ભરશિયાળે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ (Ahmedabad ), ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક પવન સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વહેલી સવારે Ahmedabad માં પડ્યો વરસાદ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારે વરસાદ જોવા મળ્યો છે. સાઉથ બોપલ, નવરંગપુરા, વસ્ત્રાપુર અને બોડકદેવમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં છે. પ્રહલાદનગર, ગોતા, શિવરંજની, શ્યામલ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. વરસાદી ઝાપટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
આ પણ વાંચો: રાજ્ય પર વધુ એક આફત! આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી
Ahmedabad સહિતના વિસ્તારમાં આવતીકાલે વરસાદની આગાહી
આજે બુધવારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડશે. તો આવતીકાલે ગુરુવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને પણ ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4