahmedabad Police

અહમદાબાદ પોલીસ કર્મીઓ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડાયટ કાઉન્સલીંગનું આયોજન

ડો. માનસિંગ ડોડિયા માનો ચિકિત્સક દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટને લઈને વિશેષ માહિતી આપી: 

 ડો. માનસિંગ ડોડિયા માનો ચિકિત્સક દ્વારા અમદાબાદ ના લોકોને સ્ટ્રેસ થવાનો કારણો અને તેનો ઉપાયો વિશે વિશેષ જાણકારી આપી. તેમજ ડો કોમલ પટેલ દ્વારા યોગ્ય આહાર અને પોષણ કેવીરીતે મેળવી શકાય અને કેવા પ્રકારનો આહાર તંદુરસ્ત શરીર માટે જરૂરી છે. તે બાબતે માર્ગદર્શન આપ્યુ.

ડો. માનસિંગ ડોડિયા માનો ચિકિત્સક અને કોમલ પટેલ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટને લઈને અને પૌષ્ટિક આહારને લઈ વિશેષ માહિતી આપી

  • ત્યારબાદ જીત રતન ધારાએ મોટીવેશનલ સ્પીકર તરીકે પોતાના મંતવ્યો રજુકરી અને કેવી રીતે આત્મવિસ્વાસ સાથે જીવન જીવી શકાય તે વિશે માહિતી આપી.
  • ડીસીપી શ્રી ઝોન-5 અચલ ત્યાગી સાહેબો ને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓએ કેવી રીતે નિયમિત રહી ફરજ ભજાવવી જોઈએ અને સ્ટ્રેસ કેવી રીતે દૂર થાય તેના વિશે માહિતી આપી.
  • તેમજ કેવી રીતે સંતુલિત આહાર લેવો જોઈએ અને કેવી રીતે પોષણ લઈ શકાય તેના વિશે જાણકારી આપી. 
  • તેમજ પરિવારજનો સાથે સમય પસાર કરવા તેમજ ઉત્સાહી જીવન જીવવા પર ભાર મૂક્યો.
  • કાર્યક્રમ દરમ્યાન મનોરંજન મળી રહે તે માટે કવિતા પઠન તેમજ મ્યૂઝીકલ ઈવેંટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Police Ahmedabad Police

45 વર્ષથી ઉપરના અધિકારીઓને ફીટેસ્ટ કોપથી સમ્માનિત: 

  • 45 વર્ષથી ઉપરના વય મર્યાદા ધરાવનાર 10 પોલીસ અધિકારી-કર્મચારીઓ કે જેઓ શારીરીક રીતે તંદુરસ્ત છે અને પોતાની શરીરની કાળજી ખુબજ સારી રીતે રાખી રહ્યા છે. તેઓને ફીટેસ્ટ કોપથી સમ્માનથી નવાજવામાં આવ્યા.
  • તેમજ હાજર રહેલ વક્તાઓને પણ સ્મૃતી ચીહ્નથી નવાજવામાં આવ્યા.

અહિયાં વાંચો: અયોધ્યાનું વિકાસ મોડેલ નિહાળતા પીએમ મોદી

કાર્યક્રમના અંતે એ. સી. પી. શ્રી આઈ ડીવીઝન દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી ત્યાગી સાહેબ તેમજ તમામ પોલીસ અધિકારી કર્મચારી અને વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment