Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝરસીકરણનો આંકડો 50 કરોડને પાર પહોંચતા જાણો શું કહ્યું પીએમ મોદીએ

રસીકરણનો આંકડો 50 કરોડને પાર પહોંચતા જાણો શું કહ્યું પીએમ મોદીએ

VACCINE ON MODI
Share Now

કોરોના મહામારીમાં વેક્સીન દ્વારા આપણે બીજી લહેર સામે લડ્યા અને હવે દેશમાં કોરોનાની સંભાવિત ત્રીજી લહેરની વચ્ચે વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ સમયે દેશમાં લગભગ 50 કરોડથી વધારે લોકોને વેક્સિન લાગી ચૂકી છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 50 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. રસીકરણ ડ્રાઈવનું આ માઈલ સ્ટોન પાર કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમની સરકાર ‘બધાને રસી મફત રસી’ હેઠળ બધા નાગરિકોનું રસીકરણ સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના વિરોધી રસીના ડોઝ આપવા મામલે ભારતે 50 કરોડનો આંકડો પાર કર્યો છે. શુક્રવારે ભારતમાં 43.29 લાખ ડોઝ અપાયા હતા.

બધાને રસી, મફત રસીએ પકડી રફ્તાર -પીએમ મોદી

50 કરોડથી વધુ ડોઝ અપાયાના વખાણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ‘કોરોના વિરુદ્ધ ભારતની જંગે રફતાર પકડી છે. રસીકરણનો આંકડો 50 કરોડને પાર ગયો છે. આપણે આ આંકડાને વિસ્તાર આપવા અને બધાને રસી, મફત રસી હેઠળ આપણા તમામ નાગરિકોને રસી અપાય તેવી આશા કરીએ છીએ.’

દેશમાં અત્યાર સુધીની કોરોના રસીકરણ અભિયાનની સફર

દેશમાં કોરોના રસીકરણ અભિયાનના આ મહત્વના પડાવને પાર કરવા પર આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે અત્યાર સુધીનું આ અભિયાન કેવું રહ્યું. તેમણે જણાવ્યું કે ભારતને કોરોના રસીના 10 કરોડ ડોઝ આપવામાં 85 દિવસ લાગ્યા. 10થી 20 કરોડ સુધી પહોંચવામાં 45 દિવસ, 20થી 30 કરોડ સુધી પહોંચવામાં 29 દિવસ, 30થી 40 દિવસ સુધી પહોંચવામાં 24 દિવસ અને 40થી 50 કરોડ સુધી પહોંચવામાં ફક્ત 20 દિવસ લાગ્યા. એ જ રીતે જો 10 કરોડ ડોઝની સરેરાશ ગણીએ તો હાલના 10 કરોડના ડોઝ સૌથી ઓછા સમયમાં અપાયા છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની પોસ્ટ સામે ટ્વિટરની કડક કાર્યવાહી, રેપ પીડિતાના પરિવારનો ફોટો શેરની ટ્વિટને હટાવી

16 જાન્યુઆરીએ શરૂ થયું હતું અભિયાન

દેશમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. સૌથી પહેલા હેલ્થવર્કર્સ માટે શરૂ કરાયું. 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને પણ તેમા સામેલ કરાયા. 1 માર્ચથી રસીકરણ 60 વર્ષથી ઉપરના તમામ લોકો માટે અને 45 વર્ષથી ઉપરના એવા લોકો કે જે ગંભીર બીમારીથી પીડાતા હોય તેમના માટે શરૂ કરાયું. ત્યારબાદ 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ થઈ ગયું. તેના એક મહિના બાદ 1 મેથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું.

ત્રીજી લહેરનો ખતરો યથાવત

દેશમાં ત્રીજી લહેરનો ખતરો જોવા મળી રહ્યો છે. આ સમયે સરકાર વેક્સીનેશન પર ભાર આપી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે સીરમ ઈન્સ્ટીટ્યુટના અદાર પુનાવાલાની મુલાકાત કરી અને કોવિશિલ્ડના ઉત્પાદનને વધારવા માટે પણ ચર્ચા કરી હતી. કેટલાક રિપોર્ટમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ખતરો જણાવવામાં આવી રહ્યો છે. તો કેટલાકમાં ઓક્ટોબર મહિનામાં ભારત પર ત્રીજી લહેરનું સંકટ છવાશે તેમ કહેવાયું છે. વેક્સીન એ જ ઉપાય છે કોરોના સામે મ્હાત આપવામાં અને દરેક નાગરિકે પણ વેક્સીન લેવી જ જોઈએ જેથી ત્રીજી લહેરથી બચી શકાય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment