કોરોના બાદ સરકારના ધારા ધોરણ અનુસાર રાજ્ય સહિત નર્મદા (Narmada)જિલ્લામાં પણ શાળા કોલેજો શરૂ થઈ છે. વિદ્યાર્થી (Student)ઓ શાળાએ જતા થયાં છે. પરંતુ આ તમામ વચ્ચે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુમસગામની આસપાસના અપડાઉન (Updown)કરતાં વિધાર્થી (Student)ઓને શાળાએ સમયસર પહોંચવા માટે બસ (Bus)ન મળતી હોવાથી વિધાર્થીઓ પરેશાન થયાં છે. જેના પગલે નાંદોદ તાલુકાના કુમસગામના વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન (Movement)કરવાની ફરજ પડી છે. આ તકે શાળા કોલેજ જતા કુમસગામના આશરે 50થી વધુ વિદ્યાર્થીઓએ જુના બસ રુટની માગ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
શાળા કોલેજો આશરે એક વર્ષ બાદ ફરી શરૂ થયા છે. આ તમામ વચ્ચે ઘરે કંટાલી ગયેલા બાળકો શાળાએ જવા માટે તત્પર બન્યા છે, પરંતુ આ તમામ વચ્ચે નાંદોદ તાલુકાના આસપાસના ગામડાના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. જી હા નાંદોદ તાલુકાના કુમસગામના વિદ્યાર્થીઓ બસ (Bus)સમયસર ન મળતી હોવાથી રસ્તા રોકો આંદોલન પર ઉતરી આવ્યા હતા.
આ પણ વાંચો: Junagadh: વિલિંગ્ડન ડેમમાં ડુબી રહેલા યુવકને મહિલાઓએ બહાદુરી પુર્વક બચાવ્યો
વિદ્યાર્થીઓ પાસેથી મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાની આસપાસના ગામના આશરે 50થી વધુ વિદ્યાર્થીઓ હાઇસ્કુલ, કોલેજ, આઇ.ટી.આઇમાં અભ્યાસ (Study)અર્થે મુખ્ય મથક રાજપીપળા ખાતે અપડાઉન કરે છે. પરંતુ કોરોના કાળ બાદ શાળા કોલેજ શરુ થતા બાળકોએ શાળાએ જવાનુ શરુ તો કર્યું હતુ, પરંતુ બસ સમયસર ન મળતી હોવાથી વિધાર્થીઓને ખાનગી વાહનમાં જોખમી મુસાફરી કરવી પડે છે. તો ખાનગી વાહનમા મુસાફરી કરવાથી વિદ્યાર્થીઓને આર્થિક નુકશાન પણ ભોગવવું પડે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે બસનો પાસ હોવા છતા ખાનગી વાહનનો સહારો લેવો પડતા પૈસા ખર્ચીને લીધેલો બસ પાસ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયો છે. જેને કારણે બસ પણ કામ આવતી નથી. આમ, વિદ્યાર્થીઓને ડબલ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
સુરત મનપાની સામાન્ય સભામાં વિરોધ જુઓ વીડિયો:
નર્મદા (Narmada)જિલ્લાના કુમસગામનાવિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4